• search

ચાલુ ફ્લાઈટે 30 યાત્રીઓના નાક-કાનમાંથી અચાનક નીકળવા મંડ્યું લોહી

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    મુંબઈઃ ગુરુવારે સવારે પ્લેનમાં હવાના દબાણના કારણે એક યાત્રીની તબિયત લથડી હતી. અચાનક જ 30 પ્રવાસીના કાન અને નાકમાંથી લોહી નીકળવા મંડ્યું હતું. જેને પગલે મુંબઈ-જયપુરની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. માહિતી મુજબ ક્રૂ મેમ્બરની ભૂલને કારણે આ ઘટના ઘટી હતી. ઉપ મહાનિદેશક લલિત ગુપ્તાએ જણાવ્યું કે વિમાનમાં ક્રૂએ એક સ્વિચ ઑન નહોતી કરી જે કેબિનમાં દબાવને સંતુલિત બનાવી રાખે છે.

    jet Airways

    ક્રૂ મેમ્બરની ભૂલને કારણે 100થી વધુ યાત્રીઓના જીવ જોખમમાં મુકાયા હતા. જો કે પાયલટે તકેદારી દાખવી ફ્લાઈટની ઈમરજન્સી લેન્ડિંગ કરાવતાં સૌકોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.જણાવી દઈએ કે મુંબઈથી જયપુર જઈ રહેલી ફ્લાઈટમાં કુલ 166 પેસેન્જર સવાર હતા. ફ્લાઈટ 9W 697માં સવાર કુલ 166માંથી 30 યાત્રીઓના કાન-નાકમાંથી અચાનક લોહી નીકળવા મંડ્યું હતું. કેટલાય લોકોએ માથાના દુઃખાવાની ફરિયાદ પણ કરી હતી. એરપોર્ટ પર ડૉક્ટર દ્વારા તમામ અસરગ્રસ્ત પ્રવાસીઓની તપાસ કરવામાં આવી રહી છે.

    ઘટનાની તુરંત બાદ ફ્લાઈટના ઓક્સિઝન માસ્ક તુરંત બહાર આવી ગયાં હતાં. ફ્લાઈટમાં સવાર દર્શક હાથી નામના એક પ્રવાસીએ વીડિયો પર આ ઘટનાનો વીડિયો ટ્વીટ કર્યો હતો જેને તમે અહીં જોઈ શકો છો. જેટ એરવેઝના સ્પોકપર્સને કહ્યું કે તમામ યાત્રીઓને સુરક્ષિત રીતે ટર્મિનલ સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે. અને તમામ માટે એરલાઈન બીજી ફ્લાઈટનો બંદોબસ્ત કરશે. આ પણ વાંચો- બે દિવસના વિધાનસભા સત્રમાં ધારાસભ્યોએ પોતાનો પગાર વધારો કરી દીધો

    English summary
    jet Airways plane turns back to Mumbai after passengers suffer nose bleeds

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more