For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બે દિવસના વિધાનસભા સત્રમાં ધારાસભ્યોએ પોતાનો પગાર વધારો કરી દીધો

બે દિવસના વિધાનસભા સત્રમાં ધારાસભ્યોએ પોતાનો પગાર વધારો કરી દીધો

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભા સત્રના બીજા દિવસે રાતે મોડી રાત સુધી સત્ર ચાલ્યું હતું. આ વખતના સત્રમાં બીજા દિવસે ગૃહમાં છ વિધેયક પસાર કરાયા હતા. તો, સૌથી વધુ મહત્વનું ધારાસભ્યોને પગાર વધારા વિધેયકને મંજૂરી આપવામાં આવી હતી. વિધાનસભાની અંદર ધારાસભ્યોના પગારને લઈને એક ખાસ બિલ પાસ કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્યો અને મંત્રીઓને 25 ટકાનો પગાર વધારો કરવામાં આવ્યો છે. પ્રજાના પ્રશ્નો માટે ફક્ત બે દિવસ મળેલા સત્રમાં વિધાનસભ્યોના પગાર વધારાની ચિંતા કરવામાં આવી હતી.

પગાર વધારામાં શાસક-વિપક્ષમાં એકતા

પગાર વધારામાં શાસક-વિપક્ષમાં એકતા

સવારે વિધાનસભા ગૃહની કામગીરીના પ્રારંભ સમયે શાસક પક્ષ અને વિરોધ પક્ષ આમને સામને આવી ગયા હતા. ગૃહમાં પ્રશ્નોતરી કાળ દરમિયાન પણ કૉંગ્રેસના સભ્યો અકળાઇ રહ્યા હતા. પરંતું, રાજ્ય સરકારે રજૂ કરેલા પગાર વધારાના બીલમાં સંમત્તિ આપીને એકતા પણ દર્શાવી હતી. પગાર વધારાના નાણાં બીલને કૉંગ્રેસ ભાજપના તમામ સભ્યોએ વધાવ્યું હતું.

ધારાસભ્યોએ 25 ટકાનો વધારો મેળવ્યો

ધારાસભ્યોએ 25 ટકાનો વધારો મેળવ્યો

વિધાનસભા સત્રના અંતિમ દિવસે પ્રથમ સેસન દરમિયાન ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાહેજા બોલવા ઉભા થયા હતા. જેમાં તેમણે ધારાસભ્યો, મંત્રીઓ અને દંડક માટે મોટી જાહેરાત કરી હતી. તેમને મંત્રીઓ, વિપક્ષના નેતા સહિત તમામને પગાર ભથ્થામાં વધારો કર્યો છે. તમને જણાવી દઈએ કે, છેલ્લે વર્ષ 2005માં પગાર ભથ્થામાં વધારો કરાયો હતો. હાલમાં ધારાસભ્યને 70, 724 પગાર અને ભથ્થું મેળવે છે, જ્યારે મંત્રીઓ અને દંડક, નાયબ દંડક 86, 804 મેળવે છે. તમામ ધારાસભ્યો અને પ્રધાનોના પગાર અને ભથ્થાંમાં ટકાનો વધારો કરાયો છે. તેના કારણે હવે તમામ ધારાસભ્યોને 1.16 લાખ અને તમામ મંત્રીઓને 1.3 લાખ મહેનતાણું મળશે.

જળ સંચય અભિયાન પાછળ અધધ.. 506 કરોડ ખર્ચાયા

જળ સંચય અભિયાન પાછળ અધધ.. 506 કરોડ ખર્ચાયા

ગૃહમાં વિપક્ષના નેતાની મંજૂરી બાદ ધારાસભ્યોના પગાર ભથ્થામાં વધારો કરવા માટેનું બીલ ગૃહમાં રજૂ કરાયું હતું. 2018માં રજૂ થયેલું વિધેયક કર્માંક 43 મંત્રી મંડળ તથા ધારાસભ્યોના પગાર વધારાનું બિલ દાખલ કરાયું હતું. ધારાસભ્યોને પગારમાં કુલ 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. વિધાનસભામાં ચોમાસુ સત્રના બીજા દિવસે પ્રશ્નોતરી અંતર્ગત સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જળ સંયચ અભિયાન અંતર્ગત 84 તળા ઊંડા કરવામાં આવ્યા છે. જેની પાછળ અધધ 506. 35 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે. વિપક્ષ દ્વારા રજૂ કરેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, છેલ્લા 2 વર્ષમાં 19 કરોડ 6 લાખ 58 હજાર 484નો દેશી વિદેશી દારૂ ઝડપાયો જ્યારે 20, 95, 482ના નશીલા પદાર્શોનો જથ્થો ઝડપાયો હતો.

મોડી રાત સુધી ચાલી વિધાનસભા કામગીરી

મોડી રાત સુધી ચાલી વિધાનસભા કામગીરી

વિધાનસભા સત્રના અંતિમ દિવસે મોડી રાત સુધી ચર્ચા ચાલી હતી. મોડી રાતે સમાપ્ત થયેલા સત્રમાં કેટલાક વિધેયકો અને વાર્ષિક અહેવાલો ગૃહમાં રજૂ કરવામાં આવ્યા હતા. તો, વિપક્ષ દ્વારા મંત્રીમંડળમાં અવિશ્વાસનો પ્રસ્તાવ પણ વિપક્ષ દ્વારા રાખવામાં આવ્યો હતો.

પીએમ મોદી અને શિવરાજસિંહને મધ્યપ્રદેશ હાઈકોર્ટ આપ્યો મોટો ઝટકો પીએમ મોદી અને શિવરાજસિંહને મધ્યપ્રદેશ હાઈકોર્ટ આપ્યો મોટો ઝટકો

English summary
Last days of monsoon session in gujarat vidhansabha MLAs salary increasement bill passed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X