Jharkhand Assembly Elections: બપોરે 3 વાગ્યા સુધી 62.65% મતદાન

Jharkhand Assembly Elections: બપોરે 3 વાગ્યા સુધી 62.65% મતદાન

રાંચીઃ ઝારખંડમાં પાંચમા અને અંતિમ તબક્કામાં આજે મતદાન થઈ રહ્યું છે. સંથાલ પરગના ક્ષેત્રની આ સીટો પર કુલ 237 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ વિસ્તારને ઝારખંડ મુક્તિ મોર્ચા (જેએમએમ)નો મજબૂત ગઢ માનવામાં આવે છે, જ્યાં પોતાની પકડ જમાવવા માટે ભાજપ શક્ય દરેક કોશિશમાં લાગી ગયો છે. આમ છતાં ભાજપ અને જેએમએમ સામે એક તરફ પોતાના કબ્જાવાળી સીટો બચાવવાનો પડકાર છે તો કેટલીય સીટો પર બંને દળોએ પોતાના બાગી નેતાઓથી મુકાબલો કરવો પડી રહ્યો છે. જણાવી દઈએ કે ઝારખંડના પાંચમા તબક્કાની 16 સીટમાંથી 6 સીટ એવી છે, જ્યાં ભાજપ અને જેએમએમ સામે બાગી પડકાર બની ગયા છે. જો કે સૌથી વધુ બાગી નેતાઓનો સામનો ભાજપે કરવો પડી રહ્યો છે. આરજેડી, કોંગ્રેસ અને જેએમએમ સામે પણ આવું જ સંકટ આવીને ઉભું છે. ત્યારે મતદાન બાદ જ સંપૂર્ણ દ્રશ્ય સ્પષ્ટ થશે. ત્યાં સુધી ચૂંટણીની પળેપળની લાઈવ અપડેટ મેળવવા માટે વન ઈન્ડિયા ગુજરાતી સાથે બન્યા રહો.

voting

Dec 20, 2019, 4:57 pm IST

બોરિયો, લિટ્ટીપાડા, મહેશપુર, બારહત અને સિકારીપોરા સીટો પર મતદાન પૂર્ણ.
Dec 20, 2019, 4:56 pm IST

ઝારખંડમાં અંતિમ તબક્કાનુ મતદાન પૂર્ણ થયુ. મતદાન બપોરે 3 વાગ્યા સુધી જ થવાનુ હતુ. અંતિમ તબક્કામાં 62.65% મત પડ્યા.
Dec 20, 2019, 4:17 pm IST

ઝારખંડમાં અંતિમ તબક્કાનુ મતદાન ચાલુ. બપોરે 3 વાગ્યા સુધી 62.65% મતદાન.
Dec 20, 2019, 3:36 pm IST

રાંચી-કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ પહોંચ્યુ ચૂંટણી પંચ, નિષ્પક્ષ મત ગણતરીની માંગ માટે આવેદન આપ્યુ.
Dec 20, 2019, 3:21 pm IST

ચૂંટણી પંચના નોટિફિકેશન મુજબ સાંજે સાડા પાંચ વાગે એક્ઝીટ પોલથી એમ્બાર્ગો હટાવી લેવામાં આવશે.
Dec 20, 2019, 2:59 pm IST

સાંજે પાંચ વાગ્યે સમાપ્ત થઈ જશે વોટિંગ, જે બાદ એક્ઝિટ પોલ સામે આવશે
Dec 20, 2019, 2:08 pm IST

ઝારખંડમાં અંતિમ તબક્કાનુ મતદાન, કૃષિ મંત્રી રણધીર સિંહે આપ્યો મત.
Dec 20, 2019, 2:08 pm IST

ઝારખંડમાં અંતિમ તબક્કાનુ મતદાન. બપોરે 1 વાગ્યા સુધી 59.38% મતદાન.
Dec 20, 2019, 1:24 pm IST

સાંજે 5 વાગે મતદાન થઈ જશે સમાપ્ત, ત્યારબાદ આવશે એક્ઝિટ પોલ.
Dec 20, 2019, 12:59 pm IST

ઝારખંડ-જેએમએમ નેતા સાઈમન મરાંડીએ કર્યુ મતદાન, મહાગઠબંધનની સરકાર બનવાનો કર્યો દાવો.
Dec 20, 2019, 12:59 pm IST

ઝારખંડ - કોંગ્રેસ નેતા અખિલેશ પ્રતાપ સિંહનો દાવો, સંપૂર્ણપણેહારી રહ્યુ છે ભાજપ.
Dec 20, 2019, 12:59 pm IST

ઝારખંડ - કોંગ્રેસ નેતા અખિલેશ પ્રતાપ સિંહનો દાવો, સંપૂર્ણપણે હારી રહ્યુ છે ભાજપ.
Dec 20, 2019, 12:57 pm IST

અંતિમ તબક્કાના મતદાનમાં રઘુવર દાસ સરકારના બે મંત્રી લુઈસ મરાંડી અને રણધીર સિંહની અગ્નિ પરીક્ષા.
Dec 20, 2019, 12:23 pm IST

ઝારખંડમાં અંતિમ તબક્કાનુ મતદાન. સવારે 11 વાગ્યા સુધી 29.19% મતદાન.
Dec 20, 2019, 11:45 am IST

ઝારખંડ ચૂંટણીઃ દેવઘરમાં મહિલાઓમાં મતદાન માટે ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Dec 20, 2019, 11:32 am IST

ઝારખંડમાં ઠંડી છતાં હવે મતદાનમાં તેજી, પોલિંગ બૂથ પર વૃદ્ધ મતદારો પણ મત આપવા પહોંચ્યા.
Dec 20, 2019, 11:10 am IST

ઝારખંડ ચૂંટણીઃ દુમકાના બરતલ્લીમાં મંત્રી લુઈસ મરાંડીએ આપ્યો મત.
Dec 20, 2019, 11:09 am IST

ઝારખંડમાં અંતિમ તબક્કાનુ મતદાન ચાલુ, પોલિંગ બૂથની બહાર લાગી લાંબી લાઈનો.
Dec 20, 2019, 10:08 am IST

પહેલી વાર મત આપવા જઈ રહેલા યુવાનોને અપીલ છે કે મોટી સંખ્યામાં મત કરવા જાવ, તમને બધાને અપીલ છે કે મત આપવા માટે જરૂર જાવ. ઝારખંડના વિકાસને તમારો મત નવી ગતિ આપશે - સીએમ રઘુવર દાસ.
Dec 20, 2019, 9:45 am IST

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં 16 સીટો પર મતદાન ચાલુ, 9 વાગ્યા સુધી 12 ટકા મતદાન.
Dec 20, 2019, 9:44 am IST

તડકો વધ્યા બાદ મતદાન કેન્દ્રો પર મતદારોની સંખ્યા વધવાની આશા રાખવામાં આવી રહી છે.
Dec 20, 2019, 9:44 am IST

ઘણી જગ્યાઓએ મતદાન પર ઠંડીની અસર, ઠંડીના કારણે લોકો મતદાન મથક સુધી નથી પહોંચી રહ્યા.
Dec 20, 2019, 9:21 am IST

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના અંતિમ તબકકામાં 16 સીટો પર મતદાન ચાલુ, દરેક જગ્યાએ કડક સુરક્ષા વ્યવસ્થા.
Dec 20, 2019, 8:08 am IST

ઝારખંડમાં પાંચમાં તબક્કાનુ મતદાન ચાલુ. ઠંડી છતાં પોલિંગ બૂથ બહાર લાંબી લાઈનો.
Dec 20, 2019, 8:07 am IST

ઝારખંડ ચૂંટણી માટે પીએમ મોદીએ ટ્વિટ કર્યુ અને લોકોને ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાગ લેવાની અપીલ કરી. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યુ કે આજે પાંચમાં અને અંતિમ તબક્કાનુ મતદાન છે. બધા મતદારોને મારી વિનંતી છે કે તે લોકતંત્રના આ મહોત્સવમાં શામેલ થઈને રેકોર્ડ મતદાન કરે.
Dec 20, 2019, 7:20 am IST

ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં પાંચમાં તબક્કાનુ મતદાન માટે સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયુ. બોરિયો, બરહેટ, લિટીપારા, મહેશપુર અને શિકારીપારા સીટો પર મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈને બપોરે 3 વાગ્યા સુધી ચાલશે.
Dec 20, 2019, 7:03 am IST

બધી તૈયારીઓ પૂર્ણ, હવે થોડી પળમાં શરૂ થશે મતદાન.
Dec 20, 2019, 7:02 am IST

પાંચમાં તબક્કામાં બોરિયો, બરહેટ, લિટીપારા, મહેશપુર અને શિકારપારા સીટો પર મતદાન સવારે સાત વાગ્યાથી શરૂ થઈને બપોરે 3 વાગ્યા સુધી ચાલશે. વળી, બાકી સીટો પર મતદાન સવારે 7 વાગ્યાથી 5 વાગ્યા સુધી ચાલશે.
Dec 20, 2019, 7:00 am IST

ઝારખંડમાં પાંચમાં તબક્કા માટે સવારે 7 વાગ્યાથી શરૂ થશે મતદાન, સુરક્ષાનો કડક બંદોબસ્ત.
Dec 20, 2019, 6:59 am IST

જરમુુંડી સીટ પર સૌથી વધુ 26 ઉમેદવાર છે જ્યારે પોડૈયાહાટ સીટ પર સૌથી ઓછા 8 ઉમેદવાર છે.
READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X