Jharkhand Election 2024 : આ તારીખોમાં યોજાઈ શકે છે ઝારખંડ વિધાનસભા ચૂંટણી

Jharkhand Assembly Election 2024 : ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખોને લઈને અટકળોનું બજાર ગરમ છે. અહેવાલો અનુસાર, ઈલેક્શન કમિશન દિવાળી આસપાસ મતદાન યોજી કરાવી શકે છે.

સમાચારો પર વિશ્વાસ કરીએ તો ચૂંટણી પંચ આગામી સપ્તાહમાં મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. ઝારખંડમાં છઠ પૂજા પછી નવેમ્બરના બીજા કે ત્રીજા સપ્તાહમાં મતદાન થઈ શકે છે.

Jharkhand Assembly Election 2024

ઝારખંડમાં છઠ મોટો તહેવાર છે. ઝારખંડ ઉપરાંત મહારાષ્ટ્રમાં રહેતા બિહારી મતદારો અસ્થાયી રૂપે વતનમાં જાય છે. આ સ્થિતિમાં ચૂંટણી પંચનો હેતુ તહેવારો પછી ચૂંટણી યોજવાનો છે. જેથી તમામ મતદારો મતદાન કરી શકે.

ઝારખંડ ચૂંટણી સાથે વિવિધ રાજ્યોની 45થી વધુ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી યોજાઈ શકે છે. વાયનાડ અને બસીરહાટની લોકસભા બેઠકો માટે પણ પેટાચૂંટણીની જાહેરાત થઈ શકે છે.

જણાવી દઈએ કે, અમેઠીથી સાંસદ રહેલા રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક ખાલી કરી છે. તૃણમૂલના વર્તમાન સાંસદ શેખ નૂરૂલ ઈસ્લામના અવસાનના કારણે બસીરહાટ પેટાચૂંટણી જરૂરી છે.

બીજી તરફ મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્ર વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ 26 નવેમ્બરે સમાપ્ત થાય છે અને ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ 5 જાન્યુઆરી 2025ના રોજ સમાપ્ત થાય છે.

2019ની ચૂંટણીમાં ઝારખંડમાં પાંચ તબક્કામાં મતદાન થયું હતું, જ્યારે મહારાષ્ટ્રમાં માત્ર એક જ તબક્કામાં મતદાન થયું હતું. જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરની ચૂંટણીના સફળ આયોજનને ધ્યાનમાં રાખીને પંચ આ વખતે ઝારખંડમાં પણ વહેલી જાહેરાત કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X