Jharkhand Election 2024 : ઝારખંડમાં ઈન્ડિયા એલાયન્સ વચ્ચે સીટ શેરિંગ નક્કી? જાણો કઈ પાર્ટી કેટલી સીટો લડશે?

Jharkhand Assembly Election 2024 : ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ઈન્ડિયા એલાયન્સ એનડીએને કાંટાની ટક્કર આપવા જઈ રહી છે.

રાજ્યમાં સત્તાધારી ઝારખંડ મુક્તિ મોર્ચાની આગેવાનીમાં ઈન્ડિયા એલાયન્સ અને બીજેપીની આગેેવાનીમાં એનડીએ ગઠબંધન ચૂંટણીમાં સામસામે છે.

Jharkhand Assembly Election 2024

ચૂંટણીની જાહેરાત બાદ હવે અહેવાલો આવી રહ્યાં છે કે ઝારખંડ મુક્તિ મોરચા, કોંગ્રેસ, આરજેડી અને સીપીઆઈએલ વચ્ચે સીટ શેરિંગ ફોર્મ્યુલા લગભગ નક્કી થઈ ગઈ છે.

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સીટ શેરિંગ અંગે ચર્ચા કરવા દિલ્હી ગયા હતા. આ દરમિયાન સીએમ હેમંત સોરેને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.

આ પછી 16 ઓગસ્ટે ઝારખંડ કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કેશવ મહતો, કમલેશ અને વિધાયક દળના નેતા ડૉ. રામેશ્વર ઓરાં પણ દિલ્હી ગયા હતા. આ તમામ બેઠકો દરમિયાન સીટ શેરિંગ પર ચર્ચા થઈ હતી.

અહેવાલો અનુસાર, ઝારખંડની 81 વિધાનસભા સીટોમાંથી JMM 43થી 45 સીટો પર ચૂંટણી લડી શકે છે. આ સિવાય કોંગ્રેસ 28 થી 30 સીટો અને આરજેડીને 5 થી 6 સીટો આપવામાં આવી શકે છે. સીપીઆઈ-એમએલને પણ 3 થી 4 બેઠકો મળી શકે છે.

જણાવી દઈએ કે, 2019 વિધાનસભા ચૂંટણીમાં JMMએ 43 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 30 બેઠકો જીતી હતી. કોંગ્રેસે 31 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 16 જીતી હતી. આરજેડી ઝારખંડમાં ગત વખતે માત્ર એક સીટ જીતવામાં સફળ રહી હતી. જ્યારે RJDના ઉમેદવારોએ સાત બેઠકો પર ચૂંટણી લડી હતી

અહેવાલો અનુસાર, આ વખતે નિર્ણય લેવામાં આવ્યો છે કે જેએમએમ વધુ તાકાત સાથે ચૂંટણી લડશે. કોંગ્રેસ અને આરજેડીને છેલ્લી ચૂંટણી કરતાં ઓછી સીટો મળી શકે છે.

સમાચારો પર વિશ્વાસ કરીએ હેમંત સોરેને જેએમએમ ઉમેદવારોની પ્રથમ યાદીને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. જેએમએમના તમામ સેલિબ્રિટી નેતાઓના નામ આ યાદીમાં છે. જો કે હજુ સુધી નામો જાહેર કરવામાં આવ્યા નથી.

આ લિસ્ટમાં ઘણા ઉમેદવારો એવા હશે જેમણે અગાઉની ચૂંટણીઓમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું અને જીત્યા હતા. જેએમએમએ આ વખતે સ્પષ્ટ કર્યું છે કે પાર્ટી તેમને જ ટિકિટ આપશે જે જીતી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X