Jharkhand Election 2024 : ઝારખંડમાં ઈન્ડિયા ગંઠબંધન વચ્ચે સીટ શેરિંગ ફાઈનલ, જાણો કોંગ્રેસને કેટલી સીટો?

Jharkhand Assembly Election 2024 : ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ઈન્ડિયા ગઠબંધન વચ્ચે સીટ શેરિંગ ફાઈનલ થઈ ગયુ છે.

ઝારખંડમાં એક તરફ બીજેપી અને બીજી તરફ સત્તાધારી ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસ મળીને ચૂંટણી લડી રહી છે. હવે જેએમએમ અને કોંગ્રેસ વચ્ચે સીટ શેરીંગ ફાઈનલ થઈ ગયુ છે.

Jharkhand Election 2024

સીટ શેરીંગ અનુસાર, ઝારખંડ મુક્તિ મોરચા 43 બેઠકો પર ચૂંટણી લડશે અને કોંગ્રેસ 30 બેઠકો પર ચૂંટણી લડશે. આ સિવાય રાષ્ટ્રીય જનતા દળ 6 બેઠકો પર ચૂંટણી લડશે,
આ સિવાય ઈન્ડિયા એલાયન્સ માટે ડાબેરી પક્ષો નિરસા, સિંદરી અને બગોદર સહિત ત્રણ બેઠકો પર ઉમેદવારો ઉતારશે. સીટ શેરિંગ ફોર્મ્યુલા મુજબ ધનવર, છત્રપુર અને વિશ્રામપુર વિધાનસભા સીટ પર ઈન્ડિયા બ્લોકના ઉમેદવારો વચ્ચે મૈત્રીપૂર્ણ મુકાબલો થશે.

બીજેપીએ ધનવાર બેઠક પર પૂર્વ સાંસદ બાબુલાલ મરાંડીને ઉમેદવાર બનાવ્યા છે. જેએમએમ, કોંગ્રેસ, આરજેડી અને સીપીઆઈ-એમએલ ઈન્ડિયા બ્લોક હેઠળ ઝારખંડની ચૂંટણી એકસાથે લડી રહ્યા છે.

જેએમએમના જનરલ સેક્રેટરી વિનોદ પાંડેએ જણાવ્યું કે, છતરપુર, બિશ્રામપુર અને ધનવાર સિવાય તમામ ગઠબંધનની સીટો પર સીટની વહેંચણી પર સર્વસંમતિ સધાઈ છે. જેએમએમએ ધનવાર સીટ પર સીપીઆઈ-એમએલ સાથે મૈત્રીપૂર્ણ સ્પર્ધા કરવાનો નિર્ણય લીધો છે.

જો કે, ઈન્ડિયા બ્લોકે હજુ સુધી સીટ વહેંચણીની સત્તાવાર જાહેરાત કરી નથી. જેએમએમએ તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે, જેમાં મુખ્યમંત્રી હેમંત સોરેન બરહેત વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે તેમની પત્ની કલ્પના મુર્મુ સોરેન ગાંડે વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

જણાવી દઈએ કે, હેમંત સોરેને અગાઉ કહ્યું હતું કે ઈન્ડિયા બ્લોક આગામી વિધાનસભા ચૂંટણીઓ સાથે મળીને લડશે અને કોંગ્રેસ અને જેએમએમ 81માંથી 70 બેઠકો પર ઉમેદવારો ઉતારશે. ઝારખંડમાં 82 સભ્યોની વિધાનસભા માટે 13 અને 20 નવેમ્બરે બે તબક્કામાં ચૂંટણી યોજાશે અને 23 નવેમ્બરે મતગણતરી થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X