Jharkhand Election 2024 : ઝારખંડમાં એનડીએ વચ્ચે સીટ શેરિંગ ફાઈનલ, આટલી સીટો પર લડી શકે છે બીજેપી
Jharkhand Assembly election 2024 : ઝારખંડમાં એનડીએનો મુકાબલો ઈન્ડિયા બ્લોક સાથે છે. અહીં બીજેપી સામે ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસ છે.
ચૂંટણીની જાહેરાત બાદ અહેવાલો આવી રહ્યાં છે કે બીજેપી અને સહયોગી પાર્ટીઓ વચ્ચે સીટ શેરિંગ ફાઈનલ થઈ ગયુ છે. અહીં બીજેપી સાથે AJSU અને JDU તેમજ LJP ચૂંટણી લડી રહી છે.

ઝારખંડમાં બીજેપી અને તેની સહયોગી પાર્ટી AJSU દ્વારા રાંચીમાં કરવામાં આવી છે. ઝારખંડ ભાજપના ચૂંટણી પ્રભારી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, બેઠકોની વહેંચણી પર સર્વસંમતિ સધાઈ છે અને ઉમેદવારોની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, NDA ગઠબંધનમાં AJSUને 10 બેઠકો આપવામાં આવી છે. જેડીયુને 2 અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ને એક બેઠક આપવામાં આવી છે. બાકીની તમામ 68 બેઠકો પર બીજેપી ચૂંટણી લડશે.
ઝારખંડમાં AJSU 10 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે. આ બેઠકો સિલ્લી, રામગઢ, ગોમિયા, ઇચાગઢ, માંડુ, જુગસલાઈ, ડુમરી, પાકુર, લોહરદગા અને મનોહરપુર સીટો છે.
એનડીએ હેઠળ નીતિશ કુમારની પાર્ટી જેડીયુને 2 સીટો આપવામાં આવી છે. આ બેઠકો જમશેદપુર પશ્ચિમ વિધાનસભા બેઠક અને તામર વિધાનસભા બેઠક છે.
લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) એક બેઠક ચતરા વિધાનસભા બેઠક માટે તેના ઉમેદવાર નક્કી કરશે. ભાજપ 68 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે.












Click it and Unblock the Notifications
