Jharkhand Election 2024 : ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી ક્યારે? જાણો શું કહ્યું ઈલેક્શન કમિશને?
Jharkhand Election 2024 : જમ્મુ કાશ્મીર અને હરિયાણા ચૂંટણી વચ્ચે નેતાઓએ ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. હવે ઈલેક્શન કમિશને ચૂંટણીની તારીખોને લઈને કેટલાક સંકેત આપ્યા છે.
ઈલેક્શન કમિશને હાલમાં જ આગામી ચૂંટણીઓને લઈને ઝારખંડનો પ્રવાસ કર્યો છે. કમિશને રાજ્યમાં ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે.

અહેવાલો અનુસાર, ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાએ રાજકીય પક્ષો અને ચૂંટણીના સંચાલનમાં યોગદાન આપતી વિવિધ એજન્સીઓના અધિકારીઓ સાથે મુલાકાત કરી છે અને ચૂંટણી કેવી રીતે વધુ સારી રીતે યોજી શકાય તે વિશે ચર્ચા કરી.
મોટાભાગના રાજકીય પક્ષોએ ચૂંટણી પંચ પાસે દુર્ગા પૂજા, દિવાળી અને છઠ જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને ચૂંટણીની તારીખોની જાહેરાત કરવા માંગ કરી છે. રાજકીય પક્ષો ઇચ્છે છે કે ઝારખંડની ચૂંટણી એક જ તબક્કામાં યોજવામાં આવે.
મતદાન દરમિયાન મતદારોને પડતી સમસ્યાઓને કેવી રીતે ઓછી કરી શકાય તે અંગે પણ ચૂંટણી પંચ વિચારી રહ્યું છે. મતદાર યાદીમાં એક જ પરિવારના સભ્યોના નામ અલગ અલગ જગ્યાએ હોય તેને લઈને ચૂંટણી પંચ વિચાર કરી રહ્યું છે.
મતદાનમાં ઉપયોગમાં લેવાતા ઈવીએમ અને રિઝર્વ ઈવીએમ અંગે ભ્રમ ન ફેલાય તે માટે પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
હાલ ઝારખંડમાં કુલ 2 કરોડ 59 લાખ મતદારો છે. જેમાં 1 કરોડ 31 લાખ પુરૂષ અને 1 કરોડ 28 લાખ મહિલા મતદારો છે. વિધાનસભાની ચૂંટણીમાં 29,562 મતદાન મથકો બનાવવાની તૈયારીઓ કરાઈ છે. જે 20,276 અલગ-અલગ જગ્યાએ બનાવવામાં આવશે.
ઝારખંડમાં કુલ 81 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાશે, જેમાં સીટો 44 સામાન્ય છે, 7 સીટો અનુસૂચિત જાતિ માટે અનામત છે અને 28 અનુસૂચિત જનજાતિ માટે અનામત છે.












Click it and Unblock the Notifications
