Jharkhand Election 2024 : હાલ ઝારખંડમાં ચૂંટણી થાય તો કોણ જીતે? લેટેસ્ટ સર્વેથી જાણો IDNIA ગઠબંધન કેટલુ મજબુત?

Jharkhand Election 2024 : ઝારખંડની હેમંત સોરેન સરકાર પાડવા માટે બીજેપી સતત નવા નવા ગતકડા કરી રહી છે. હવે જેલમાંથી બહાર આવ્યા બાદ હેમંત સોરેન સતત મજબુત બની રહ્યા છે.

આ સ્થિતીમાં સવાલ એ થાય કે ઝારખંડમાં હાલ લોકસભા ચૂંટણી યોજાય તો કોણ જીતે? હાલની સ્થિતીએ ઈન્ડિયા એલાયન્સ બીજેપી સામે કેટલુ મજબુત છે?

Jharkhand Election 2024

હાલમાં જ સામે આવેલા ઈન્ડિયા ટુડેના મૂડ ઓફ ધ નેશન સર્વે મુજબ જો આજે લોકસભાની ચૂંટણી યોજાશે તો ઝારખંડમાં બીજેપીના નેતૃત્વમાં એનડીએનું વર્ચસ્વ રહેશે.

મતદાન અનુસાર, એનડીએ ઝારખંડની 14 લોકસભા બેઠકોમાંથી 11 જીતશે, જે તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ગઠબંધન દ્વારા જીતેલી નવ બેઠકો કરતાં વધુ સારી સ્થિતી છે.

બીજી તરફ ઈન્ડિયા બ્લોક તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં જીતેલી પાંચ બેઠકોની સરખામણીમાં ત્રણ બેઠકો જીતવાનો અંદાજ છે. જેમાં રાજ્ય વિધાનસભામાં કોંગ્રેસ માટે એક અને સત્તાધારી જેએમએમ માટે બે બેઠકોનો સમાવેશ થાય છે.

જો આજે લોકસભાની ચૂંટણીઓ યોજવામાં આવે તો મૂડ ઓફ ધ નેશન સર્વે અનુસાર, એનડીએને 52.1 ટકા વોટ શેર મળશે, જે તાજેતરની લોકસભા ચૂંટણી દરમિયાન મળેલા 47.22 ટકા વોટ શેર કરતા થોડા વધારે છે.

બીજી તરફ ઈન્ડિયા બ્લોકનો વોટ શેર 38.1 ટકા રહેવાનો અંદાજ છે, જે તાજેતરની સામાન્ય ચૂંટણીઓમાં મળેલા 38.97 ટકાથી થોડો ઓછો છે.

ઝારખંડ તે રાજ્યોમાંનું એક છે જ્યાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. જો આ આધારે ઝારખંડ વિધાનસભા ચૂંટણીનો અંદાજ લગાવો તો આવનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી શકે છે.

જો કે, અહીં એ પણ નોંધનીય છે કે લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી વચ્ચે મતદારોની લાગણી અને ચૂંટણીના મુદ્દાઓ અલગ હોય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X