Jharkhand Election 2024 : કોંગ્રેસને હરિયાણા હરાવનારી AAP ઝારખંડ ચૂંટણી લડશે કે કેમ?
Jharkhand Election 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે રસ્તાનો રોડો બનેલી આમ આદમી પાર્ટી ઝારખંડમાં ચૂંટણી લડશે કે કેમ તેને લઈને ઘણા સવાલ ઉઠી રહ્યાં છે.
આ સવાલો વચ્ચે અહેવાલ છે કે આમ આદમી પાર્ટી ઝારખંડ વિધાનસભા ચૂંટણી નહીં લડે. પાર્ટી દિલ્હીની ચૂંટણી પર તેનું તમામ ધ્યાન લગાવી રહી છે. આ સ્થિતીમાં તે મહારાષ્ટ્રથી પણ દુર રહેશે.

સૂત્રો અનુસાર, આ રાજ્યોમાં પાર્ટી કેટલી સીટો પર ચૂંટણી લડશે તેના પર નેતાઓ વચ્ચે કોઈ સત્તાવાર ચર્ચા થઈ નથી. જો AAP પાર્ટી હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની જેમ ચૂંટણી લડશે તો પણ પાર્ટી તે બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડશે.
એક AAP નેતા અનુસાર, અમે હરિયાણામાં ઘણી તાકાત લગાવી છે અને હવે થોડા મહિનામાં દિલ્હીમાં ચૂંટણી યોજાવાની છે. અમે અમારી તાકાત અમારા ગૃહ રાજ્ય દિલ્હી પર કેન્દ્રિત કરવા માંગીએ છીએ.
જો કે AAPએ મહારાષ્ટ્ર અને ઝારખંડ માટે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લીધો નથી. જો કે પાર્ટી સ્પષ્ટ છે કે તે એવી બેઠકો પર ચૂંટણી લડશે જ્યાં તેની પાસે મેનપાવર અને સંભવિત ઉમેદવારો છે. અત્યાર સુધી ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પાર્ટી ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી નહીં લડે.
જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીએ 2019 માં ઝારખંડ અને મહારાષ્ટ્ર બંને ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા. આ દરમિયાન મહારાષ્ટ્રમાં 288માંથી 24 બેઠકો પર ચૂંટણી લડી હતી અને આમાંથી 23 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી. પાર્ટીને 57,855 વોટ મળ્યા, જે NOTA ના 7.42 લાખ વોટ કરતા પણ ઓછા હતા.
ઝારખંડમાં તેમણે 81માંથી 26 બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાં તમામ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી. પાર્ટીને માત્ર 35,252 વોટ મળ્યા, અહીં NOTAને 2.05 લાખ વોટ મળ્યા હતા.
આ સિવાય હાલમા જ યોજાયેલી હરિયાણાની ચૂંટણીમાં AAPએ તમામ 90 બેઠકો પર ચૂંટણી લડી હતી અને એક પણ બેઠક જીતી શકી નથી.
જો કે પાર્ટી જમ્મુ અને કાશ્મીરમાં નસીબદાર રહી અને ડોડા વિધાનસભા બેઠક જીતી છે. દિલ્હી અને પંજાબમાં સરકારો સિવાય AAPના ગોવામાં બે અને ગુજરાતમાં પાંચ ધારાસભ્યો છે. હવે આ સીટ સાથે તેની હાજરી 5 રાજ્યોમાં છે.












Click it and Unblock the Notifications
