Jharkhand Election Result 2024: JMMએ પાર કર્યો જાદુઈ આંક, ઝારખંડમાં ઈતિહાસ રચી શકે છે હેમંત સોરેન

Jharkhand Election Result 2024: ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી દરમિયાન પ્રારંભિક વલણોમાં હેમંત સોરેનની આગેવાની હેઠળના ઝારખંડ મુક્તિ મોરચાએ આગળ કર્યું છે. જ્યારે ભાજપ પાછળ જોવા મળી રહ્યું છે.

જો જેએમએમ ફરીથી ઈન્ડિયા બ્લોક હેઠળ સત્તામાં આવે છે, તો તે એક ઈતિહાસ સર્જનારું પરિણામ હશે કારણ કે ઝારખંડમાં કોઈ પણ સરકાર સતત બે ટર્મ માટે સત્તામાં આવી નથી.

ઝારખંડમાં કડક સુરક્ષા વચ્ચે આખા રાજ્યમાં સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. રાજ્યની તમામ 81 વિધાનસભા બેઠકો માટે 13 અને 20 નવેમ્બરના રોજ બે તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી.

Jharkhand Election Result 2024

જેએમએમની આગેવાની હેઠળનું ગઠબંધન અને બીજેપીની આગેવાની હેઠળના એનડીએ બંનેની જીતની અપેક્ષા છે, એક્ઝિટ પોલમાં ભાજપની સંભવિત જીતની આગાહી કરવામાં આવી છે. પરંતુ પરિણામો તેનાથી વિપરીત દેખાય છે.

ભારતના ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, હેમંત સોરેનની JMM 32 બેઠકો પર આગળ છે. જ્યારે તેની સહયોગી કોંગ્રેસ 12 સીટો પર આગળ છે. જ્યારે તેનો અન્ય સહયોગી આરજેડી 6 સીટો પર આગળ છે.

ભાજપ 25 બેઠકો પર આગળ છે. ભાજપની સહયોગી પાર્ટી AJSU 2 સીટો પર આગળ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X