Jharkhand Election Results 2024 : ઝારખંડમાં હાર મુદ્દે હિમંતા બિસ્વા સરમાએ શું કહ્યું?
Jharkhand Election Results 2024 : ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને મોટો ઝટકો લાગ્યો છે. એકથી એક ઝેરી નિવેદનો બાદ પણ લોકોએ બીજેપીને નકારી છે.
પોતાના ભડકાઉ નિવેદનો માટે કુખ્યાત બીજેપી નેતા હિમંતા બિસ્વા સરમાએ ઝારખંડમાં ઘણા ઝેરી નિવેદનો આપ્યા હતા. હવે બીજેપીની હાર બાદ તેમનું નિવેદન સામે આવ્યુ છે.

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, ઝારખંડમાં હાર વ્યક્તિગત રીતે મારા માટે ખૂબ જ દુઃખદ છે, તેમ છતાં અમે આસામની પાંચેય પેટાચૂંટણી જીતી લીધી છે. મેં ઝારખંડમાં અમારા કાર્યકરોના અતૂટ સમર્પણ અને અથાક પ્રયત્નો જોયા છે, જેમણે આ ચૂંટણીમાં પોતાનું સર્વસ્વ આપી દીધું .
તેમણે લખ્યું કે, અમે વિદ્યાર્થીઓ અને યુવાનોની આકાંક્ષાઓને પૂર્ણ કરીને રાજ્યને ઘૂસણખોરીથી બચાવવા અને વિકાસના માર્ગ પર લઈ જવાના વિઝન સાથે ચૂંટણી લડ્યા. જો કે, આપણે લોકોના આદેશને નમ્રતાપૂર્વક સ્વીકારવો જોઈએ, આ લોકશાહીનો સાચો સાર છે.
આ પડકારજનક સમયમાં અમે અમારા કાર્યકરો સાથે મજબૂતીથી ઊભા રહીશું અને તેમને અતૂટ સમર્થન અને એકતા પ્રદાન કરીશું.
જણાવી દઈએ કે, ઝારખંડમાં હેમંત સોરેનની શાનદાર વાપસી થઈ છે. ઝારખંડ મુક્તિ મોરચાની આગેવાનીમાં ઈન્ડિયા ગઠબંધનનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે.
ઈન્ડિયા એલાયન્સ 81માંથી 57 સીટો પર આગળ છે. ભાજપ ઝારખંડમાં કોઈ ખાસ પ્રદર્શન કરી શકી નથી. આ ઝારખંડ વિધાનસભા ચૂંટણી પ્રભારી અને આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાની વ્યક્તિગત હાર મનાઈ રહી છે.












Click it and Unblock the Notifications
