
ઝારખંડની ચૂંટણીમાં મધુ કોડાની હારના 5 કારણો
નવી દિલ્હી, (વિવેક શુક્લા): ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં મધુ કોડા હારી ગયા. રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂકેલા મધુ કોડા માટે આ ખરેખર ખરાબ સમાચાર છે. તે આ ચૂંટણીમાં જીત નોંધાવીને રાજકીય પુનર્વાસ કરવાની આશા કરી રહ્યાં હતા. તેમણે પોતાના કેંપેનમાં માફક વહાવ્યા હતા. પરંતુ અફસોસ આ થઇ શક્યું નહી. મધુ કોડા પર લાગેલા ભ્રષ્ટાચારના તમામ આરોપો તેમના રાજકીય જીવન પર વિરામ લગાવી દિધો.
ચાલો વાત કરીએ 5 કારણોની જે આ હારનું કારણ બન્યા.
1. કોલસા ગોટાળામાં સીબીઆઇ તપાસ
મંઝગાંવ સીટ પરથી મુખ્યમંત્રી મધુ કોડા હાર્યા. મધુ કોડા જયભારત સમાનતા પાર્ટીના ઉમેદવાર હતા. જાણકારોનું કહેવું છે કે તે ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરવા માટે દરેક પ્રયત્ન કરી રહ્યાં હતા. તેમને લાગે છે કે ચૂંટણી જીતવાથી તેમની સીબીઆઇ તપાસના કારણે ચાલી રહેલી પરેશાનીઓ થોડી ઓછી થઇ જશે. પરંતુ સીબીઆઇ તપાસ જ તેમને ડુબાડી લઇ ગઇ.
2. ઘણા ભ્રષ્ટાચારીઓમાં મધુ કોડાનું નામ
થોડા સમય પહેલાં ગોટાળામાં મધુ કોડા સહિત સાત લોકો વિરૂદ્ધ આરોપ પત્ર દાખલ કરી રહ્યાં હતા. આરોપિત અધિકારીઓની યાદીમાં તત્કાલિન કોલસા સચિવ એચસી ગુપ્તા, રાજ્યના તત્કાલીન મુખ્ય સચિવ એકે બસુ, ખાન નિર્દેશક બીબી સિંહ, ખાન વિભાગના તત્કાલીન પ્રશાખા પદાધિકારી સહયક બસંત ભટ્ટાચાર્યનું નામ સામેલ છે.
3. સીબીઆઇએ આરોપો નક્કી કર્યા
કોલસાના ગોટાળાની તપાસ કરી રહેલી સીબીઆઇએ દિલ્હી સ્થિત વિશેષ ન્યાયાધીશ ભારત પરાશરની કોર્ટમાં આરોપ પત્ર દાખલ કર્યું હતું. સીબીઆઇના આરોપપત્રમાં કહેવામાં આવ્યું હતું કે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડા સહિત આરોપિત અધિકારીઓએ વિન્ની આયરન એંડ સ્ટીલ માટે રાજહરા કોલ બ્લૉક ફાળવવાની અનુશંસા કરી હતી. આ કોલ બ્લૉકમાં 17.09 મિલિયન મેટ્રિક ટન કોલના ભંડારનું અનુમાન છે.
4.ઝડપથી કમાયા પૈસા
જાણકારોનું કહેવું છે કે મુખ્યમંત્રી બન્યા બાદ મધુ કોડાએ જે પ્રકારે સરકાર ચલાવી અને ઝડપથી પૈસા કમાયા હતા તેનાથી સ્પષ્ટ થાય છે કે તે આગળ જઇને કાયદાના ગાળીયમાં ફસાઇ જશે. હવે મધુ કોડાએ તેનો દંડ ભરવો પડી રહ્યો છે.
5. ઝારખંડમાં વિકાસના નામ પર દગો
કહેવામાં આવે છે કે ઝારખંડમાં અપાર પ્રાકૃતિક સંપદા છે, પરંતુ મુખ્યમંત્રી રહેતાં મધુ કોડાએ તે સંપદાનો યોગ્ય ઉપયોગ કરી વિકાસ કરવાના બદલે કોંટ્રાકટરોને પ્રોત્સાહન આપ્યું, જેના લીધે જનતાનો વિશ્વાસ મધુ કોડા પરથી ઉઠી ગયો.