For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Jharkhand Exit Polls: એક્ઝિટ પોલમાં ભાજપને જબરું નુકસાનનું અનુમાન

Jharkhand Exit Polls: એક્ઝિટ પોલમાં ભાજપને જબરું નુકસાનનું અનુમાન

|
Google Oneindia Gujarati News

રાંચીઃ ઝારખંડ વિધાનસભાની છેલ્લા તબક્કાની ચૂંટણી પૂર્ણ થયા બાદ શુક્રવારે ન્યૂઝ ચેનલ્સ દ્વારા એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવશે. આજે વિધાનસભાની પાંચમા અને છેલ્લા તબક્કામાં 16 સીટ પર મતદાન થઈ રહ્યું છે. શાંતિપૂર્ણ મતદાન થઈ શકે તે માટે છ જિલ્લાની કુલ 16 વિધાનસભા સીટ પર 40,000 જેટલા પોલીસકર્મીઓ તહેનાત કરી દેવામાં આવ્યા છે. બોરિયો, બારહૈત, લિતિપરા, મહેશપુર અને સિકરિપારા સીટ પર 3 વાગ્યા સુધી મતદાન થનાર છે જ્યારે બાકીની બધી સીટ પર સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. 4 તબક્કામાં 30 નવેમ્બરથી 16 ડિસેમ્બર દરમિયાન 4 તબક્કામાં 81માંથી 65 સીટ પર ચૂંટણી થઈ છે. તમામ તબક્કામાં આજે મતદાન થઈ ગયા બાદ 23મી ડિસેમ્બરે ચૂંટણી પરિણામ જાહેર થનાર છે.

jharkhand

Jharkhand Assembly Elections Live: પાંચમા અને અંતિમ તબક્કામાં આજે 16 સીટ પર મતદાનJharkhand Assembly Elections Live: પાંચમા અને અંતિમ તબક્કામાં આજે 16 સીટ પર મતદાન

Newest First Oldest First
8:03 PM, 21 Dec

Jan Ki Baat મુજબ આ પ્રમાણે છે દરેક પાર્ટીઓની પોઝિશન
7:00 PM, 21 Dec

ટાઇમ્સ નાઉ દ્વારા કરવામાં આવેલા એક્ઝિટ પોલ મુજબ, ભાજપને ઝારખંડમાં 28 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે કોંગ્રેસ, જેએમએમ અને આરજેડી ગઠબંધનને 44 બેઠકો મળશે.
6:57 PM, 21 Dec

ઇન્ડિયા ટુડે એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ મુજબ ઝારખંડમાં જેએમએમ-કોંગ્રેસની સરકાર બનવાની સંભાવના છે. એક્સિસ માય ઈન્ડિયા મુજબ ભાજપને 22-32 બેઠકો, જેએમએમ 38-50, જેવીએમને 2-4, એજેએસયુને 3-5 અને અન્યને 4-7 બેઠકો મળી શકે છે.
6:45 PM, 21 Dec

રિપબ્લીક 'જન કી બાત'ના એક્ઝિટ પોલ મુજબ, આ વિધાનસભાની ચૂંટણીમાં જ્યાં ભાજપ પાસે 22 થી 30 બેઠકો, જેએમએમ + કોંગ્રેસની 46 થી 37 બેઠકો, અજસુને 3 થી 5 બેઠકો, જેવીએમ 3 થી 4 બેઠકો અને અન્યને 7 બેઠકો છે. જો વાત કરવામાં આવે કે કઈ પાર્ટી દ્વારા કેટલી બેઠકો પર વિજય મેળવશે, તો એક્ઝિટ પોલ મુજબ ભાજપ રાજ્યના સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવશે. તેના ખાતામાં 22 થી 30 બેઠકો દેખાય છે. જો કે સત્તા તેના હાથમાં આવતી દેખાઇ રહી છે
9:55 PM, 20 Dec

એક્ઝિટ પોલમાં કઈ પાર્ટી કેટલા પાણીમાં? જુઓ
9:24 PM, 20 Dec

સી-વોટરઃ એબીપી અને સી-વોટરના સર્વે મુજબ ભાજપ મત ટકાવારીમાં સૌથી આગળ છે, ભાજપને 37.3 ટકા વોટ મળવાની સંભાવના જતાવવામાં આવી છે.
9:24 PM, 20 Dec

ABP-C Voter Exit Poll: મહાગઠબંધનથી બહાર જઈ સૌથઈ મોટું નુકસાન જેવીએમને થતું દેખાઈ રહ્યું છે. આ વખતે તેને ત્રણ સીટ મળતી દેખાઈ રહી છે જ્યારે પાછલી વખતે 8 સીટ મલી હતી.
9:24 PM, 20 Dec

ABP-C Voter Exit Poll: JMM+કોંગ્રેસને 10 સીટનો ફાયદો થતો દેખાઈ રહ્યો છે.
9:13 PM, 20 Dec

Times Nowના એક્ઝિટ પોલ મુજબ Othersને 6 સીટ મળી રહી છે.
9:12 PM, 20 Dec

Times Nowના એક્ઝિટ પોલ મુજબ Jvmને 3 સીટ મળી રહી છે.
9:12 PM, 20 Dec

Times Nowના એક્ઝિટ પોલ મુજબ RJDને 5 સીટ મળી રહી છે.
9:12 PM, 20 Dec

Times Nowના એક્ઝિટ પોલ મુજબ Bjpને 28 સીટ મળી રહી છે.
9:12 PM, 20 Dec

Times Nowના એક્ઝિટ પોલ મુજબ Cong- jmmને 39 સીટ મળી રહી છે.
9:11 PM, 20 Dec

JMM+કોંગ્રેસને 10 સીટનો ફાયદો થતો દેખાઈ રહ્યો છે.
9:10 PM, 20 Dec

હાલની વિધાનસભામાં ભાજપ પાસે 37 સીટ છે, એક્ઝિટ પોલના પરિણામો મુજબ ભાજપને 5 સીટનું નુકસાન થઈ રહ્યું છે.
8:32 PM, 20 Dec

IANS-Cવોટર- એબીપીના એક્ઝિટ પોલમાં ભાજપને 32 સીટ, કોંગ્રેસ-જેએમએમ-આરજેડીને 35 સીટ, આજસૂને 5 તથા અન્યોને 9 સીટ મળવાની સંભાવના છે.
8:31 PM, 20 Dec

કશિશ ન્યૂઝના એખ્ઝિટ પોલમાં ભાજપને 25-30 સીટ, કોંગ્રેસ-જેએમએમ-આરજેડી ગઠબંધનને 37-49 સીટ અને આજસૂને 2-4 સીટ, અન્યોને 2-4 સીટોનું અનુમાન છે.
8:00 PM, 20 Dec

ઈન્ડિયા ટુડે એક્સિસ માઈ ઈન્ડિયાના એક્ઝિટ પોલ મુજબ ઝારખંડની 81 વિધાનસભા સીટોમાંથી ઝામુમો-કોંગ્રેસ-રાજદ ગઠબંધનને 38થી 50 સીટ મળી શકે છે અને સરકાર બનાવી રહી છે. ભાજપને 22થી 32 સીટ, આજસૂને 3-5, જેવીએમને 2-4 તથા અન્યોને 4-7 સીટ મળી શકે છે.
7:32 PM, 20 Dec

પોલ ડાયરીના એક્ઝિટ પોલમાં ભાજપ માટે 22 થી 30, કોંગ્રેસ-જેએમએમ ગઠબંધનની 28 થી 40 બેઠકો, જેવીએમ માટે 7 થી 9 અને અજસુની 1 થી 4 બેઠકોનું અનુમાન છે.
7:30 PM, 20 Dec

ગત વિધાનસભાની ચૂંટણીમાં 5 બેઠકો જીતી ચૂકેલી એજેએસયુએ બેઠક વહેંચણીને લઇને વિધાનસભાની ચૂંટણી પૂર્વે એનડીએમાંથી બહાર નીકળી ગયુ હતુ. જોકે પક્ષના વડા સુદેશ મહતોએ કહ્યું કે તેઓ ભવિષ્યમાં ભગવી પાર્ટી સાથે સબંધ પુરા નથી કર્યા. તેમણે પાર્ટીને 7 બેઠકો જીતવા માટે સૂચના આપવામાં આવી છે.
7:11 PM, 20 Dec

એબીપી એક્ઝિટ પોલ મુજબ ઝારખંડ મુક્તિ મોરચા-કોંગ્રેસ-આરજેડી ગઠબંધનને 81 માંથી 31-39 બેઠકો મળશે.
6:43 PM, 20 Dec

સોશિયલ ઇનીશિયેટીવ ફોર ઇન્ડિયાના એક્ઝિટ પોલમાં ભાજપને 27, જેએમએમ 25, કોંગ્રેસને 12, આરજેડી 3, આજસુ 04, જેવીએમને બે અને અન્યને 08 બેઠકો મળવાનો અંદાજ છે.
6:37 PM, 20 Dec

ઝારખંડની ચૂંટણીને લઇને આવ્યો પ્રથમ એક્ઝિટ પોલ, સોશિયલ ઇનીશિયેટીવ ફોર ઇન્ડિયાના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ-જેએમએમ-આરજેડી ગઠબંધનને મહત્તમ બેઠકો મળી છે.
6:22 PM, 20 Dec

ઝારખંડની તમામ 81 બેઠકો પર ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને તેના પરિણામો 23 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
6:20 PM, 20 Dec

ઝારખંડની 81 વિધાનસભા બેઠકો પર કોની સરકાર બનશે, એક્ઝિટ પોલમાં ચિત્રો સ્પષ્ટ થશે
5:48 PM, 20 Dec

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના એક્ઝિટ પોલ આવી રહ્યાં છે. પ્રથમ એક્ઝિટ પોલ 6 વાગ્યે આવશે.
3:00 PM, 20 Dec

ચૂંટણી પંચના નોટિફિકેશન મુજબ સાંજે સાડા પાંચ વાગ્યે એક્ઝિટ પોલ પરથી એમ્બાર્ગો હટાવી લેવામાં આવશે
12:33 PM, 20 Dec

એક્ઝિટ પોલમાં કઈ પાર્ટીના ઉમેદવારોને હાથ લાગશે લાડવા અને કઈ પાર્ટીના ઉમેદવારો થશે નિરાશ? સ્પષ્ટ થઈ જશે બધા જ ચિત્ર
12:32 PM, 20 Dec

મતદાન પૂર્ણ થયાના તરત બાદ એક્ઝિટ પોલ જાહેર થશે
12:32 PM, 20 Dec

આજે ઝારખંડમાં પાંચમા અને અંતિમ તબક્કામાં થઈ રહ્યું છે મતદાન
READ MORE

English summary
Jharkhand Exit Polls Live update in gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X