એક એવી સ્કુલ જ્યાં વિદ્યાર્થીઓને પીરસવામાં આવે છે દારૂ, બતાવે છે પોર્ન

રાંચીની નજીક ગઢવા જીલ્લાની સ્કુલમાં આ મામલો સામે આવ્યો છે. સ્કુલમાં બાળકોને દારૂ પીવડાવવાનો મામલો સામે આવતાંની સાથે સ્કુલના પ્રિંસિપલે કહ્યું કે અહીં બાળકો દારૂ પીને પેદા થયા છે અને બધા દારૂ પીવે છે. જો કે ગઢવા જિલ્લાના કુદરૂમ જનજાતીય આવાસીય સ્કુલમાં બાળકોએ શિક્ષકો પર જમવાનું ન આપતા હોવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહી, બાળકો પર પણ શિક્ષકોને બંધક બનાવવાનો આરોપ હતો.
આ મામલો સામે આવ્યા બાદ પીપલ્સ યૂનિયન ફૉર સિવિલ લિબર્ટીની ટીમ અહીં પહોંચી અને કેસની તપાસમાં જોડાઇ ગઇ. ટીમની તપાસનાં જાણવા મળ્યું કે સ્કુલના મંદિરોમાં બાળકોને દારૂ પીવડાવવામાં આવી રહ્યો છે અને પોર્ન ફિલ્મો બતાવવામાં આવી છે. કેસ તપાસ બાદ ખબર પડી કે સ્કુલના મોટાભાગના બાળકોને પણ દારૂ પીવડાવવા અને અશ્લીલ ફિલ્મ દેખાડવા માટે પટાવાળા ગનૌરી મહતોને જવાબદાર ગણાવ્યા છે.
તો બીજી તરફ સ્કુલના પ્રિંસિપલ ગણેશ સિંહ મુંડાએ કહ્યું કે ગનૌરી સૌથી નાનો કર્મચારી છે, એટલા માટે લોકો તેને ફસાઇ રહ્યાં છે. પ્રિંસિપસે ખુલાસો કર્યો છે કે સ્કુલના બે લોકોને છોડીને બધા દારૂ પીવે છે, ભલે તે સ્ટૂડેંટ હોય કે ટીચર. પીયૂસીએલ આ મુદ્દે ટૂંક સમયમાં જ રાજ્ય સરકારને રિપોર્ટ સોંપશે. તો બીજી તરફ મામલાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
