JK Grenade Attack: શ્રીનગરના સન્ડે માર્કેટમાં ગ્રેનેટ હુમલો, 12 લોકો ઘાયલ
Jammu Kashmir Grenade Attack : જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ ખતમ થઈ ગયો હોવાના નરેન્દ્ર મોદી સરકારના વાયદાઓ પોકળ સાબિત થઈ રહ્યાં છે.
એક તરફ મોદી સરકાર મોટા દાવા કરી રહી છે બીજી તરફ કાશ્મીરમાં આતંકીઓ બેફામ છે. હવે શ્રીનગરના સન્ડે માર્કેટમાં ગ્રેનેડ હુમલો થયો હોવાના અહેવાલ છે.

અહેવાલો અનુસાર, રવિવારે શ્રીનગરમાં આંતકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો છે. શ્રીનગરમાં ટૂરિસ્ટ રિસેપ્શન સેન્ટર (TRC) પાસે થયેલા ગ્રેનેડ હુમલામાં 12 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
આ વિસ્ફોટ ભીડવાળા રવિવારી બજારમાં થયો. આ બ્લાસ્ટથી માર્કેટમાં હાજર 12 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
હુમલા બાદ ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે તપાસ માટે પહોંચી છે. આ હુમલામાં ઘાયલ થયેલા લોકોને SHMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોની હાલત સ્થિર છે.
હુમલા બાદ સુરક્ષા દળોએ સ્થળ પર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે. આતંકીઓના આ હુમલા બાદ ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી.
હુમલા બાદ જમ્મુ-કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લાએ ટ્વિટર પર લખ્યું કે, શ્રીનગરના સન્ડે બજારમાં નિર્દોષ દુકાનદારો પર ગ્રેનેડ હુમલાના આજના સમાચાર ખૂબ જ પરેશાન કરનારા છે. નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવાનું કોઈ કારણ હોઈ શકે નહીં. સુરક્ષા તંત્રએ હુમલાને શક્ય તેટલી વહેલી તકે રોકવા માટે દરેક શક્ય પ્રયત્નો કરવા જોઈએ જેથી લોકો કોઈપણ ભય વિના તેમનું જીવન જીવી શકે.












Click it and Unblock the Notifications
