JNUમાં લેફ્ટ વિંગના વિદ્યાર્થીઓનો હંગામો, વીસીની પત્નીને બંધક બનાવી
JNUના વિદ્યાર્થીઓનો હંગામો, વીસીની પત્નીને બંધક બનાવી
નવી દિલ્હીઃ જવાહર લાલ યૂનિવર્સિટીના વાઈસ ચાંસલર એમ જગદીશ કુમારે આોપલગાવ્યો છે કે જે સમયે તેઓ એક અધિકારિક બેઠકમાં હતા તે સમયે તેમના ઘર પર 400-500 વિદ્યાર્થીઓએ હુમલો કર્યો. તેમણે જણાવ્યું કે હું ઘરે નહોતો, સાંજે 6 વાગ્યે મને આ ઘટનાની જાણકારી મળી કે 400-500 વિદ્યાર્થીઓનું ટોળું મારા ઘરની સામે એકઠું થઈ ગયું છે. એ લોકોએ મારા ઘર પર તહેનાત ગાર્ડને ધક્કો માર્યો અને ગેટ તોડીને ઘરમાં ઘૂસી ગા. આ ઘટના સોમવારે સાંજની છે.

વીસીએ વધુમાં કહ્યું કે જે સમયે વિદ્યાર્થીઓએ મારા ઘર પર હુમલો બોલ્યો તો સમયે મારી પત્ની ઘર પર એકલી હતી. તમે લોકો સ્થિતિની કલ્પના કરી શકો છો, ઘરમાં જ્યારે એક મહિલા એકલી હતી અને 400-500 વિદ્યાર્થીઓએ તેને ઘેરી લીધી અને નારા લગાવવા લાગ્યા. આ લોકોએ મારી પત્નીને ટેક્નિકલી ઘરમાં જ 3 કલાક સુધી પરેશાન કરી. જગદીશ કુમારે કહ્યું કે આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે, અમે વિદ્યાર્થીઓનું સન્માન કરીએ છીએષ પરંતુ ગુનાહિત રસ્તો અપનાવવો, હિંસક રસ્તો અપનાવવો તે જેએનયૂના વિદ્યાર્થીઓથી ક્યારેય અપેક્ષિત નહોતું. તેમણે કહ્યું કે જેએનયૂના શિક્ષક અને સંસ્થાનના મુખ્યા હોવા ખાતર હું વિદ્યાર્થીઓને માફ કરી દઈશ, પરંતુ અપેક્ષા કરીશ કે વિદ્યાર્થીઓ ખુદમાં સુધાર કરશે.
આ પણ વાંચો- છત્તીસગઢઃ સુકમામાં પોલીસના એન્કાઉન્ટરમાં 4 નક્સલવાદી ઠાર મરાયા












Click it and Unblock the Notifications
