છત્તીસગઢઃ સુકમામાં પોલીસના એન્કાઉન્ટરમાં 4 નક્સલવાદી ઠાર મરાયા
છત્તીસગઢઃ સુકમામાં પોલીસના એન્કાઉન્ટરમાં 4 નક્સલવાદી ઠાર
રાયપુરઃ છત્તીસગઢના સુકમા જિલ્લાના બીમાપુરમથી એક મોટા સમાચાર મળ્યા છે, જ્યાં સુરક્ષાદળો અને નક્સલીઓની અથડામણમાં 4 નક્સલવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં હથિયાર જપ્ત કરવામાં આવ્યાં છે, હજુ પણ સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. જણાવી દઈએ કે પાછલા દિવસોમાં પણ છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં સુરક્ષાબળોએ ઓપરેશન પ્રહારમાં 9 નક્સલવાદીઓ ઠાર મરાયા હતા, આ દરમિયાન 2 પોલીસ જવાન પણ શહીદ થયા હતા.

રાજ્યના નક્સલ વિરોધી અભિયાનના વિશેષ પોલીસ મહાનિદેશક ડી એમ અવસ્થીએ પ્રેસ કોન્ફ્રેન્સ કરી જણાવ્યું હતું કે સુકમા જિલ્લાના કિસ્ટારામ અને ચિંતાગુફા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દળે અથડામણમાં 9 નક્સલવાદીઓને ઠાર માર્યા હતા. અથડામણમાં DRGના બે જવાન ડેરદો રામા અને માડવી જોગા પણ શહીદ થઈ ગયા હતા.
આ પણ વાંચો- ઈમરાન ખાને કાશ્મીરી પંડિતો માટે પાવન શારદા પીઠને આપી લીલી ઝંડી
ઓપરેશન પ્રહાર શરૂ કરાયું
તેમણે જણાવ્યું કે નક્સલવાદીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલ અભિયાન અંતર્ગત ઓપરેશન પ્રહાર- 4 શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં STF, DRG અને CRPFની કોબરા બટાલિયનના જવાન સામેલ છે. આ અભિયાનમાં STFની બે ટીમ, DRG સુકમાની 10 ટીમ અને કોબરાના 4 ટીમોએ મળીને 1200 જવાનોએ ભાગ લીધો છે. આ અભિયાનમાં માઓવાદીઓના બટાલિયન નંબર એકના કોર ક્ષેત્ર સાકલેર, ટોંડામરકા અને સાલેતોંગમાં ચલાવવામાં આવ્યું હતું. આ સ્થળ સુકમા, બીઝાપુર અને કોત્તાગુડેમના ત્રિકોણમાં આવે છે.
Chhattisgarh: Security forces recover bodies of four Naxals, one INSAS rifle and two 303 rifle, during an encounter with naxals in Bimapuram, Sukma; Operation underway
— ANI (@ANI) March 26, 2019
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
