• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઈમરાન ખાને કાશ્મીરી પંડિતો માટે પાવન શારદા પીઠને આપી લીલી ઝંડી

|
Google Oneindia Gujarati News

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન તરફથી કાશ્મીરી હિંદુઓની ભાવનાને ધ્યાનમાં રાખી શારદા પીઠકોરિડોર ખોલવાનો ફેસલો લીધો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ તરફથી આ વિશે જાણકારી આપવામાં આવી છ. આ કોરિડોર ખોલવા માટે કાશ્મીરી હિંદુ પાછલા કેટલાય વર્ષથી માંગ કરી રહી હતી. પાછલા વર્ષે નવેમ્બરમાં કહ્યું હતું કે કરતારપુર કોરિડોર બાદ અહીં સ્થિત હિંદુઓ માટે મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળો ખોલવા પર વિચાર કરી રહ્યા છે. એ સમયે ભારતીય મીડિયા સાથે વાતચીત કરતા ઈમરાન ખાને પીઓકે સ્થિત શારદા પીઠ અને પંજાબ પ્રાંતમાં સ્થિત કટાસરાજ મંદિરનો ઉલ્લેખ કર્યો. જમ્મુ અને કાશ્મીરના જાણીતા પ્રોફેસર અયાઝ રસૂલ નાજકી વર્ષ 2007માં શારદા પીઠ ગયા હતા અને તેઓ પહેલા ભારતીય હતા જેમણે આ શ્રાઈન જોયું હતું. આ શ્રાઈન કાશ્મીરી પંડિતો માટે બહુ મહત્વનું છે.

પીઓકેના મુઝફ્ફરાબાદથી 160 કિમી દૂર

પીઓકેના મુઝફ્ફરાબાદથી 160 કિમી દૂર

શારદા પીઠને શારદા પીઠમ પણ કહેવાય છે અને આ નીલમ ઘાટીમાં સ્થિત શારદા યૂનિવર્સિટીની સામે છે. પીઓકેમાં લાઈન ઓફ કન્ટ્રોસ સ્થિત મુઝફ્ફાબાદથી આ 160 કિમી દૂર એક નાના ગામમાં આવે છે. આ ગામને શારદી અથવા સારદી કહેવાય છે. આ ગામમાં નીલમ નદી જેને ભારતમાં કિશનગંગાના નામે ઓળખાય છે, જે મધુમતિ અને સરગનુની ધારાને મળે છે. શારદા પીઠ ન માત્ર હિંદુઓને બલકે બૌદ્ધ ધર્મના અનુયાયિઓ માટે પણ મહત્વનું છે. અહીંથી કાલહાના અને આદિ શંકર જેવા દાર્શનિક નિકળે છે. કશ્મિરી પંડિત શારદા પીઠને ભારે મહત્વનું માને છે અને કહે છે કે આ ત્રણ દેવિઓથી મળીને બનેલ માં શક્તિનું સ્વરૂપ છે- શારદા, સરસ્વતી અને વાગદેવી જેને ભાષાની દેવી માનવામાં આવે છે.

શું છે કાશ્મીરી પંડિતો માટે આનું મહત્વ

શું છે કાશ્મીરી પંડિતો માટે આનું મહત્વ

હિંદુઓ અને બૌદ્ધ ધર્મના અનિયાયિઓ માટે માર્તંડ સૂર્ય મંદિર અને અમરનાથ મંદિર બાદ શારદા પીઠનું મહત્વ છે. કહેવાય છે કે શારદા પીઠ એ 18 મહાશક્તિ પીઠમાંથી એક છે જ્યાં માં સતીના શરીરના અંગ પડ્યા હતા. કશ્મીરી પંડિત માને છે કે મુનિ શાંડિલ્ય જે બ્રાહ્મણ નહોતા તેમણે અહીં મા શારદાની પ્રાર્થના પૂરા સમર્પણ ભાવનાથી કરી હતી અને માં શારદાએ તેમને ખુદ દર્શન આપ્યા હતા. શારદાએ તેમને શારદા જંગલોની દેખભાળ કરવાનો આદેશ આપ્યો હતો. જ્યારે મુનિ શાંડિલ્ય રસ્તામાં હતા તો તેમને પહાડીના પૂર્વી વિસ્તાર પર ભગવાન ગણેશના દર્શન થયાં. અહીંથી તેઓ કિશનગંગા પહોંચ્યા હતા અને નદીમાં સ્નાન કર્યું. જે બાદ તેમનું આખું શરીર સોનાનું થઈ ગયું હતું. આ સમયે દેવી શારદાએ પોતાના ત્રણેય સ્વરૂપોના દર્શન કરાવ્યા હતા અને બાદમાં તેમને ઘરે આવવા આમંત્રણ આપ્યું હતું. જ્યરે શાંડિલ્ય મુની ધાર્મિક ક્રિયાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમણે મહાસિંધુ નદીથી પાણી લીધું અને અડધું પાણી મધમાં બદલી ગયું. અહીંથી જે ધારા નીકળી તેને જ મધુમતિ ધારાના નામે ઓળખવામાં આવે છે.

ભાગલા બાદથી દૂર કાશ્મીરી પંડિત

ભાગલા બાદથી દૂર કાશ્મીરી પંડિત

ભાગલા બાદથી જ શારદા મંદિરથી કાશ્મીરી પંડિત દૂર છે. પરંતુ વર્ષ 2007માં એક મહત્વનો વળાંક આવ્યો જ્યારે કાશ્મીરના પ્રોફેસર અયાઝ રૂલ નાજકીને અહીં જવાનો મોકો મળ્યો. જમ્મૂ-કાશ્મીર ચેપ્ટરના ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચર રિલેશન્સના રીઝનલ ડીરેક્ટર નાજકીના હવાલાથી ઈન્ડિયન એક્સ્પ્રેસે લખ્યું કે મંદિર, અચ્છાઈ અને બુરાઈનું પ્રતિક છે અને માનવામાં આવે છે કે દેવી શારદાએ જ્ઞાનના પાત્રને બચાવ્યું હતું અને બાદમાં તેઓ તેને પોતાના માથા પર જ લઈ તે પહાડો પરથી જ પસાર થાય છે. જે બાદ તેમણે આ પાત્રને જમીન ખોદી તેમાં જ દાંટી દીધું. તેમણે જણાવ્યું કે તે બાદ દેવી શારદા ખુદ એક પથ્થરમાં પરિવર્તિત થઈ ગઈ જેથી તેઓ આ જ્ઞાન પાત્રને ઢાંકી શકે. માટે શારદા મંદિરના ફર્શ પર એક ચકૌર પત્થર રાખ્યો છે જે મંદિરના ફર્શને ઢાંકવાનું કામ કરે છે.

પ્રિયંકાને પ્રવાસી સાઈબિરિયન પક્ષી ગણાવી કહ્યુ, ‘બાબરના નિશાન શોધવા જઈ રહ્યા છે અયોધ્યા'પ્રિયંકાને પ્રવાસી સાઈબિરિયન પક્ષી ગણાવી કહ્યુ, ‘બાબરના નિશાન શોધવા જઈ રહ્યા છે અયોધ્યા'

English summary
Pakistan Govt has decided to open Sharda Peeth Corridor in PoK.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X