For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

JNUમાં મોડા પહોંચવાના આરોપોને દિલ્લી પોલિસે ફગાવી કહ્યુ ‘7.45 વાગે કરી હતી ફ્લેગ માર્ચ'

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં બુકાનીધારી હુમલાખોરો દ્વારા છાત્રોની મારપીટ મામલે દિલ્લી પોલિસે પ્રેસ કૉફરન્સ કરીને કેમ્પસમાં મોડા પહોંચવાના આરોપોને ફગાવી દીધા.

|
Google Oneindia Gujarati News

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં બુકાનીધારી હુમલાખોરો દ્વારા છાત્રોની મારપીટ મામલે દિલ્લી પોલિસે પ્રેસ કૉફરન્સ કરીને કેમ્પસમાં મોડા પહોંચવાના આરોપોને ફગાવી દીધા. દિલ્લી પોલિસના પીઆરઓ એમએસ રંધાવાએ જણાવ્યુ કે તેમણે પોલિસ કંટ્રોલ રુમને કરેલા કૉલ પર અને કાયદો વ્યવસ્થાને નિયંત્રિત કરવા માટે પ્રોફેશનલ અંદાજમાં જવાબ આપ્યો. સાથે જ તેમણે કહ્યુ કે આંતરિક સુરક્ષા વિદ્યાલયને આધીન છે.

7.45 વાગે પહોંચીને કરી હતી ફ્લેગ માર્ચઃ દિલ્લી પોલિસ

7.45 વાગે પહોંચીને કરી હતી ફ્લેગ માર્ચઃ દિલ્લી પોલિસ

દિલ્લી પોલિસે દાવો કર્યો કે જેએનયુ પ્રશાસને પોલિસ પાસે લગભગ 7.45 વાગે (હિંસા શરૂ થયાના લગભગ ચાર કલાક બાદ) હસ્તક્ષેપ કરવાનો અનુરોધ કર્યો ત્યારબાદ પરિસરમાં એક ફ્લેગ માર્ચ કરવામાં આવી. દિલ્લી પોલિસના પીઆરઓ એમ એસ રંધાવાએ જણાવ્યુ કે કેસમાંતપાસમાં કોઈ પણ વિલંબથી બચવા માટે સંયુક્ત પોલિસ કમિશ્નરની આગેવાની એક ફેક્ટ ફાઈંડિંગ કમિટી બનાવવામાં આવી છે. કેસમાં એફઆઈઆર નોંધાઈ ચૂકી છે અને સતત ફૂટેજ ભેગા કરવામાં આવી રહ્યા છે.

અમુક મહત્વપૂર્ણ પુરાવા મળ્યાઃદિલ્લી પોલિસ

અમુક મહત્વપૂર્ણ પુરાવા મળ્યાઃદિલ્લી પોલિસ

દિલ્લી પોલિસે જણાવ્યુ કે તેમને અમુક મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે અને તે કેસને જલ્દી ઉકેલવાની કોશિશ કરી રહ્યા છે. સાથે જ તેમણે જણાવ્યુ કે સમગ્ર કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને આપવામાં આવી છે. રંધાવાએ જણાવ્યુ કે સામાન્ય રીતે એડમિનિસ્ટ્રેશન બ્લોક પર પોલિસની તૈનાતી રહે છે જે હિંસા થઈ છે એ તેનાથી દૂર થઈ. દિલ્લી પોલિસના પીઆરઓએ જણાવ્યુ કે કુલ 34 લોકો આ હિંસામાં ઘાયલ થયા હતા. કોઈની હાલત ગંભીર નથી, બધાને એમ્સ ટ્રોમા સેન્ટરમાંથી છુટ્ટી પી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ Nirbhaya Case: નિર્ભયાના ગુનેગારોને ફાંસીની તારીખ આજે નક્કી થઈ શકેઆ પણ વાંચોઃ Nirbhaya Case: નિર્ભયાના ગુનેગારોને ફાંસીની તારીખ આજે નક્કી થઈ શકે

રવિવારે થયેલા હુમલામાં ઘણા છાત્ર થયા હતા ઘાયલ

રવિવારે થયેલા હુમલામાં ઘણા છાત્ર થયા હતા ઘાયલ

તમને જણાવી દઈએ કે રવિવારે સાંજે બુકાનીધારી બદમાશોએ જેએનયુ પરિસરમાં ઘૂસીને જોરદાર ઉત્પાત મચાવ્યો. તેમણે ઘણી છાત્રોને ખરાબ રીતે માર્યા. આ હુમલામાં છાત્રસંઘની અધ્યક્ષ આઈશી ઘોષ અને ઘણા શિક્ષક પણ ઘાયલ થઈ ગયા હતા. લેફ્ટ વિંગના છાત્રોએ એબીવીપી પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે એબીવીપીનુ કહેવુ હતુ કે લેફ્ટના લોકોએ મારપીટ કરી. વળી, જેએનયુમાં થયેલા આ હોબાળા પર રાજકીય દળો તરફથી પણ પ્રતિક્રિયાઓ આવી રહી છે. જેએનયુ કેસમાં વિપક્ષ સતત ભાજપ પર નિશાન સાધી રહ્યુ છે.

English summary
JNU Violence: delhi police gave clarification on reaching late in campus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X