Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જોશ અને આર્ટિયમ એકેડમીએ સ્વતંત્રતા દિવસ પર અનાવરણ કર્યું ભારતનું સૌથી મોટું યુજીસી ગીત "ભારત કા સૂર"

બેંગલુરુ, 11 ઓગસ્ટ 2023: ભારતની સૌથી ઝડપથી વિકસતી અને સૌથી વધુ વ્યસ્ત શૉર્ટ-વીડિયો એપ જોશ અને ઑનલાઈન મ્યુઝિક એજ્યુકેશન પ્લેટફોર્મ, આર્ટીયમ એકેડમીએ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં દેશની અત્યાર સુધીની સૌથી મોટી UGC(યુઝર-જનરેટેડ કન્ટેન્ટ)ગીત, "ભારત કા સૂર" લૉન્ચ કરવા હાથ મિલાવ્યા છે.

આ ગીતનો જન્મ #BharatkaSur અભિયાનમાંથી થયો હતો, જેમાં નાગરિકો, સર્જકો, કલાકારો અને સંગીતકારોને શેર કરેલ સંગીતની અભિવ્યક્તિના માધ્યમથી રાષ્ટ્રની યાત્રાને પ્રતિબિંબિત કરવા માટે એકસાથે લાવવામાં આવ્યા. અભિયાનમાં જોશ પર 15-દિવસની હેશટેગ ચેલેન્જ દર્શાવવામાં આવી હતી, જેમાં જોશીલા જોશ ક્રિએટર્સ અને યુઝર્સ દ્વારા 18,000થી વધુ વીડિયો રચનાઓનું યોગદાન આપવામાં આવ્યું હતું. આ વિશાળ સંગ્રહમાંથી ભારતીય નાગરિકોની વૈવિધ્યસભર પ્રતિભા અને એકતાનું પ્રતિનિધિત્વ કરતા કેટલાક ઉત્કૃષ્ટ વીડિયો પસંદ કરવામાં આવ્યા હતા અને આ ગીતમાં એકીકૃત કરવામાં આવ્યા હતા. પરિણામે, આ ગીત આપણા રાષ્ટ્રની ભાવના અને સંગીતના વારસાના શક્તિશાળી પ્રતીક તરીકે ઊભું છે, જે તેને સાંભળનાર બધા સાથે ગૂંજે છે.

bharat ka sur

આ ગીત, આર્ટિયમના ઇન-હાઉસ ટેલેન્ટ પૂલના શિક્ષકો દ્વારા ગાવામાં આવ્યુ છે, જેઓ પોતે સંગીત કલાકારો છે, જોશના ક્રિએટરોએ આ અસાધારણ ગીતમાં તેમના અનોખા અવાજો સામેલ કર્યા છે. ભારતની ભાવનાનું પ્રતિનિધિત્વ કરતુ, 4 મિનિટ 30 સેકન્ડનું આ ગીત બંગાળી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મલયાલમ, મરાઠી, ડોગરી, તમિલ, તેલુગુ, ભોજપુરી, રાજસ્થાની અને પંજાબી સહિત 12 ભાષાઓમાં ગાવામાં આવ્યું હતું.

"જોશને અમારા સર્જકો અને સંગીતકારોની પ્રતિભા અને જુસ્સો દર્શાવતું અનોખું રાષ્ટ્રગીત "ભારત કા સૂર"નું અનાવરણ કરવા માટે આર્ટિયમ એકેડેમી સાથે ભાગીદારી કરવાનો ગર્વ છે. ભારતમાં બનાવવામાં આવેલ મોટા પાયે યુજીસી ગીતની આ પ્રથમ રચના છે, અને અમે અમારા વપરાશકર્તાઓ અને પ્રેક્ષકોનો પ્રતિસાદ જોઈને રોમાંચિત છીએ. #BharatkaSur અભિયાન એ અમારા નિર્માતા સમુદાયને સશક્ત બનાવવા અને તેમને સહયોગ કરવા, શીખવા અને વિકાસ કરવાની તકો પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે." - સુંદર વેંકેટરામન, હેડ ઑફ ક્રિએટર અને કન્ટેન્ટ ઈકોસિસ્ટમ, જોશ

"આર્ટિયમ એકેડેમી ટેક્નોલૉજી અને મીડિયા ભાગીદારીનો ઉપયોગ કરીને તેના શીખનારાઓ અને સંગીત પ્રેમીઓને એક કરવા માંગે છે. અમે ભારતના વિવિધ ભાગોમાંથી પ્રતિભા દર્શાવતો આર્ટિયમ ઓરિજિનલ ટ્રેક "ભારત કા સૂર" પર જોશ સાથે સહયોગ કરવા માટે ઉત્સાહિત છીએ. સાથે મળીને, અમે સર્જકોને સશક્ત બનાવીએ છીએ અને આને લોકોનું અભિયાન બનાવીએ છીએ. "- વિવેક રાયચા, સહ સંસ્થાપક - આર્ટિયમ એકેડેમી

જોશ એપ ઉપરાંત, આ ગીત ડેલીહંટના પ્લેયર અને આર્ટિયમ ઓરિજિનલ્સ ચેનલ પર પણ ઉપલબ્ધ હશે.

આ અભિયાનને દિલ્હી પોલીસ અને મિરાજ સિનેમાઝ દ્વારા એક્સક્લુઝિવ મલ્ટિપ્લેક્સ પાર્ટનર તરીકે સપોર્ટ કરવામાં આવ્યો છે. અન્ય ફ્રીડમ પાર્ટનર્સ છે: એમટીવી, ડેલીહંટ, વન ઈન્ડિયા, ટી-સીરિઝ, સંગીત બાંગ્લા, ફિલ્મીબીટ, રેડએફએમ, ઈન્ક્લુઝિવ દિવ્યાંગજન આંત્રપ્રેન્યોર એસોસિએશન, સુરમ્ય લાઈફ ફાઉન્ડેશન, ડમરૂ, પંજાબી હિટ્સ, તબ્બર હિટ્સ, લિવિંગ ઈન્ડિયા ન્યૂઝ, આઈબીસી અને સિનેઉલગમ, શૉર્ટફ્લિક્સ, ડિવો, બ્રૉડવે, ઈન્ફ્લુ, ફેક્ટ બુલેટિન ન્યૂઝ, મ્યુઝિક એમ્પાયર, વીટીવી ગુજરાતી, ધ પૉલિટિક્સ, આનંદ ઑડિયો, એમએડી, વીએમ, ક્રેઝ આંત્રપ્રેન્યોર, અનાવરના મૂવી.

જોશ વિશે:

જોશ એ મેડ-ઇન-ઇન્ડિયા, શૉર્ટ-વીડિયો એપ છે જે ઓગસ્ટ 2020માં વર્સે ઇનોવેશન દ્વારા લૉન્ચ કરવામાં આવી હતી. તે ભારતના ટોચના 1000+ શ્રેષ્ઠ સર્જકો, સર્જકોના 20000 મજબૂત વ્યવસ્થાપિત સમુદાય, 10 સૌથી મોટા સંગીત લેબલ્સ, 15 મિલિયનથી વધુ યુજીસી સર્જકો, શ્રેષ્ઠ-ઇન-ક્લાસ સામગ્રી બનાવવાના સાધનો, સૌથી વધુ લોકપ્રિય મનોરંજન ફોર્મેટ અને પ્રચંડ વપરાશકર્તા વસ્તી વિષયકનું સંગમ રજૂ કરે છે. જોશને 100 મિલિયનથી વધુ ડાઉનલોડ્સ સાથે પ્લે સ્ટોર પર સતત ભારતમાં અગ્રણી ભારતીય શૉર્ટ-વીડિયો એપ તરીકે રેટિંગ આપવામાં આવ્યું છે. જોશ હાલમાં ભારતમાં 153 મિલિયન એમએયુ(માસિક સક્રિય વપરાશકર્તાઓ), 74 મિલિયન ડીએયુ(દૈનિક સક્રિય વપરાશકર્તાઓ) અને 23 મિનિટના સરેરાશ સમય સાથે ભારતમાં સૌથી ઝડપથી વિકસતી અને સૌથી વધુ વ્યસ્ત શૉર્ટ-વીડિયો એપ છે.

આર્ટિયમ એકેડેમી વિશે:

આર્ટિયમ એકેડમી એ ભારતનું અગ્રણી સંગીત શિક્ષણ અને સામુદાયિક પ્લેટફોર્મ છે જે ભારતના સુપ્રસિદ્ધ સંગીતકારો દ્વારા ડિઝાઇન કરાયેલા અને પ્રમાણિત અભ્યાસક્રમો ઑફર કરે છે, જે લાઇવ 1:1 ઑનલાઈન વર્ગોમાં પસંદ કરેલા શિક્ષકો દ્વારા વિતરિત કરવામાં આવે છે. ઉસ્તાદો દ્વારા લાઇવ અને ઇન્ટરેક્ટિવ માસ્ટરક્લાસિસ અને રેકૉર્ડ કરેલી સામગ્રીની વિશાળ લાઇબ્રેરી સાથે, ગાયક અને વાદ્યો બંને માટે આર્ટિયમના પ્રદર્શન-આધારિત અભ્યાસક્રમો દિગ્ગજો સોનૂ નિગમ, કે એસ ચિત્રા, શુભા મુદગલ, અરુણા સાઇરામ, લુઇસ બેંક્સ, રાજુ સિંહ, ગીનો બેંક્સ, અનીશ પ્રધાન અને અનંત વૈદ્યનાથન કે જેઓ આર્ટિયમના શૈક્ષણિક બોર્ડની રચના કરે છે તેમના દ્વારા સંચાલિત કરવામાં આવે છે. આર્ટિયમની માલિકીની ટેકનિકનો ઉપયોગ કરીને પાઠ વિતરિત કરવામાં આવે છે જેમાં તેની પોતાની વીડિયો કૉન્ફરન્સિંગ સુવિધા, લર્નિંગ ટૂલ્સ સાથે એમ્બેડેડ એઆઈ સક્ષમ પ્રેક્ટિસ સ્ટુડિયો અને સામાજિક અને સામુદાયિક જોડાણને આગળ વધારતા પ્રદર્શન પ્લેટફૉર્મનો સમાવેશ થાય છે. કંપની પાસે પહેલેથી જ વિશ્વભરના સેંકડો પ્રમાણિત શિક્ષકો અને હજારો પેઇડ શીખનારાઓ છે જેઓ આર્ટિયમના ઇન-હાઉસ ટેલેન્ટ પ્લેટફોર્મ આર્ટિયમ ઓરિજિનલ્સના માધ્યમથી મૌલિક સંગીત પણ રિલીઝ કરી શકે છે, જેણે યુટ્યુબ પર અત્યાર સુધીમાં 15+ ગીતો રિલીઝ કર્યા છે અને તેને લાખો વાર જોવામાં આવ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X