વધુ એક વર્ષ માટે જેપી નડ્ડા બીજેપીના રાષ્ટ્રિય અધ્યક્ષ બની રહેશે, કારોબારીમાં નિર્ણય લેવાયો

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જેપી નડ્ડાનો કાર્યકાળ 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, રાજનાથ સિંહે કાર્યકારિણી સમક્ષ પ્રસ્તાવ મૂક્યો તેને સર્વસંમતિથી સમર્થન મળ્યું છે.

નવી દિલ્હી : હાલ દિલ્હીમાં બીજેપીની રાષ્ટ્રિય કાર્યકારીણી યોજાઈ રહી છે અને પાર્ટી આગામી લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણી માટે સતત પ્રયત્ન કરી રહી છે. આ દરમિયાન હવે બીજેપીની રાષ્ટ્રિય કાર્યકારીણીમાં જેપી નડ્ડાને વધુ એક વર્ષ માટે બીજેપીના રાષ્ટ્રિય અધ્યક્ષ પદે રાખવાનો નિર્ણય લેવાયો છે.

jp nadda

ગૃહમંત્રી અમિત શાહે ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં મોટી જાહેરાત કરી હતી. તેમણે જાહેરાત કરતા જણાવ્યુ કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જેપી નડ્ડાનો કાર્યકાળ 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, રાજનાથ સિંહે કાર્યકારિણી સમક્ષ પ્રસ્તાવ મૂક્યો તેને સર્વસંમતિથી સમર્થન મળ્યું છે. હવે જેપી નડ્ડા જૂન 2024 સુધી બીજેપીના રાષ્ટ્રિય અધ્યક્ષ પદે રહેશે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે જેપી નડ્ડાનો કાર્યકાળ લંબાવવાની જાહેરાત કરતા અમિત શાહે કહ્યું કે, સંગઠન બંધારણ મુજબ ચૂંટાય છે. આ વર્ષ સદસ્યતાનું વર્ષ છે, કોવિડના કારણે સભ્યપદનું કામ સમયસર થઈ શક્યું નથી, તેથી બંધારણ મુજબ કાર્યને વિસ્તૃત કરવામાં આવ્યું છે. આ સ્થિતિમાં રાજનાથ સિંહે પ્રસ્તાવ મૂક્યો અને સર્વસંમતિથી સમર્થન મળ્યું છે.

માહિતી આપતા અમિત શાહે આગળ કહ્યું કે, જેપી નડ્ડા જૂન 2024 સુધી બીજેપીના રાષ્ટ્રિય અધ્યક્ષ રહેશે. તેમના અધ્યક્ષ પદે બિહારમાં સૌથી વધુ સ્ટ્રાઈક રેટ રહ્યો. મહારાષ્ટ્રમાં પણ એનડીએને બહુમતી મળી. યુપીમાં પણ જીત્યા, બંગાળમાં અમારી સંખ્યા વધી. નડ્ડાજીના નેતૃત્વમાં અમે ગુજરાતમાં પણ શાનદાર જીત મેળવી છે. પીએમ મોદીના નેતૃત્વમાં જેપી નડ્ડા સાથેની 2024ની લોકસભાની ચૂંટણી વધુ સારી કરશે. પાર્ટી 2019 કરતાં વધુ બેઠકો જીતશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X