For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચારા કૌભાંડ: લાલૂ પ્રસાદ યાદવ સહિત 45 દોષી સાબિત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

રાંચી, 30 સપ્ટેમ્બર: 17 વર્ષ જૂના ચારા કૌભાંડમાં આજે મહત્વપૂર્ણ ચૂકાદો આવવાનો છે. કરોડો રૂપિયાના ચારા કૌભાંડ સાથે જોડાયેલા આ કેસમાં સીબીઆઇની વિશેષ કોર્ટ આજે પોતાનો ચૂકાદો સંભાળવા દોષી ગણાવ્યા છે. સજા અંગેનો ફેંસલો 3 ઓક્ટોમ્બરના રોજ સંભળાવવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે હજુ સુધી લાલૂ પ્રસાદ યાદવની સજાના સમયગાળા અંગે એલાન થયું નથી, પરંતુ ત્રણથી સાત વર્ષની સજા થઇ શકે છે. આ સાથે જ લાલૂ પ્રસાદ યાદવનું રાજકીય ભવિષ્ય ખતમ થવાની અટકળો શરૂ થઇ ગઇ છે. બે વર્ષ કે તેથી વધુની સજા થતાં સાંસદ અને ધારાસભ્યને અયોગ્ય ગણાવવાના સુપ્રીમ કોર્ટના તાજેતરના ચૂકાદાના કારણે આમ થઇ શકે છે.

lalu prasad yadav

આ કેસમાં ચાઇબાસા ટ્રેજરીમાંથી ગેરકાયદેસર રીતે 37.70 કરોડ રૂપિયા કાઢવામાં આવ્યા હતા. 1996માં એફઆરઆઇ દાખલ થયા બાદ લગભગ 17 વર્ષ બાદ આ કેસમાં ચૂકાદો આવ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા સીબીઆઇને તપાસ સોંપવામાં આવ્યા બાદ ચાઇબાસા પોલીસમાં કાંડ નંબર 12/96ને તપાસ એજન્સીએ આરસી 20એ/96 નું નામ આપ્યું. તપાસ બાદ કેટલાક લોકો વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. તેમાંથી સાત આરોપીઓને મોતની સજા સંભળાવામાં આવી છે. સુનાવણી દરમિયાન સપ્લાયર પી કે જયસ્વાલે ચક્રવતીને ઝારખંડ હાઇકોર્ટે આરોપ મુક્ત ગણાવ્યા હતા. બે આરોપીઓને સરકારી સાક્ષી બનાવી લેવામાં આવ્યા હતા.

કોર્ટનો આ ચૂકાદો આવ્યા પહેલાં લાલૂ યાદવ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી સહિત કેટલાક આરોપી રવિવારે રાંચી પહોંચ્યા હતા. પત્રકારોના પ્રશ્નના જવાબમાં એરપોર્ટ પર લાલૂ પ્રસાદ યાદવે ફક્ત એટલું જ કહ્યું હતું કે તે ન્યાય મેળવવા માટે રાંચી આવ્યા છે અને કોર્ટના ચૂકાદા બાદ જ કોઇ પ્રતિક્રિયા આપશે. તેમના સ્વાગત માટે એરપોર્ટ ઝારખંડ સરકારમાં આરજેડી કોટાના મંત્રી અન્નપૂર્ણા દેવી અને સુરેશ પાસવાન સહિત બિહારના કેટલાક પૂર્વ મંત્રી તથા વરિષ્ઠ નેતા હાજર હતા.

આ ચૂકાદો ફક્ત લાલૂ યાદવ માટે મહત્વપૂર્ણ નથી પરંતુ જો ચૂકાદો લાલૂ પ્રસાદના વિરૂદ્ધ આવે છે તો બિહારના રાજકારણમાં કેટલાય સમીકરણો બગડી શકે છે. જો કે સૌથી મહત્વનો મુદ્દો હશે કે લાલૂ પ્રસાદના જેલ ગયા પછી લાલટેન કોણ સળગાવશે? અત્રે ઉલ્લેખનીય છે કે ગત વખતે આ ચારા કૌભાંડમાં લાલૂ જેલ ગયા હતા તો તેમને પોતાની પાર્ટી આરજેડીની કમાન પોતાની પત્ની રાબડી દેવીના હાથોમાં સોંપી દિધી હતી. આ વખતે લાગે છે કે જો લાલૂ પ્રસાદ વિરૂદ્ધ ચૂકાદો આવે તો પાર્ટીની કમાન તેમના સુપુત્ર તેજસ્વી યાદવના હાથોમાં હશે.

જો કે ચારા કૌભાંડના એક કેસમાં રાંચીની વિશેષ કોર્ટ પોતાનો ચૂકાદો સંભળાવશે. સંયુક્ત બિહારમાં પશુપાલન વિભાગમાં થયેલા કરોડોના ચારા કૌભાંડના કેસમાં લાલૂ પ્રસાદ યાદવ અને પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્ર મુખ્ય આરોપી છે. આ બંને ઉપરાંત આ વિભાગના મંત્રી, બે આઇએએસ અધિકારી સહિત 45 લોકો આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા હતા. આ બધા ઝારખંડના ચાઇબાસા જિલ્લાના કોષાગારમાંથી 37.70 કરોડ રૂપિયાની બનાવટી નિકાસ કરવાનો આરોપ છે. સીબીઆઇની વિશેષ કોર્ટના ન્યાયાધીશ પીકે સિંહ ગોટાળા સંબંધિત કેસનં આરસી 20 એ/96માં પોતાનો ચૂકાદો સંભાળશે.

English summary
The judgment on Rashtriya Janata Dal chief Lalu Yadav in a fodder scam case will be delivered today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X