Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારતભરના મુખ્ય સમાચાર પર એક નજર...

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

કાશ્મીરઃ તણાવગ્રસ્ત માહોલ છતાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

કાશ્મીરઃ તણાવગ્રસ્ત માહોલ છતાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

કાશ્મીર ખીણ પ્રદેશમાં સતત હિંસાત્મક પ્રદર્શનો ચાલી રહ્યાં છે. તેવામાં 2.8 લાખ લોકોએ અમરનાથનાં દર્શન કર્યાં છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કુલ 3.5 લાખ શ્રદ્ધાળુઓએ અમરનાથના દર્શન કર્યા હતા. આ યાત્રા 18મી ઓગસ્ટ સુધી ચાલુ રહેનાર છે.

બિહાર-આસામ પૂરમાં 27નાં મોત

બિહાર-આસામ પૂરમાં 27નાં મોત

નેપાળમાં ભારે વરસાદ થતાં બિહારના 12 જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી. બીજી બાજુ બ્રહ્મપુત્ર નદીના પૂરના પાણીને કારણે આસામના 21 જિલ્લાને અસર થઇ હતી. જેને પગલે 16 લાખ લોકો બેઘર બની ચૂક્યાં છે. પૂરમાં બિહારના 17 અને આસામના 10 લોકોએ જીવ ગુમાવ્યો છે.

આજે રાજ્યસભામાં રજૂ થઇ શકે જીએસટી બિલ

આજે રાજ્યસભામાં રજૂ થઇ શકે જીએસટી બિલ

GST બિલ પાસ કરાવવા અરૂણ જેટલી કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોના સિનિયર નેતાઓને મળ્યા હતા. યુપીના પક્ષ સમાજવાદી પાર્ટી તરફથી કેન્દ્રને સમર્થન મળી ચુક્યું છે. કોંગ્રેસના એક નેતાએ જણાવ્યું હતું કે જીએસટીના મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે સાચી દિશામાં વાતચીત ચાલી રહી છે. આજે બિલ રાજ્યસભામાં પસાર થઇ શકે છે.

15 રૂપિયા માટે એક દલિત દંપતીની હત્યા

15 રૂપિયા માટે એક દલિત દંપતીની હત્યા

ગુરુવારે ઉત્તર પ્રદેશના મેનપુરીમાં કુહાડીથી એક દલિત દંપતિની હત્યા કરી દેવાઇ હતી. દુકાનદાર અશોકે ભરત પાસેથી બાકીના 15 રૂપિયા માંગતા રકઝક થઇ હતી. જે બાદ આરોપીએ બન્નેને કુહાડીના ઘા ઝીંકી પતાવી દીધા હતા. પોલીસે અશોકની ધરપકડ કરી લીધી છે.

આજે બેંક કર્મચારીઓ હડતાળ પર કેન્દ્ર સરકારની જન વિરોધી

આજે બેંક કર્મચારીઓ હડતાળ પર કેન્દ્ર સરકારની જન વિરોધી

સુધારાઓના વિરૂદ્ધ બેંક અધિકારીઓ હડતાળ પર જઇ રહ્યા છે. હડતાળમાં 10 લાખ બેંક કર્મચારીઓ સહિત રાજ્યો દ્વારા સંચાલિત પ્રાઇવેટ 40 બેંકોનો પણ સમાવેશ થાય છે. જેને પગલે આજે બેંકો સંપૂર્ણ બંધ રહેશે.

ઇન્ડોનેશિયાઃ સુષ્માએ છેલ્લી ક્ષણે મૃત્યુ દંડથી બચાવ્યો ભારતીયને

ઇન્ડોનેશિયાઃ સુષ્માએ છેલ્લી ક્ષણે મૃત્યુ દંડથી બચાવ્યો ભારતીયને

12 વર્ષ પહેલા ઈન્ડોનેશિયામાં ડ્રગ્સ તસ્કરીમાં એક ભારતીય ગુરદીપસિંહની ધરપકડ થઇ હતી. ઇન્ડોનેશિયાની કોર્ટે ગુરુવારે ગુરદીપ સહિત 10ને ફાંસીની સજા સંભળાવી હતી. ગુરદીપને બચાવવા માટે ભારતીય વિદેશ મંત્રાલયે ઘણઆ પ્રયત્નો કર્યા હતા.

15મી ઓગસ્ટે મોદીને મારવાની ધમકી મળી

15મી ઓગસ્ટે મોદીને મારવાની ધમકી મળી

પીએમ નરેન્દ્ર મોદી પર હુમલો કરવા માટે આતંકવાદીઓ ટાંપીને બેઠા છે. આતંકી સંગઠન લશ્કર-એ-તોયબાએ મોદીને નિશાન બનાવી હુમલો કરવાનું ષડયંત્ર રચ્યું. આતંકીઓ પીએમ પર ડ્રોન વડે હુમલો કરવાની ફિરાકમાં છે. આ અંગે ગુપ્તચર એજન્સીઓએ ઇન્પુટ્સ આપ્યા છે.

કેજરીવાલના આરોપો સામે મોદીનું મૌન વ્રત

કેજરીવાલના આરોપો સામે મોદીનું મૌન વ્રત

અરવિંદ કેજરીવાલે વીડિયો જાહેર કરી મોદી ઉપર ગંભીર આરોપો લગાવ્યા હતા. કેજરીવાલે ત્યાં સુધી કહ્યું કે મોદી તેમને મરાવી પણ શકે છે. જો કે આવા આરોપો અંગે મોદીએ કોઇ પ્રતિક્રિયા આપી નથી.

મોંઘવારી વારસામાં મળી છેઃ અરુણ જેટલી

મોંઘવારી વારસામાં મળી છેઃ અરુણ જેટલી

નાણાપ્રધાન અરુણ જેટલીએ લોકસભામાં કોંગ્રેસ તરફ ઈશારો કરતાં જણાવ્યું હતું કે તમારી પાસેથી વારસામાં સારી વસ્તુ મળી જ નથી. કહ્યું કે તમારા કુસાશનનું પરિણામ છે, મોંઘવારી જે અમને વારસામાં મળી છે. અગાઉ રાહુલ ગાંધીએ પ્રહાર કર્યો હતો કે એનડીએ સરકારે મોંઘવારી જેવા મુદ્દાઓને પાછળ ધકેલી દીધા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X