Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સરદાર પટેલની પ્રતિમાને નકલી બંદૂકનો હાર પહેરાવતા વિવાદ

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ડી,જી. વણઝારાએ સરદાર પટેલની પ્રતિમાને નકલી બંદૂકનો હાર પહેરાવતા વિવાદ

ડી,જી. વણઝારાએ સરદાર પટેલની પ્રતિમાને નકલી બંદૂકનો હાર પહેરાવતા વિવાદ

પૂર્વ આઈપીએસ ઓફિસર ડી.જી.વણઝારાએ સરદાર પટેલની પ્રતિમાને નકલી બંદૂકવાળો હાર પહેરાવતા વિવાદ સર્જાયો છે. સુરતના વરાછા સ્થિત સરદાર સ્મૃતિભવન પર આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હાર પહેરાવવામાં આવ્યો હતો. પૂર્વ આઈપીએસ ઓફિસર ડી.જી. વણઝારાના સમર્થકો દ્વારા સુરતમાં રેલી યોજવામાં આવી હતી. જે બાદ સરદાર સ્મૃતિભવન પર તેમનુ સન્માન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન તેમણે સરદાર પટેલની પ્રતિમાને પેન અને નકલી બંદૂક લટકાવેલો હાર પહેરાવતા વિવાદ સર્જાયો છે. આ બાબતને લઈને પાસ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. શહેર પાસ દ્વારા જણાવાયું હતું કે, વણઝારા દ્વારા કરવામાં આવેલા આ કૃત્યને સાંખી લેવાશે નહિ. મહત્વનું છે કે વડોદરામાં શહીદ ભગતસિંહની પ્રતિમાને પણ તેઓ આવી જ નકલી બંદૂકવાળો હાર પહેરાવી ચૂક્યા છે.

બનાસકાંઠામાં બેરેકના સળિયા તોડી બે કેદી નાસી ગયા

બનાસકાંઠામાં બેરેકના સળિયા તોડી બે કેદી નાસી ગયા

બનાસકાંઠા જિલ્લામાં પોલીસની આંખોમાં ધૂળ નાંખી કેદીઓ નાસી છૂટવાની ઘટનાઓ અવારનવાર બની રહી છે. દિયોદરની સબજેલમાંથી શનિવારે વહેલી સવારે બે કેદીઓ નાસી છૂટવાની ઘટનાએ ચકચાર મચાવી છે. દિયોદર પોલીસ મથકની પાછળના ભાગે જ સબજેલ આવેલી છે. ચોરીના આરોપમાં કાચા કામના બે આરોપીઓને રાખવામાં આવ્યા હતા. આરોપીઓ જેલના કાટ ખાધેલા સળીયા પહોળા કરી બહાર નિકળ્યા હતા. પાછળના ભાગે દિવાલ સાથે જોડાયેલી પાઇપ દ્વારા અગાશીમાં ચઢી પલાયન થઇ ગયા હતા. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ ધાનેરા સબ જેલમાંથી પાંચ કેદીઓ નાસી છૂટ્યા હતા .

ડાંગ તથા સૌરાષ્ટ્રમાં ધીમી ધારે વરસાદ, અમદાવાદમાં વાદળ છવાયા

ડાંગ તથા સૌરાષ્ટ્રમાં ધીમી ધારે વરસાદ, અમદાવાદમાં વાદળ છવાયા

ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહેલા અમદાવાદીઓને વરસાદે હજી રાહત નથી આપી પરંતુ, બે દિવસથી વાદળછાયા વાતાવરણને પગલે ગરમીથી થોડી રહાત જ રૂર મળી છે સાથે સાથે ભેજનુ પ્રમાણ પણ વધ્યું છે. તો ડાંગમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. ડાંગના તથા ગુજરાતના હવાઇમથક સાપુતારાની આસપાસના , માલેગામ, શામગહાન, બારીપાડા, ભુરાપાણી, ચીરાપાડા, દબાસ, મોટીદબાસ, જાખાના, કોટમદર, ગલકુંડ, ચીચપાડા, ચીખલી, મહારાયચોંડ, બોરીગાંવઠા, આહેરડી, મુરબી, માળુંગા, નડગચોંડ સહિત અનેક ગામોમાં વહેલી સવારે ઝરમરીયો વરસાદ પડતા ઠંડકનો અનુભવ થયો હતો.

ઉધનામાં ધમધમતા દારૂના અડ્ડા પર મહિલાઓએ હલ્લાબોલ કરી હંગામો મચાવ્યો

ઉધનામાં ધમધમતા દારૂના અડ્ડા પર મહિલાઓએ હલ્લાબોલ કરી હંગામો મચાવ્યો

સુરત શહેરના ઉધના વિસ્તારમાં ધમધતા દારૂના અડ્ડા પર મહિલાઓએ હલ્લાબોલ કર્યો હતો. શહેરના ઉધના વિસ્તારમાં આવેલા પટેલનગરમાં ખુલ્લેઆમ દારૂનો અડ્ડો ચાલતો હતો જેથી રોષે ભરાયેલી મહિલાઓ અને બાળકોએ આ અડ્ડા પર પથ્થમારો કરીને હંગામો મચાવ્યો હતો. છેલ્લા કેટલાય સમયથી અહીં દારૂનો અડ્ડો ચાલતો હતો. જેને લઈને લોકોમાં ભારે રોષની લાગણી ફેલાયેલી હતી. અહીં દારૂના અડ્ડા પર આવતા લુખ્ખા તત્વોથી પણ લોકો પરેશાન થઈ ગયા હતા. જોકે આ અંગે સ્થાનિકો દ્વારા પોલીસને અનેક વખત ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ આજ સુધી તેના પર કોઈ કાર્યવાહી કરાઈ નહોતી. જેથી રોષે ભરાયેલી મહિલાઓએ જાતે જ કાર્યવાહી હાથમાં લઈને દારૂના અડ્ડાને જ નિશાન બનાવ્યું હતું અને પથ્થરમારો કર્યો હતો. જેમાં દારૂના અડ્ડાના મકાનમાં પણ તોડફોડ કરી હતી. લોકોએ આ મામલે પોલીસની નિષ્ક્રીયતા સામે રોષ વ્યક્ત કર્યો હતો.

દુષ્કર્મના આરોપસર જયશે પટેલની હકાલપટ્ટી કરતી ભાજપ

દુષ્કર્મના આરોપસર જયશે પટેલની હકાલપટ્ટી કરતી ભાજપ

વાઘોડિયાના લીમડામાં આવેલી પ્રસિદ્ધ પારૂલ યુનિવર્સિટી ખાતે ટ્રસ્ટી જયેશ પટેલ દ્વારા નર્સિંગની કોલેજની વિદ્યાર્થીની પર આચરવામાં આવેલા દુષ્કર્મના મુદ્દે વડોદરા ભાજપ દ્વારા આ ગંભીર આરોપસર જયેશ પટેલને ભાજપના સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમજ હોસ્ટેલની કેરટેકર ભાવના પટેલની ધરપકડ કરવામાં આવી છે. ભાજપ અગ્રણી જયેશ કે. પટેલ પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ વાઘોડિયા પોલીસ મથકે નોંધાવતા રાજકીય અને શિક્ષણ જગતમાં ભૂકંપ મચી ગયો છે . પોલીસે ભાવનાની ઉંજાથી ધરપકડ કરી હતી. ભાવના કેન્સર પીડિત છે અને એક મહિનાથી જ નોકરીમાં જોડાઈ હતી. પોલીસ ભૂગર્ભમાં ઉતરી ગયેલા જયેશ પટેલની તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

વાઘોડિયા બંધ, જયેશ પટેલના પૂતળા બાળવામાં આવ્યા

વાઘોડિયા બંધ, જયેશ પટેલના પૂતળા બાળવામાં આવ્યા

વાઘોડિયાની યુનિવર્સિટીમાં થયેલી બળાત્કારની ઘટનાના વિરોધમાં આજે વાઘોડિયા ગામના સરપંચે તેમજ વેપારીઓએ વાઘોડિયા બંધનું એલાન આપ્યું હતું. તેમજ લોકોએ આક્રોશભેર જયેશ પટેલના પૂતળાનું દહન કર્યું હતું. ગામના લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો જયેશ પટેલના કૃત્યથી ગામના નામને કંલક લાગ્યું છે અને આવા વ્યક્તિ સામે ઉગ્ર પગલાં લેવા જોઈએ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X