• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શીના બોરા હત્યા કેસઃ ડ્રાઇવર બનશે તાજનો સાક્ષી

By desk
|

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

શીના બોરા હત્યા કેસઃ ડ્રાઇવર બનશે તાજનો સાક્ષી

શીના બોરા હત્યા કેસઃ ડ્રાઇવર બનશે તાજનો સાક્ષી

ડ્રાઇવર શ્યામવર રાયને તાજના સાક્ષી બનાવવામાં સીબીઆઇને કોઇ વાંધો ન હોવાનું વિશેષ કોર્ટે જણાવ્યું. ગુના સંબંધી તમામ હકીકતો જાહેર કરવાની ડ્રાઇવરે તૈયારી બતાવી છે. ડ્રાઇવર શ્યામે ગયા મહિને કોર્ટમાં અરજી કરીને તાજના સાક્ષી બનાવવાની આજીજી કરી હતી.

...અને પ્રભુ ચાલુ ટ્રેને ઉતરી ગયા

...અને પ્રભુ ચાલુ ટ્રેને ઉતરી ગયા

રેલવે મંત્રી સુરેશ પ્રભુ સોમવારે દિલ્હીથી વિશેષ ટ્રેનમાં મેરઠ પહોંચ્યા હતા. મેરઠ સ્ટેશન પર તેમનાં સ્વાગત માટે નેતાઓ અને અધિકારીઓ ફૂલહાર લઈને તૈયાર હતા. સ્ટેશને ટ્રેન ધીમી પડતાં જ પ્રભુ ટ્રેનમાંથી ઊતરી ગયા અને ટ્રેન ઊભી રહે ત્યાં સુધીમાં તો તેઓ તેમના માટે બનાવેલા મંચ સુધી પહોંચી ગયા. સ્વાગત કરવા ઉભેલા નેતા અને અધિકારીઓને વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો ત્યારે મંચ પાસે દોડી ગયા હતા.

આગામી ફિલ્મમાં રોજના એક કરોડ લેશે અક્ષય

આગામી ફિલ્મમાં રોજના એક કરોડ લેશે અક્ષય

બોલીવૂડના મોંઘા કલાકારોની યાદીમાં અક્ષય કુમારનું નામ પણ સામેલ છે. આગામી ફિલ્મમાં અક્ષય કુમાર પોતીની ફી રોજના હિસાબે લેવાનો છે. આ પહેલાં અક્ષય ફિલ્મના નફામાં પોતાનો ભાગ રાખતો હતો. જો કે હવે તેણે પોતાની નીતિ બદલી રોજની ફી લેવાનું નક્કી કર્યું.

યુએસની થીંકટેંક સાથે મોદીની મીટિંગ

યુએસની થીંકટેંક સાથે મોદીની મીટિંગ

અફઘાનિસ્તાન, કતાર અને સ્વિત્ઝરલેન્ડના પ્રવાસ બાદ મોદી અમેરિકા પહોંચી ગયા છે. હાલ તેઓ બ્લેર હાઉસ ખાતે યુએસની થીંકટેંક સાથે ચર્ચા કરી રહ્યા છે. આ પહેલાં મોદીએ રીપ્રેટીએશન સેરેમનીમાં ભાગ લીધો હતો. જેમાં ભારતની 200થી વધારે ચોરાઇ ગયેલા સાંસ્કૃતિક વસ્તુઓને સ્વદેશ પર લાવવાની વાત કરવામાં આવી છે.

છોટા રાજન ગેંગનો વિજય મહાડિક ઝડપાયો

છોટા રાજન ગેંગનો વિજય મહાડિક ઝડપાયો

ક્રાઇમ બ્રાન્ચે મોસ્ટ વૉન્ટેડ ગેંગસ્ટર વિજય ઉર્ફે રાજુ ચન્દ્રકાંત મહાડિકને દબોચી લીધો છે. મહાડિક વિરુદ્ધ ખંડણી માટે ધમકી, ચોરી સહિતના અનેક ગુના નોંધાયેલા છે. ચોરીના એક ગુનામાં તે છેલ્લા ચાર વર્ષથી વોન્ટેડ હતો.

મણિનગર દક્ષિણી ફાટક પાસે એન્જિન ડ્રાઇવરની સાવધતાથી દુર્ઘટના ટળી

મણિનગર દક્ષિણી ફાટક પાસે એન્જિન ડ્રાઇવરની સાવધતાથી દુર્ઘટના ટળી

મણિનગરની દક્ષિણી રેલવે ફાટક પાસે એન્જિન ડ્રાઇવરની સાવધાનીને પગલે મોટી દુર્ઘટના ટળી હતી. સોમવારે સાંજે પાટા પર એન્જિન આવવાની સૂચના મળતા ગેટમેન ફાટક બંધ કરવા લાગ્યો હતો. જોકે ત્યાં બે દરવાજા હોવાથી બીજો દરવાજો બંધ કરાત પહેલા ત્યાં એસ.ટી બસ આવી ગઈ હતી. જ્યાં સામેથી એન્જિન આવી રહ્યુ હતું. જોકે એન્જિન ડ્રાઇવર ઇમરજન્સી બ્રેક મારતા એન્જિન અટકી ગયુ હતું અને બસમાં બેઠેલા આશરે 20 મુસાફરોનો બચાવ થયો હતો.

ધોરણ 9થી 12માં સેમેસ્ટર સિસ્ટમ રદ કરવાનો મહત્વનો નિર્ણય

ધોરણ 9થી 12માં સેમેસ્ટર સિસ્ટમ રદ કરવાનો મહત્વનો નિર્ણય

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સંચાલિત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં સોમવારથી શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે. વિદ્યાર્થીઓએ પુસ્તકો ખરીદી લીધાં છે, સેમેસ્ટર પદ્ધતિની માનસિકતા સાથે બાળકોએ શૈક્ષણિક કાર્યની શરૂઆત કરી દીધી છે. ત્યારે અચાનક સોમવારે શિક્ષણ વિભાગે ધો. 9થી 12માં સેમેસ્ટર પદ્ધતિ રદ કરવાની જાહેરાત કરી છે. પાંચેક વર્ષ પહેલાં વિચાર્યા વગર દાખલ કરાયેલી સેમેસ્ટર સિસ્ટમનો ધો. 9, 10, 11 અને 12માંથી રદ કરવાનો મહત્વનો નિર્ણય સરકારે લીધો છે. જેનો અમલ આજથી શરૂ થયેલા નવા શૈક્ષણિક સત્રથી જ લાગુ કરી દેવાયો છે.

પાલનપુરમાં પરિણીતાનો દફનાવેલો મૃતદેહ કાઢીને મોકલાયો પીએમ માટે

પાલનપુરમાં પરિણીતાનો દફનાવેલો મૃતદેહ કાઢીને મોકલાયો પીએમ માટે

પાલનપુર તાલુકાના મડાણા ગામની એક પરિણીતાએ ડાયાબિટીસની બિમારીથી કંટાળી રવિવારે એસઆરપી કેમ્પના ક્વાર્ટસમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. જો કે, આ અંગે બંનેના પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ થઇ ન હતી. અને તેની અંતિમવિધિ કરી દેવામાં આવી હતી. પરંતુ આ ઘટના અંગે પોલીસને જાણ થઈ હતી ઉચ્ચઅધિકારીના આદેશ આવ્યો હતો કે સરકારી ક્વાર્ટસમાં ઘટના બની હોવાથી મૃતદેહનું પીએમ કરાવવું પડે. આથી પીએસઆઇ એ.વી. દેસાઇ, મામલતદાર ગીતાબેન દેસાઇ, ડો. એલ.કે. નાયક, ગઢ સર્કલ ઓફિસર અમરતભાઇ પટેલની હાજરીમાં. બાવીસ વર્ષીય જોસનાબેન ચૌહાણ નોમૃતદેહ બહાર કાઢી ધારપુર હોસ્પિટલમાં પી.એમ. અર્થે મોકલી અપાયો હતો.

વાપીમાં દૂર ભરેલી કાર ઘરની દીવાલ સાથે અથડાઈ , ડ્રાઇવર ફરાર

વાપીમાં દૂર ભરેલી કાર ઘરની દીવાલ સાથે અથડાઈ , ડ્રાઇવર ફરાર

પારડીમાં સોમવારે દારૂ ભરેલી કાર નં.જીજે- 05-સીજી-1264 દારૂ ભરી પસાર થઇ હોવાની પારડી પોલીસને બાતમી મળતા હાઇવે પર વોચ ગોઠવી હતી. બાતમીવાળી કાર આવતા પોલીસે તેણે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં પોલીસથી બચવા દારૂ ભરેલી કાર ચાલકે બેફામ ઝડપથી કાર હંકારી મૂકી હતી.ચેકપોસ્ટ પર સ્પેશિયલ SRP ગૃપના ચેકીગ છતાં ચેકપોસ્ટ પરથી દારૂ ભરી નીકળેલી કારની બાતમી પારડી પોલીસને મળતા તેમણે કારનો પીછો કર્યો હતો. કાર ચાલક ખેપીયાએ પોલીસને જોઈ પૂરઝડપે કાર ભગાવતા કાર પરનો કાબૂ ગુમાવી દેતા કાર હાઇવેથી સર્વિસ રોડની સાઈડ પર આવેલા પંચરવાળાને ત્યાં ટાયરના ઢગલામાં ઘૂસી ગઈ હતી. ત્યાંથી કાર ખૂબ જ સ્પીડમાં હોવાના કારણે બાજુના મકાનની દિવાલ પાસે અથડાઈ અટકી ગઈ હતી. સદનસીબે કોઈ મોટો અકસ્માત કે જાનહાનિની ઘટના બની નથી. જોકે અકસ્માત થવા છતાં કાર ચાલક પોલીસ નજરથી ભાગવામાં સફળ રહ્યો હતો.

રાજુલામાં પુલ ઉપરથી ટ્રેક્ટર ખાબક્યું, ડ્રાઇવરનો બચાવ

રાજુલામાં પુલ ઉપરથી ટ્રેક્ટર ખાબક્યું, ડ્રાઇવરનો બચાવ

સાવરકુંડલા રોડ પર સાંજના પાંચેક વાગ્યાના સુમારે રાજુલા વિસ્તારમાથી રાજકોટ તરફ જઇ રહેલુ એક તોતિંગ ટ્રેલર ત્રીસ ફુટ ઉંચા પુલ પરથી નીચે ખાબકયુ હતુ. ટ્રેલરનુ ટાયર ફાટતા જ ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. ચાલકે સમય સુચકતા વાપરી તુરત કુદકો મારતા તેનો આબાદ બચાવ થયો હતો. જોકે થોડા સમય માટે પુલ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો.

કેન્દ્રીય રેલવેમંત્રી આજે મહેસાણામાં, નવી યોજનાઓ કરશે શિલાન્યાસ

કેન્દ્રીય રેલવેમંત્રી આજે મહેસાણામાં, નવી યોજનાઓ કરશે શિલાન્યાસ

ભાજપ દ્વારા આયોજીત ઉત્તરઝોન વિકાસ પર્વ સંમેલનમાં હાજરી આપવા આવી રહેલા રેલમંત્રી સુરેશ પ્રભુના આગમનને લઈ મહેસાણા રેલવે સ્ટેશન સ્ટેશનની રોનક વધી છે. આજે મહેસાણ રેલવે સ્ટેશને રેલવેમંત્રી સુરેશ પ્રભુના હસ્તે મહેસાણા-તારંગા હિલ,મિયાગામ-સમલાયા અને ભૂજ-નલિયા ગેજ પરિવર્તનની સાથે અમદાવાદ-મહેસાણા વિધુતીકરણ સહિતની ગેજ પરિવર્તનની સાથે વટવા-અમદાવાદ તીજી રેલ લાઇન,સોમનાથ-કોડીનાર અને મોડાસા -શામળાજી નવી રેલ લાઇન ,સુરેન્દ્રનગર-રાજકોટ રેલ લાઇન સહિતના પ્રોજેકટોનો શિલાન્યાસ કરવામાં આવશે.

એસીમાં ગેસ ભરતી વખતે થયો બ્લાસ્ટ, હોસ્પિટલમાં સ્ટાફની હડતાળને કારણે સારવારમાં વિલંબ

એસીમાં ગેસ ભરતી વખતે થયો બ્લાસ્ટ, હોસ્પિટલમાં સ્ટાફની હડતાળને કારણે સારવારમાં વિલંબ

કચ્છના માધાપરમાં રહેતા ચોવીસ વર્ષીય મહેન્દ્રભાઇ સોલંકી કલેક્ટર કચેરીના આયોજન વિભાગમાં આવેલી મુખ્ય ઓફિસમાં એસી ફિટ કરવાના કામ માટે આવ્યો હતો, ત્યારે એસીમાં ગેસ ભરતી વખતે અચાનક બ્લાસ્ટ થતાં તેને ગંભીર ઇજાઓ થઈ હતી. યુવકને 108 દ્વારા ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઇજાગ્રસ્તને યુવાનને સારવાર માટે હોસ્પિટલના સ્ટાફની હડતાળને કારણે અડધો કલાક રાહ જોવી પડી હતી. જોકે તેની હાલત નાજુક ગણાતા તાત્કાલિક હોસ્પિટલમાં રહેલા સુરક્ષા ગાર્ડ દ્વારા ઇમર્જન્સી વોર્ડમાં લઇ જવાયો હતો, અને વેન્ટિલેટર પર સારવાર આપવામાં આવી હતી.

કન્હૈયા કુમારના હુમલાખોર સાથે અમિત શાહની સેલ્ફી, થયો વિવાદ

કન્હૈયા કુમારના હુમલાખોર સાથે અમિત શાહની સેલ્ફી, થયો વિવાદ

જેએનયૂના વિદ્યાર્થી કન્હૈયા કુમાર પુણે જઇ રહ્યા હતા ત્યારે કોઇ શખ્સે તેમનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. હુમલાખોર યુવકે અમિત શાહ સાથેની સેલ્ફી સોશિયલ મીડિયા પર અપલોડ કરી છે. આ સેલ્ફીને પગલે વિવાદ વકર્યો છે.

સાધ્વી પ્રાચીનું પુનઃ વિવાદાસ્પદ નિવેદન

સાધ્વી પ્રાચીનું પુનઃ વિવાદાસ્પદ નિવેદન

અણસમજુ સાધ્વી પ્રાચીએ વધુ એક નિવેદન આપી વિવાદ છેડ્યો છે. તેણે કહ્યું હતું કે કોંગ્રેસ મુક્ત ભારત બનાવ્યું હવે મુસલમાન મુક્ત ભારત બનાવવું જોઇએં. રુડકીના સંઢોરામાં કુંઅર પ્રણવસિંહ ચૈમ્પિયનના મહેલ પર થયેલા હુમલાને સાધ્વીએ એક સાજીસ ગણાવી હતી.

મોદીના અમેરિકાના પ્રવાસને પગલે પાકિસ્તાન ચિંતામાં

મોદીના અમેરિકાના પ્રવાસને પગલે પાકિસ્તાન ચિંતામાં

પીએમ નરેન્દ્ર મોદી પાંચ દિવસીય વિદેશ પ્રવાસ દરમિયાન આજે અમેરિકાની મુલાકાતે ગયા. આ મુલાકાત દરમિયાન બન્ને દેશો વચ્ચે રક્ષા ક્ષેત્રે મહત્વની સમજૂતી થઇ શકે તેમ છે. ભારતને અમેરિકા પાસેથી ન્યૂક્લિયર મિસાઇલ કેરીયર મળે તેવી શક્યતા રહેલી છે. જેને પગલે પાકિસ્તાનની ચિંતામાં વધારો થયો છે.

દિલ્હીના ઉપ રાજ્યપાલ પીએમના જાસૂસ છેઃ 'આપ'

દિલ્હીના ઉપ રાજ્યપાલ પીએમના જાસૂસ છેઃ 'આપ'

આમ આદમી પાર્ટીએ દિલ્હીના ઉપરાજ્યપાલ નજીબ જંગ પર ગંભીર આરોપ લગાવ્યા. ગૃહમંત્રાલયે 24મી મેના રોજ એક પત્ર લખીને દિલ્હી સરકાર પાસે તમામ ડેપ્યુટેડ ઓફિસરોની જાણકારી મંગાવી. દિલ્હી સરકારમાં કરાર ઉપર કામ કરતા હોય તેવા લોકોના નામ પણ જણાવવા કહ્યું છે. જે બાદ દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ફરી ઘર્ષણની સ્થિતિ પેદા થઇ ગઇ.

English summary
June 7 read todays top news pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more