બીજેપી નેતાનું પ્રમોશન સ્ટંટ? મોદી અને કાબિલ બન્નેને કરી પ્રમોટ!

Posted By:
Subscribe to Oneindia News

બીજેપીના જનરલ સેક્રેટરી કૈલાશ વિજયવર્ગીયે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે. જેને જોઇને તે સમજવું મુશ્કેલ થઇ જાય છે કે તે રાજકારણ કરી રહ્યા છે કે ફિલ્મનું પ્રમોશન? આ પોસ્ટમાં તેમણે હાલમાં રજૂ થનારી બે ફિલ્મો રઇઝ અને કાબિલનો ઉલ્લેખ કર્યો છે. હૃતિક રોશનની ફિલ્મ કાબિલના ટાઇટલને લઇને તેમણે આ પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમણે જવાબદારીપૂર્ણ વ્યક્તિ તરીકે ઓળખાવ્યા છે. તો બીજી તરફ રાહુલ ગાંધી રઇઝ ગણાવ્યા છે. તેમણે તેમની પોસ્ટમાં લખ્યું છે કે કાબિલ વ્યક્તિ હોય તો તે ભલેને ચાવાળો હોય વડાપ્રધાન બની શકે છે. પણ ક્યારેક તેવું પણ બને છે કે મોઢામાં ચાંદીની ચમચી લઇને જન્મેલા રઇઝને પણ ફાટેલા કૂર્તા પહેરવાનો વારો આવે છે.

Read also: આ તો કેવું પ્રમોશન? શાહરૂખ ખાનનું જીવલેણ પ્રમોશન

#IndiaFrist

#IndiaFrist

નોંધનીય છે કે તેમણે આ પોસ્ટ #IndiaFristના હેશટેગ પાસે તેમના એકાઉન્ટ પર ટોપપીન કર્યો છે. વધુમાં તેમણે લખ્યું છે કે અમારા દેશના કાબિલ બધી રીતે પરદેશી રઇઝથી શ્રેષ્ઠ છે. વધુમાં તેમના ફેસબુક એકાઉન્ટમાં પણ તેમણે લખ્યું છે કે રઇઝ દેશનો નથી તે કોઇ કામનો નથી અને કાબિલ દેશભક્ત છે.

દાઉદની તુલના શાહરૂખ ખાન સાથે

દાઉદની તુલના શાહરૂખ ખાન સાથે

એટલું જ નહીં કૈલાશે વડોદરામાં રઇઝના રેલ પ્રમોશન વખતે જે વ્યક્તિની મોત થઇ તે માટે પણ શાહરૂખ ખાનને જવાબદાર ગણાવ્યો છે. તેમણે કહ્યું કે દાઉદ પણ રસ્તા પર ઉતરી આવે તો ભીડ જમા થઇ જશે. વડોદરામાં થયેલી મોત માટે એક્ટર જ જવાબદાર છે.

કેમ છે શાહરૂખ પર ગુસ્સો?

કેમ છે શાહરૂખ પર ગુસ્સો?

નોંધનીય છે કે કૈલાશ વિજયવર્ગીય જે બીજેપીના જનરલ સેક્રેટરી પણ છે તે બોલીવૂડના બન્ને ખાનોથી ખીજાયેલા છે. જે પાછળ આમિર ખાન અને શાહરૂખ ખાનની અસહિષ્ણુતા વાળી કમેન્ટ જવાબદાર છે તેમ મનાઇ રહ્યું છે. તેમણે દગંલની રિલિઝ વખતે પણ આવી જ ટિપ્પણી કરી હતી. અને હવે રઇઝની રિલિઝ પહેલા પણ તેમણે પોતાના સોશ્યલ મીડિયા પર આવી ટિપ્પણી કરી વિવાદ ઊભો કર્યો છે.

રઇઝનો વિરોધ

રઇઝનો વિરોધ

નોંધનીય છે કે વડોદરામાં એક વ્યક્તિની મોત બાદ, ગુજરાતમાં અમદાવાદ, સુરત અને વડોદરામાં ઠેર ઠેર રઇઝની ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે ગુજરાતમાં રઇઝના શૂટિંગ વખતેત પણ શાહરૂખ ખાનની કાર પર લોકોએ પથ્થરમારો કર્યો હતો. અને આ માટે બજરંગદળ અને શાહરૂખની અસહિષ્ણુતા વાળી ટિપ્પણી જવાબદાર હતી તેવું માનવામાં આવે છે.

English summary
Kailash Vijayvargiya Shahrukh Khan Raees Kaabil comparison underworld don Dawood Ibrahim.
Please Wait while comments are loading...