બીજેપીમાં જોડાવા જઈ રહ્યા છે કમલનાથ? જાણો દિલ્હી પહોંચીને શું કહ્યું?
લોકસભા ચૂંટણી પહેલા પક્ષ પલટુ નેતાઓની પલટીઓ શરૂ થઈ ગઈ છે. આ સ્થિતી વચ્ચે એવા અહેવાલો વહેતા થયા છે કે પુર્વ મુખ્યમંત્રી કમલનાથ કોંગ્રેસ છોડી શકે છે.
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથ અને તેમના પુત્ર નકુલ નાથના ભાજપમાં જોડાવાની અટકળોએ જોર પકડ્યું છે.

આ અહેવાલો વચ્ચે દિલ્હી પહોંચેલા પૂર્વ સીએમ કમલનાથે બીજેપીમાં જોડાવાના સમાચાર પર પોતાનું મૌન તોડ્યું છે. કમલનાથે પોતે મીડિયાના સવાલોના જવાબ આપ્યા. અહીં તેમણે એ વાતને નથી નકારી કે તેઓ બીજેપીમાં નહીં જોડાય.
પૂર્વ સીએમ કમલનાથ અને તેમના પુત્ર નકુલ નાથના ભાજપમાં જોડાવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. છિંદવાડાના સાંસદ નકુલ નાથે X હેન્ડલથી પોતાની પ્રોફાઇલમાંથી કોંગ્રેસનું નામ પણ હટાવી દીધું છે. આ દરમિયાન દિલ્હી પહોંચેલા કમલનાથે મીડિયાના સવાલોના જવાબ આપ્યા.
દિલ્હી પહોંચ્યા બાદ મીડિયાએ પૂછ્યું કે શું તેઓ બીજેપીમાં જોડાવા જઈ રહ્યા છે, જેના પર કમલનાથે કહ્યું કે, જો આવી કોઈ વાત થશે તો હું તમને પહેલા તમને જણાવીશ. જે પછી તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ આ વાતનો ઈન્કાર કરશે? ત્યારે તેઓએ કહ્યું કે તેને નકારવાનો કોઈ અર્થ નથી, તમે લોકો આ બોલો છો.
કમલનાથે વધુમાં કહ્યું કે, તમે લોકો ઉત્સાહિત થઈ રહ્યા છો. હું ઉત્સાહિત નથી, એક રીતે અથવા બીજી રીતે, મુદ્દો એ છે કે જો આવું કંઈક થાય તો હું તમને જાણ કરનાર પ્રથમ હોઈશ.
સમાચાર અનુસાર, દિલ્હી પહોંચ્યા બાદ કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે રાજધાનીમાં સત્તાધારી પક્ષ બીજેપી નેતૃત્વના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી છે.
એક દિવસ પહેલા 16 ફેબ્રુઆરીના રોજ મધ્યપ્રદેશ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માએ બંને કોંગ્રેસી નેતાઓનું ભાજપમાં ખુલ્લા દિલથી સ્વાગત કરવાની વાત કરી હતી. સાથે જ કહ્યું કે, ભાજપનો કોઈ મોટો નેતા આ બંને વિરુદ્ધ કોઈ નિવેદન નથી આપી રહ્યો.












Click it and Unblock the Notifications
