Kangana Ranaut: 'જૂઠ્ઠી, આ રહ્યા તારા બીફ ખાવાના પુરાવા', કંગના ફરીથી થઈ ગઈ ટ્રોલ
Kangana Ranaut Beef Row: હિમાચલ પ્રદેશની મંડી સીટ પરથી ભાજપની લોકસભા ઉમેદવાર અને અભિનેત્રી કંગના રનૌત હાલમાં 'બીફ' ખાવાના વિવાદને લઈને ચર્ચામાં છે.
હવે કંગના રનૌતે કહ્યું છે કે, 'મેં ક્યારેય બીફ કે કોઈ પ્રકારનું રેડ મીટ ક્યારેય ખાધું નથી.' આ નિવેદન બાદ કંગના સોશિયલ મીડિયા પર વધુ ટ્રોલ થઈ રહી છે.

કંગના રનૌતે 8 એપ્રિલે ટ્વિટ કરીને કહ્યું કે, 'હું બીફ કે અન્ય કોઈપણ પ્રકારના લાલ માંસનું સેવન કરતી નથી. તે શરમજનક છે કે મારા વિશે સંપૂર્ણપણે પાયાવિહોણી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. હું દાયકાઓથી યોગિક અને આયુર્વેદિક જીવનશૈલીની હિમાયત અને પ્રચાર કરી રહી છું. આવી રણનીતિ મારી વિરુદ્ધ કામ કરશે નહીં અને મારી છબીને કલંકિત કરી શકશે નહીં. મારા લોકો મને ઓળખે છે અને તેઓ જાણે છે કે હું ગૌરવપૂર્ણ હિંદુ છું અને તેમને કંઈપણ ક્યારેય ગેરમાર્ગે દોરી શકે નહીં, જય શ્રી રામ.'
I don’t consume beef or any other kind of red meat, it is shameful that completely baseless rumours are being spread about me, I have been advocating and promoting yogic and Ayurvedic way of life for decades now such tactics won’t work to tarnish my image. My people know me and…
— Kangana Ranaut (Modi Ka Parivar) (@KanganaTeam) April 8, 2024
બીફ વિવાદ પર કંગના રનૌતે સ્પષ્ટતા કરતા જ સોશિયલ મીડિયા યુઝર્સે તેને ફરીથી ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. ઘણા લોકોએ કંગના રનૌતની જૂની બીફ ટ્વીટને તેના ટ્વીટની નીચે કોમેન્ટ કરીને શેર કરી છે. એક યુઝરે કંગનાનું જૂનું ટ્વીટ શેર કર્યું અને લખ્યું કે, 'તમે જૂઠા છો. આ તમારા બીફ ખાવાનો પુરાવો છે.'
Liar! Explain how you were openly supporting beef few years ago 👇
— Ankit Mayank (@mr_mayank) April 8, 2024
Beef eaters & supporters should stay away from the sacred land of Himachal.
No matter what, the people of Mandi will defeat you with over a lakh votes.#KanganaRanaut pic.twitter.com/JsFKPlb79e
અન્ય એક યુઝરે લખ્યું, 'શું તમે કે તમારું બોડી ડબલ હતું જેણે આ ટ્વિટ કર્યું હતું? અથવા કદાચ ઋતિક રોશને તમારી સાથે આવું કર્યું હશે.
I don’t consume beef or any other kind of red meat, it is shameful that completely baseless rumours are being spread about me, I have been advocating and promoting yogic and Ayurvedic way of life for decades now such tactics won’t work to tarnish my image. My people know me and…
— Kangana Ranaut (Modi Ka Parivar) (@KanganaTeam) April 8, 2024
કંગના રનૌતે વાયરલ થયેલા એક જૂના ટ્વીટમાં લખ્યું હતું કે, "બીફ અથવા અન્ય કોઈ માંસ ખાવામાં કંઈ ખોટું નથી. આ ધર્મ વિશે નથી!'' જો કે, કંગના રનૌતે તેના લેટેસ્ટ ટ્વીટમાં જણાવ્યું નથી કે તેનું આ જૂનું ટ્વીટ ક્યારે અને શા માટે કરવામાં આવ્યું હતું. વનઈન્ડિયા આ વાયરલ જૂના ટ્વિટની પુષ્ટિ કરતું નથી.












Click it and Unblock the Notifications
