Lok Sabha Election 2024: કંગના રનોતનુ લોકસભા ચૂંટણી લડવાનુ નક્કી! હિમાચલ પ્રદેશની આ સીટથી મળી શકે ટિકિટ
Kangana Ranaut Lok Sabha Elections 2024: બૉલિવુડ અભિનેત્રી કંગના રનૌત ભારતીય જનતા પાર્ટી (BJP)ની ટિકિટ પર આગામી લોકસભા ચૂંટણી લડશે તે લગભગ નિશ્ચિત છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે ભાજપ મથુરાથી કંગના રનૌતને ટિકિટ આપી શકે છે. પરંતુ હવે અહેવાલો દાવો કરી રહ્યા છે કે ભાજપ કંગનાને હિમાચલ પ્રદેશથી ચૂંટણી લડાવવાની યોજના બનાવી રહી છે.
જો અહેવાલોનું માનીએ તો ભાજપ હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી કંગના રનૌતને ટિકિટ આપી શકે છે. જોકે આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જો કે, કેટલાક અહેવાલોમાં એવી ચર્ચા છે કે કંગનાને ચંદીગઢથી પણ ઉમેદવાર બનાવવામાં આવી છે.

નોંધનીય છે કે કંગના રનૌત મૂળ મંડી જિલ્લાની વતની છે અને રાજપૂત સમાજમાંથી આવે છે. મંડીમાં રાજપૂત સમાજના મતદારો મોટી સંખ્યામાં છે. વળી, મંડીમાં અનુસૂચિત જાતિના મતદારો પણ સારી સંખ્યામાં છે કે જેઓ ભાજપના સમર્થક ગણાય છે.
ઉલ્લેખનીય છે કે હિમાચલની ચાર લોકસભા સીટો પર 1 જૂને મતદાન થશે. આ સાથે જ ત્યાંની છ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી પણ 1 જૂનના રોજ યોજાશે. કોંગ્રેસના છ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા બાદ આ બેઠકો ખાલી પડી છે.
તમને જણાવી દઈએ કે ભાજપે અત્યાર સુધીમાં બે યાદી જાહેર કરી છે અને 267 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ત્રીજી યાદી પણ ટૂંક સમયમાં આવી શકે છે. આ માટેની તારીખ 20 કે 21 માર્ચ હોવાનું કહેવાય છે. જેમાં કંગના રનૌતનું નામ પણ આવી શકે છે.












Click it and Unblock the Notifications
