સાંસદ બનતા જ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર થપ્પડ પડી, ખેડૂતો વિરોધી નિવેદન જવાબદાર
બોલિવૂડની અભિનેત્રી રાહુલ કંગના રનૌત હવે સાંસદ બની ગઈ છે. તેના વાહિયાત નિવેદનો માટે બદનામ કંગનાને ચંદીગઢ એરપોર્ટ પર થપ્પડ પડી હોવાના અહેવાલ છે.
અહેવાલો અનુસાર, કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર CISF ગાર્ડ દ્વારા થપ્પડ મારવામાં આવી છે. અભિનેત્રીએ આક્ષેપો કરીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. થપ્પડ મારનાર ગાર્ડનું નામ કુલવિંદર કૌર હોવાનું કહેવાય છે.

કંગના રનૌતના રાજકીય સલાહકાર અનુસાર, ચંદીગઢ એરપોર્ટની અંદર CISF મહિલા ગાર્ડે કંગના રનૌતને થપ્પડ મારી હતી. તેઓએ માંગ કરી છે કે સીઆઈએસએફ ગાર્ડને હટાવવા જોઈએ અને તેમની સામે વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે.
દાવો કરવામાં આવી રહ્યો છે કે, CISF ગાર્ડ ખેડૂતોના આંદોલન વિરુદ્ધ બોલવા બદલ કંગના રનૌતથી નારાજ હતી.
જણાવી દઈએ કે, મંડીથી લોકસભા ચૂંટણી જીત્યા બાદ કંગના રનૌત આજે દિલ્હી જવા રવાના થઈ છે. આ દરમિયાન ચંદીગઢ એરપોર્ટ પરથી થપ્પડ પડી છે.
સોશિયલ મીડિયા પર પોતાનો ફોટો શેર કરતા કંગનાએ કહ્યું હતું કે તે સંસદમાં જઈ રહી છે. કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીર પણ શેર કરી છે.












Click it and Unblock the Notifications
