For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Kanjhawala Case: કાંઝાવાલા કેસમાં વધુ 2 લોકો સામેલ, ઘટના બાદ આરોપીઓની કરવા આવ્યા હતા મદદ

કાંઝાવાલા કેસની ગંભીરતાને જોતા દિલ્લી પોલીસે પ્રેસ કૉન્ફરન્સ કરીને સવાલનો જવાબ આપ્યા છે.

|
Google Oneindia Gujarati News

Kanjhawala Case: ન્યૂ યરની રાતે દિલ્લીના સુલતાનપુરીમાં કાંઝાવાલા વિસ્તારમાં 20 વર્ષની યુવતીની સ્કૂટીને ટક્કર મારીને ઘણા કિલોમીટર સુધી ઢસડીને આપેલા મોતની ગુત્થી હજુ સુધી ઉકેલાઈ શકી નથી. આના માટે દિલ્લી પોલીસ પર ઘણા સવાલો ઉઠી રહ્યા છે. કેસની ગંભીરતાને જોતા દિલ્લી પોલીસના સ્પેશિયલ સીપી સાગર પ્રીત હુડ્ડા ગુરુવારે પ્રેસ કૉન્ફરન્સ કરી અને આ કેસમાં જોડાયેલ બધા સવાલોના જવાબ આપ્યા.

kanjhawala case

દિલ્લી પોલીસના સ્પેશિયલ સીપીએ કહ્યું કે આ ઘટનામાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પરંતુ બે વધુ આરોપીઓ પણ સામેલ છે. તે આરોપીને મદદ કરવા આવ્યા હતા. ઘટના બાદથી તે ફરાર છે. તેમની શોધમાં પોલીસના દરોડા ચાલુ છે. સ્પેશિયલ સીપી હુડ્ડાના જણાવ્યા મુજબ પાંચેય આરોપીઓના નિવેદનોમાં સતત વિરોધાભાસ છે. તે સતત પોતાના નિવેદનો બદલી રહ્યા છે. ઘટના બાદ તેની મદદ માટે બે લોકો આવ્યા હતા, જ્યારે પાંચ મુખ્ય આરોપી ઓટોની મદદથી ભાગી ગયા હતા.

દિલ્લી પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ સ્પષ્ટ થઈ ગયુ છે કે આરોપી અને અંજલિની અગાઉ કોઈ ઓળખ નહોતી. આ સિવાય યૌન શોષણની થિયરી પણ ખોટી છે. જ્યારે શરૂઆતમાં એવા સમાચાર હતા કે અકસ્માત સમયે આરોપી દીપક વાહન ચલાવી રહ્યો હતો પરંતુ હવે દિલ્લી પોલીસે અલગ દાવો કર્યો છે કે અમિતની ડ્રાઈવિંગ વખતે આ દૂર્ઘટના બની. આના પુરાવા પણ મેળવી લીધા છે.

વળી, ઘટના પછી આશુતોષ અને અંકુશ નામના આરોપી તેની મદદ કરવા આવ્યા હતા. તે હજુ પણ ફરાર છે. દિલ્લી પોલીસની 18 ટીમ તેમની શોધમાં લાગેલી છે. સ્પેશિયલ સીપીના જણાવ્યા મુજબ તેઓ હજુ પણ અંતિમ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. તપાસ ટીમ મજબૂત ચાર્જશીટ બનાવવાનો પૂરો પ્રયાસ કરી રહી છે જેથી અંજલિના ગુનેગારોને કડકમાં કડક સજા થઈ શકે.

પોલીસના જણાવ્યા મુજબ અમિત પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ન હતુ. આવી સ્થિતિમાં તેના ભાઈએ દીપકને પોલીસને નિવેદન આપવા કહ્યુ કે તે કાર ચલાવતો હતો. આ કેસમાં પોલીસે જે બે નવા આરોપી બનાવ્યા છે તેમાં એક અમિતનો ભાઈ છે. પોલીસના હાથમાં એક નવુ સીસીટીવી ફૂટેજ આવ્યુ છે, જેમાં પાંચ આરોપીઓ કારમાંથી બહાર નીકળતા જોવા મળે છે. જ્યાં કાર રોકાઈ ત્યાં બંને નવા આરોપીઓ તેમની મદદ કરવા ઉભા હતા.

English summary
Kanjhawala Case: two more involved apart 5 in the case says Delhi Police
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X