કન્નડ અભિનેતા સુરજ કુમારનો થયો ભયંકર અકસ્માત, બચાવવા કાપવો પડ્યો પગ
કન્નડ એક્ટર સૂરજ કુમાર, જેને ધ્રુવનના નામથી પણ ઓળખવામાં આવે છે. સૂરજ કુમાર 24 જૂન 2023ના રોજ એક મોટા રોડ અકસ્માતનો શિકાર બન્યા હતા. મીડિયા અહેવાલો અનુસાર, આ ભયાનક માર્ગ અકસ્માતમાં સૂરજને તેના જમણા પગમાં ગંભીર ઈજા થઈ હતી અને ડોક્ટરોએ તેનો જીવ બચાવવા માટે તેનો પગ કાપવો પડ્યો હતો.
મીડિયા અહેવાલો અનુસાર કન્નડ અભિનેતા સૂરજ કુમાર 24 જૂન, 2023 ના રોજ બેગુર નજીક મૈસૂર-ગુંડલુપર હાઈવે પર તેની બાઇક પર જઈ રહ્યા હતા. તે જ સમયે તેની બાઇકનો અકસ્માત થયો હતો. તેને મૈસુરની મણિપાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી હતી. હવે એવા અહેવાલ છે કે ડોકટરોએ તેનો જીવ બચાવવા માટે તેનો જમણો પગ કાપી નાખવો પડ્યો હતો.

તમને જણાવી દઈએ કે બાઈક ચલાવવાના શોખીન અભિનેતા સૂરજ કુમાર પોતાની બાઇક પર મૈસૂરથી ઉટી જઈ રહ્યા હતા. 24 જૂનના રોજ સાંજે 4 વાગ્યે હાઇવે પર ટ્રેક્ટરને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે તેની બાઇકે કાબુ ગુમાવ્યો હતો અને એક ટીપરની લારી સાથે અથડાઈ હતી. ડોકટરોએ તેનો જીવ બચાવવા તેનો જમણો પગ ઘૂંટણની નીચે કાપી નાખ્યો હતો.
મળતી માહિતી મુજબ, 24 વર્ષીય અભિનેતા સૂરજ કુમાર ડૉ. રાજકુમારની પત્ની પર્વતમ્માનો ભત્રીજો છે. ઉપરાંત તે ફિલ્મ પ્રોડ્યુસર એસ એ શ્રીનિવાસનો પુત્ર છે. કન્નડ સુપરસ્ટાર શિવરાજ કુમાર અને તેની પત્નીએ હોસ્પિટલમાં સૂરજની મુલાકાત લીધી હતી.
સૂરજ કુમાર કન્નડ ફિલ્મોમાં 'ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા' ફિલ્મથી ડેબ્યૂ કરવાના હતા, જેનું નિર્દેશન અનૂપ એન્થોનીએ કર્યું હતું. કન્નડ સ્ટાર દર્શને પણ આ ફિલ્મ લોન્ચ કરી હતી જે પાછળથી અજ્ઞાત કારણોસર પડતી મૂકવામાં આવી હતી.
સૂરજ કુમાર બીજી ફિલ્મ 'રથમ' પર કામ કરી રહ્યો હતો. સૂરજ કુમારે અભિનેત્રી અને મોડલ પ્રિયા પ્રકાશ વારિયર સાથે પણ એક પ્રોજેક્ટ સાઈન કર્યો છે, પરંતુ ફિલ્મને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.












Click it and Unblock the Notifications
