For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાનપુર દૂર્ઘટના પર પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ, પરિવારજનોને 2 લાખ રૂપિયાના વળતરનુ એલાન

ઉત્તર પ્રદેશના કાનપુરમાં ગઈ રાતે ભીષણ અકસ્માત સર્જાયો જેમાં લગભગ 17 લોકોના મોત થઈ ગયા. આ દૂર્ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

લખનઉઃ ઉત્તર પ્રદેશના કાનપુરમાં ગઈ રાતે ભીષણ અકસ્માત સર્જાયો જેમાં લગભગ 17 લોકોના મોત થઈ ગયા. આ દૂર્ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યુ છે. દૂર્ઘટના પર દુઃખ વ્યક્ત કરીને પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાના વળતરનુ એલાન કર્યુ છે. આ વળતર પ્રધાનમંત્રી રાહત કોષથી આપવામાં આવશે. પ્રધાનમંત્રી કાર્યાલયથી ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપવામાં આવી છે. ટ્વિટમાં કહેવામાં આવ્યુ છે કે કાનપુર માર્ગ અકસ્માત દર્દનાક છે, ઘણા લોકોએ આ દૂર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવી દીધો છે. હું તેમના પરિવારજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરુ છુ અને કામના કરુ છુ કે જે લોકો ઘાયલ થયા છે તેઓ જલ્દીમાં જલ્દી રિકવર થઈ જાય.

modi

દૂર્ઘટનામાં જે લોકો ઘાયલ છે તેમને 50 હજાર રૂપિયાના વળતરનુ એલાન કરવામાં આવ્યુ છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ છે. અમિત શાહે ટ્વિટ કરીને લખ્યુ કે કાનપુર માર્ગ અકસ્માતમાં જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારજનો પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરુ છુ. ઈશ્વર લોકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. હું કામના કરુ છુ કે જે લોકો દૂર્ઘટનામાં ઘાયલ થયા છે તેઓ જલ્દી રિકવર થાય. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ દૂર્ઘટના પર દુઃખ વ્યક્ત કરીને ટ્વીટ કર્યુ. ઉત્તર પ્રદેશના કાનપુરમાં માર્ગ અકસ્માતમાં લોકોના મૃત્યુથી દુઃખી છુ. દુઃખના આ સમયમાં મૃતકોના પરિવારજનો પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરુ છુ. હું પ્રાર્થના કરુ છુ કે ઘાયલો જલ્દીમાં જલ્દી ઠીક થાય.

તમને જણાવી દઈએ કે લખનઉથી દિલ્લી જઈ રહેલી બસ સામેથી આવી રહેલ એક ઑટો સાથે ટકરાઈ ગઈ. આ ઑટો ખોટી દિશામાંથી આવી રહી હતી જેના કારણે આ દૂર્ઘટના બની. રિપોર્ટ અનુસાર આ દૂર્ઘટનામાં 17 લોકોના જીવ જઈ ચૂક્યા છે. કાનપુર રેંજના ઈન્સ્પેક્ટર જનરલ ઑફ પોલિસ મોહિત અગ્રવાલે જણાવ્યુ કે ઘાયલોનો ઈલાજ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કાર્યાલય તરફથી પણ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ વરિષ્ઠ અધિકારીઓના તરત જ ઘટના સ્થળે પહોંચવાના નિર્દેશ આપ્યા અને પીડિતોને દરેક સંભવ મદદ પહોંચાડવા માટે કહ્યુ છે. આ સાથે જ મુખ્યમંત્રીએ ઘાયલોને સારો ઈલાજ પૂરો પાડવાના નિર્દેશ પણ આપ્યા છે.

English summary
Kanpur accident: PM Modi express condolences announces 2 lakh ex gratia.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X