‘નરેન્દ્ર મોદી કોઈ બીજા દેશમાં પીએમ હોત તો તેમને રાજીનામુ આપવુ પડત'

કોંગ્રેસ અને તેમના નેતા કેન્દ્ર સરકાર અને ખાસ કરીને હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધવાનો કોઈ મોકો છોડતા નથી.

કોંગ્રેસ અને તેમના નેતા કેન્દ્ર સરકાર અને ખાસ કરીને હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધવાનો કોઈ મોકો છોડતા નથી. વરિષ્ઠ વકીલ અને કોંગ્રેસના વરિષ્ઠ વકીલ નેતા કપિલ સિબ્બલ પણ હુમલો કરવામાં પાછળ નથી. પોતાના પુસ્તક 'શેડ્ઝ ઓફ ટ્રુથ' ના વિમોચન પ્રસંગે કપિલ સિબ્બલે નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો છે. આ પુસ્તકમાં કપિલ સિબ્બલે મોદી સરકારના છેલ્લા સાડા ચાર વર્ષના કામકાજનું વિશ્લેષણ કર્યુ છે.

મોદી સરકારની નીતિઓ અસફળ

મોદી સરકારની નીતિઓ અસફળ

કપિલ સિબ્બલે લખ્યુ છે કે કેવી રીતે મોદી સરકારની નીતિઓ અસફળ રહી છે અને કેવી રીતે લોકોને કરવામાં આવેલા વચનો પૂરા ના કરીને તેમની સાથે દગો કરવામાં આવ્યો છે. સિબ્બલે આંકડા અને તર્ક સાથે પોતાના પુસ્તકમાં વાતોને સમજીવવાની કોશિશ કરી છે. પુસ્તકના વિમોચન પ્રસંગે કપિલ સિબ્બલે નોટબંધી અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ. સિબ્બલે કહ્યુ કે જો મોદી કોઈ બીજા દેશમાં હોત તો તેમને રાજીનામુ આપવુ પડત.

પીએમને આપવુ પડતુ રાજીનામુ

પીએમને આપવુ પડતુ રાજીનામુ

કપિલ સિબ્બલે કહ્યુ, ‘મહાન નેતા (મોદી) એ આપણને નોટબંધી આપી જેના કારણે આપણે જીડીપીનો 1.5 હિસ્સો ગુમાવી દીધો. જો તેઓ કોઈ બીજા દેશમાં હોત તો તેમને રાજીનામુ આપવુ પડત.' તેમણે કહ્યુ, ‘જે રીતે જીએસટી લાગુ કરવામાં આવ્યો તેનાથી બહુ નુકશાન થયુ. જીએસટીને બહુ હડબડાટીમાં લાગુ કરવામાં આવ્યો છે.' સિબ્બલ આટલે જ ના રોકાયા. તેમણે પોલિસી અને જીડીપી મામલે પણ મોદી સરકારને ઘેરી. કપિલ સિબ્બલે કહ્યુ, ‘તેઓ (મોદી) અમારા પર પોલિસી પેરાલિસિસનો આરોપ લગાવતા હતા, પરંતુ આ જ નીતિગત પંગુતા 8.2 ટકા સરેરાશ જીડીપી લઈને આવી જે ભારતના ઈતિહાસમાં ક્યારેય નથી થયુ. તમે વિચારો આજે તો કોઈ પોલિસી પેરીલિસિસ નથી પરંતુ તેમછતા અર્થવ્યવસ્થાની શું સ્થિતિ છે.'

મનમોહન સિંહે પણ તોડ્યુ મૌન

મનમોહન સિંહે પણ તોડ્યુ મૌન

પુસ્તકના વિમોચર પર પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે પણ કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે. મનમોહન સિંહે બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો. સિંહે કહ્યુ કે દેશના બે કરોડ યુવાનો નોકરીની રાહ જોઈ રહ્યા છે પરંતુ નોકરી નથી મળી રહી. છેલ્લા ચાર વર્ષોમાં રોજગાર વૃદ્ધિદરમાં ભારે ઘટાડો થયો છે. ખેડૂતો રસ્તા પર છે તો બેરોજગારોને રોજગાર નથી મળી રહ્યો. દલિતો અને લઘુમતીઓમાં અસુરક્ષાનો માહોલ છે અને મોદી સરકારની વિદેશ નીતિ પણ અસફળ રહી છે.

આગામી ચૂંટણી ‘મોદી વિરુદ્ધ ભારત'

આગામી ચૂંટણી ‘મોદી વિરુદ્ધ ભારત'

કપિલ સિબ્બલના પુસ્તકના વિમોચનમાં સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરી પણ જોડાયા. યેચુરીએ કહ્યુ કે આજે પૂછવામાં આવી રહ્યુ છે કે ચૂંટણીમાં મોદી સામે વિપક્ષનો કયો ચહેરો હશે પરંતુ આ ચર્ચા મહત્વ નથી ધરાવતી. તેમણે કહ્યુ, ‘આગામી ચૂંટણી આ સરકારને હરાવવા માટે થશે. હું કહુ છુ કે આ ચૂંટણી નેતાઓ વચ્ચે નહિ થાય પરંતુ મોદી અને ભારત વચ્ચે થશે. ચૂંટણી મોદી વિરુદ્ધ ભારત હશે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X