Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ફિલ્મોમાં કિસ્મત અજમાવી રહ્યાં છે કપિલ સિબ્બલ !

bandook-kapil-sibal
નવી દિલ્હી, 17 જાન્યુઆરી: કેબિનેટ મિનિસ્ટર કપિલ સિબ્બલ હવે ફિલ્મોમાં પોતાની કિસ્મત અજમાવી રહ્યાં છે. અરે ના ના અમે નથી કહી રહ્યાં કે તે રાજકારણ છોડી દેશે. જો કે આવતીકાલે શુક્રવારે રિલિઝ થનારી ફિલ્મ 'બંદૂક' માટે કપિલ સિબ્બલે એક ગીત લખ્યું છે.

આમ તો તમને ખબર જ હશે કે કપિલ સિબ્બલને લખવું ખૂબ જ પસંદ છે અને તેમને બે પુસ્તકો પણ લખ્યાં છે. આ ફિલ્મ તેલુગૂ એક્ટર આદિત્ય ઓમની ડાયરેક્ટોરિયલ ડેબ્યૂ ફિલ્મ છે. એક ઇવેન્ટ દરમિયાન આદિત્યની મુલાકાત કપિલ સિબ્બલ સાથે થઇ હતી અને તેમને પોતાની આગામી ફિલ્મ માટે એક-બે ગીતો લખવા માટે વિનંતી કરી હતી, જે ગન કલ્ચર પર બનવા જઇ રહી છે.

કપિલ સિબ્બલે લખેલા ગીતના બોલ છે. બાવરે નૈના... જો ભી કહના ચુપ ચુપ કહેના અને જે ગીતને નિખિલે ગાયું છે. આમ તો ભલે કપિલ સિબ્બલ ફિલ્મી દુનિયામાં આ પ્રથમ ગીત છે, પરંતુ બની શકે છે આગળ જતાં તે આગળ વધે, કારણ કે તેમના કેટલાક આલ્બમ પહેલાંથી જ તૈયાર છે. આ આલ્મબના એક ગીતને અદનાન સામીએ ગાયું છે. જો કે કપિલ સિબ્બલ આને ફિલ્મી સફરની શરૂઆત માનતા નથી પરંતુ એક નવો પડાવ માને છે.

ફિલ્મીની સ્ટોરી ક્રાઇમ અને રાજકારણની આસપાસ ફર્યા કરે છે. આ ગીત બે લોકો જુદા પડતા હોવાની સિચ્યુએશન પર લખ્યું છે. આ અંગે ફિલ્મના ડાયેક્ટરનું કહેવું છે કે કપિલ સિબ્બલ પાસે ગીત લખાવવું ઘણું મહત્વપૂર્ણ છે. આ ફિલ્મમાંથી કપિલ સિબ્બલ જ્યાં ડેબ્યૂ કરી રહ્યાં છે, તો બીજી તરફ અલ્તાફ રાજા પણ બોલીવુડમાં વાપસી કરી રહ્યાં છે. ફિલ્મની સ્ટોરી દેશભરમાં અલગ-અલગ પ્રકારની બંદૂકો અને તેના ઉપયોગ અને પ્રોડક્શનને આસપાસ બનેલી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X