For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Karnataka Next CM: કર્ણાટકના આગલા સીએમ કોણ, શું આજે ડીકે શિવકુમારને ખડગે આપશે જન્મદિવસની ભેટ?

|
Google Oneindia Gujarati News

Karnataka Next CM: કર્ણાટકમાં પ્રચંડ જીત બાદ કોંગ્રેસમાં રાજ્યના આગામી મુખ્યમંત્રીને લઈને ચર્ચા તેજ થઈ ગઈ છે. રાજ્યના આગામી મુખ્યમંત્રી ડીકે શિવકુમાર હશે કે સિદ્ધારમૈયા તે અંગે તે અંગે પાર્ટીમાં હજુ પણ સસ્પેન્સ યથાવત છે.

આજે પાર્ટી રાજ્યના આગામી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરશે તેવુ માનવામાં આવી રહ્યુ છે. રવિવારે કોંગ્રેસ વિધાનસભ્ય દળની બેઠકમાં વિધાનમંડળ પક્ષના નેતાની પસંદગી કરવા માટેનો નિર્ણય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર છોડવામાં આવ્યો હતો.

congress

તમને જણાવી દઈએ કે ખડગેની સામે સૌથી મોટો પડકાર એ છે કે આ મોટી જીત બાદ વિધાનમંડળ પક્ષમાં કોઈ પણ પ્રકારનો અણબનાવ ન થવા દેવો. ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયાના સમર્થકોએ જે રીતે તેમના નેતાઓના સમર્થનમાં નારા લગાવ્યા છે, તેનાથી પાર્ટી માટે નવી સમસ્યા ઊભી થઈ છે.

'ચલને ઈન્ટીમેટ સીન કરીએ', Sacred Gamesમાં બોલ્ડ સીન માટે નવાઝુદ્દીનને આ રીતે તૈયાર કરતી હતી કુબ્રા સૈત'ચલને ઈન્ટીમેટ સીન કરીએ', Sacred Gamesમાં બોલ્ડ સીન માટે નવાઝુદ્દીનને આ રીતે તૈયાર કરતી હતી કુબ્રા સૈત

સિદ્ધારમૈયા અનુભવી છે કે જેઓ પહેલા રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. વળી, ડીકે શિવકુમાર એ સિદ્ધારમૈયાના કાર્યકાળમાં મંત્રી રહી ચૂક્યા છે. તેથી જો ડીકેને સીએમ બનાવવામાં આવશે તો સિદ્ધારમૈયાની છાવણીમાં અસંતોષ જોવા મળશે.

સિદ્ધારમૈયા સાથે જવું ખડગે માટે વધુ સારો વિકલ્પ જણાય છે. જો પક્ષના ટોચના સૂત્રોનું માનીએ તો ખડગે સીએમ તરીકે સિદ્ધારમૈયાના નામની જાહેરાત કરી શકે છે, જ્યારે ડીકે શિવકુમારને મોટું મંત્રાલય આપવામાં આવી શકે છે. તેઓ સરકારમાં નંબર બે પદ પર રહેશે.

Chanakya Niti: જે મળ્યુ છે એને સંભાળીને રાખો, નહિતર કશુ નહિ મળેChanakya Niti: જે મળ્યુ છે એને સંભાળીને રાખો, નહિતર કશુ નહિ મળે

પાર્ટીના નજીકના સૂત્રનું કહેવું છે કે ડીકે શિવકુમારને મોટી જવાબદારી સોંપવામાં આવશે અને બાદમાં તેમને મુખ્યમંત્રીની ખુરશી સોંપવામાં આવશે. જો કે કોંગ્રેસ પાર્ટી સીએમની પસંદગી અંગે કહી રહી છે કે ટૂંક સમયમાં અમે તેનો ઉકેલ લાવીશું, પરંતુ જે રીતે સીએમને લઈને પાર્ટીની અંદર રસ્સાકસી ચાલી રહ્યો છે તેનાથી નિશ્ચિત છે કે પક્ષમાં બધુ ઠીક નથી.

ચૂંટણીમાં જીત બાદ એક તરફ ડીકે શિવકુમાર ભાવુક થઈ ગયા અને સોનિયા ગાંધીને યાદ કર્યા, તો બીજી તરફ સિદ્ધારમૈયાએ જીત માટે તમામ નેતાઓનો ફાળો ગણાવ્યો પરંતુ ડીકે શિવકુમારનું નામ ન લીધુ.

English summary
Karanataka next chief minister will be announce by Mallikarjun kharge today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X