For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કારગિલ દિવસઃ કારગિલના બે શહીદોના અંતિમ પત્રો, શું હતી તેમની ઈચ્છા

કારગિલના યુદ્ધને આજે 19 વર્ષ પૂરા થઈ ગયા છે અને જ્યારે જ્યારે આ તારીખ આવે છે ત્યારે એ તમામ શહીદોની યાદ પણ આવે છે જેમણે નાની ઉંમરમાં પોતાનુ જીવન દેશના નામે કુર્બાન કરી દીધુ.

|
Google Oneindia Gujarati News

કારગિલના યુદ્ધને આજે 19 વર્ષ પૂરા થઈ ગયા છે અને જ્યારે જ્યારે આ તારીખ આવે છે ત્યારે એ તમામ શહીદોની યાદ પણ આવે છે જેમણે નાની ઉંમરમાં પોતાનુ જીવન દેશના નામે કુર્બાન કરી દીધુ. આ નામોમાંથી એક નામ હતુ કેપ્ટન વિક્રમ બત્રા અને કેપ્ટન વિજયંત થાપરનું. જે સમય યુદ્ધ થયુ તે સમયે ના તો સોશિયલ મીડિયા હતુ કે ના ફોન આટલો લોકપ્રિય હતો. બંને ઓફિસરોએ શહીદ થતા પહેલા પોતાના ઘરે એક ચિઠ્ઠી મોકલી હતી અને આ ચિઠ્ઠીમાં તેમણે પોતાની અંતિમ ઈચ્છા પોતાના પરિવારને જણાવી હતી. કેપ્ટન બત્રા શહીદી સમયે માત્ર 24 વર્ષના હતા તો કેપ્ટન થાપર માત્ર 22 વર્ષના હતા. બંનેએ પોતાના અદમ્ય સાહસ અને વીરતાનો પરિચય આપીને માતૃભૂમિની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યુ હતુ.

kargil

ભાઈ વિશાલને લખી ચિઠ્ઠી

શ્રીનગર-લેહ માર્ગની બરાબર ઉપરથી મહત્વપૂર્ણમ 5,140 ચોટીને પાક સેનાથી મુક્ત કરાવવાની જવાબદારી કેપ્ટન વિક્રમ બત્રાને આપવામાં આવી. ખૂબ જ દુર્ગમ ક્ષેત્ર હોવા છતાં વિક્રમ બત્રાએ પોતાના સાથીઓ સાથે 20 જૂન 1999 ના રોજ સવારે ત્રણ વાગેને 30 મિનિટે આ ચોટીને પોતાના કબ્જામાં લીધી. આ પહેલા 16 જૂને કેપ્ટન પોતાના જોડિયા ભાઈ વિશાળને દ્રાસ સેક્ટરથી ચિઠ્ઠી લખી હતી - 'પ્રિય કુશુ, હું પાકિસ્તાનીઓ સામે લડી રહ્યો છુ. જીવન જોખમમાં છે. અહીં કંઈ પણ થઈ શકે છે. ગોળીઓ ચાલી રહી છે. મારી એક બટાલિયનના એક ઓફિસર આજે શહીદ થઈ ગયા. નોર્ધન કમાન્ડમાં બધાની રજાઓ રદ કરી દેવામાં આવી છે. ખબર નહિ ક્યારે પાછો આવીશ. તુ મા અને પિતાજીનું ધ્યાન રાખજે. અહીં કંઈ પણ થઈ શકે છે.'

શું લખ્યુ હતુ કેપ્ટન થાપરે

22 રાજપૂતાના રાઈફલ્સમાં ડિસેમ્બર 1998 માં કેપ્ટન થાપરને કમિશન મળ્યુ અને વિજયંતને દેશ સેવાનો મોકો મળ્યો. વિજયંતની યુનિટ કુપવાડામાં આતંક વિરોધી અભિયાન ચલાવી રહી હતી. ઘુસણખોરોને ભગાડવા તોલોલિંગ તરફ દ્રાસ મોકલવામાં આવી. વિજયંતે પોતાના અંતિમ પત્રમાં લખ્યુ હતુ, 'પ્રિય પપ્પા, મમ્મી, બિરદી અને ગ્રેની જ્યારે તમને આ પત્ર મળશે ત્યારે હું તમને આકાશમાંથી જોઈ રહ્યો હોઈશ અને અપ્સરાઓની મહેમાનગતિ માણી રહ્યો હોઈશ. મને કોઈ પસ્તાવો નથી. ત્યાં સુધી કે જો હું ફરીથી જન્મ લઈશ તો હું સેનામાં જ ભરતી થઈશ અને દેશ માટે લડીશ. જો તમે આવી શકતા હોવ તો પ્લીઝ આવો અને જુઓ કે ભારતીય સેના તમારા સારા ભવિષ્ય માટે કેવા દુર્ગમ જગ્યાઓ પર દુશ્મનો સામે લડાઈ લડે છે. જ્યાં સુધી યુનિટનો સંબંધ છે તો આ બલિદાનને સેનામાં ભરતી થયેલા નવા જવાનોને જરૂર બતાવવી જોઈએ. મારા શરીરનો જે પણ ભાગ કાઢીને તેનો લપ્રયોગ કરી શકાય તેને કાઢી લેવો. અનાથાલયોમાં દાન કરતા રહેજો અને રૂખસાનાને દર મહિને 50 હજાર રૂપિયા જરૂર મોકલી દેજો અને યોગી બાબાને મળતા રહેજો. બેસ્ટ ઓફ લક ટુ ઓલ. લિવ લાઈફ કિંગ સાઈઝ, રોબિન.' કેપ્ટન થાપરને લોકો પ્રેમથી રોબિન બોલાવતા હતા.

English summary
Kargil Diwas: the last letters of 2 martyrs lost their life while fighting in Kargil against Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X