For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોલિંગ બુથ પર પૈસા વહેંચતા પકડાયા ભાજપ, કોંગ્રેસના કાર્યકર્તા

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં 222 સીટો પર મતદાન ચાલી રહ્યુ છે. ચૂંટણી આયોગના આંકડા અનુસાર કર્ણાટકમાં ત્રણ વાગ્યા સુધી 56 ટકા મતદાન થઈ ચૂક્યુ છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં 222 સીટો પર મતદાન ચાલી રહ્યુ છે. ચૂંટણી આયોગના આંકડા અનુસાર કર્ણાટકમાં ત્રણ વાગ્યા સુધી 56 ટકા મતદાન થઈ ચૂક્યુ છે. સમગ્ર રાજ્યમાં લોકો મતદાન માટે પોતાના ઘરોમાંથી બહાર નીકળ્યા અને પોતાના મતના અધિકારનો ઉપયોગ કર્યો. આ દરમિયાન એક ચોંકાવી દેતી ઘટના સામે આવી. એક અંગ્રેજી ચેનલના જણાવ્યા અનુસાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ લોકોના વોટર આઈડીની ઓળખ કરી અને તેમને પૈસા આપ્યા.

cong-bjp

અંગ્રેજી ચેનલના જણાવ્યા મુજબ દક્ષિણ બેંગ્લોરમાં નલિની રઘુનાથ રાવ ડિગ્રી કોલેજમાં મતદાન કેન્દ્રની બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ પૈસા વહેંચ્યા. કોંગ્રેસના કાર્યકર્તાઓ પર એક મતદાતાને 600 રૂપિયા આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તો ભાજપ પર 500 રૂપિયા આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપ લગાવવામાં આવ્યો છે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓએ વોટર્સ આઈડી જોયા અને પછી તેમને પૈસા આપ્યા. શનિવારે કર્ણાટકમાં સાત વાગે મતદાન શરૂ થઈ હતુ. પરંતુ ઈલેકટ્રોનિક વોટિંગ મશીનો (ઈવીએમ) માં ટેકનિકલ ખરાબીના કારણે ઘણી જગ્યાએ મતદાન મોડૂ શરૂ થયુ હતુ.

મતદાન દરમિયાન કેટલીક જગ્યાઓએ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આપસમાં બાખડ્યાના પણ સમાચાર છે. બેંગલુરુના હંપી નગરમાં 1 પોલિંગ બુથ પર કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તા આપસમાં ભિડાઈ ગયા હતા. ભાજપના સમર્થકોનો આરોપ છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓએ આનંદ નામના ભાજપના એક કોર્પોરેટર પર હુમલો કરી દીધો જેના લીધે આ ઝઘડો થયો. વળી, વિજયનગરથી ભાજપના ઉમેદવાર રવિન્દ્રસિંહે ત્યાં હાજર પોલિસ પર આ દરમિયાન ચૂપ બેસી રહેવાનો આરોપ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે, કર્ણાટકમાં 4,98 કરોડથી વધુ મતદાતા છે. આ મતદાતાઓમાં 2,52 કરોડથી વધુ પુરુષો, લગભગ 2.44 કરોડ મહિલાઓ શામેલ છે. આ વખતે ચૂંટણીમાં 200 મહિલા ઉમેદવાર પણ પોતાનું ભાગ્ય અજમાવી રહી છે. શનિવારે એક વાગ્યા સુધી 37 ટકા થી વધુ મતદાન થઈ ચૂક્યુ હતુ. મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. જનતાનો નિર્ણય એટલે કે મતોની ગણતરી 15 મે ના રોજ કરવામાં આવશે.

English summary
karnataka assembly election 2018 bengaluru congress bjp workers caught distributing cash
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X