For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ માટે ખરાબ સમાચાર, ડીકે શિવકુમાર પાર્ટીથી નારાજ

કર્ણાટકમાં 104 સીટો જીતીને બહુમત થી નજીક પહોંચનાર બીજેપી પાસેથી સત્તા છીનવીને કોંગ્રેસ અને જેડીએસ ના હાથમાં સત્તા અપાવનાર કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર નારાજ છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં 104 સીટો જીતીને બહુમત થી નજીક પહોંચનાર બીજેપી પાસેથી સત્તા છીનવીને કોંગ્રેસ અને જેડીએસ ના હાથમાં સત્તા અપાવનાર કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર નારાજ છે. મળતી માહિતી અનુસાર નારાજ શિવકુમારને રાજી કરવાની જવાબદારી ગુલામ નબી આઝાદ અને અશોક ગહેલોતને સોંપવામાં આવી છે. ડીકે શિવકુમાર કર્ણાટકમાં કોંગ્રેસ માટે કેટલા અગત્યના છે તેની અંદાઝો આ વાતથી લગાવી શકાય છે કે ડેપ્યુટી સીએમ માટે તેમનું નામ પણ ચર્ચામાં હતું. પરંતુ છેલ્લે જી. પરમેશ્વરા બાજી મારી ગયા.

રાહુલ ગાંધીના પ્રવાસ દરમિયાન યોગ્ય સમ્માન મળ્યું નહીં

રાહુલ ગાંધીના પ્રવાસ દરમિયાન યોગ્ય સમ્માન મળ્યું નહીં

શિવકુમાર વોકકાલિંગા સમુદાયથી આવે છે જેના કારણે તેમને ડેપ્યુટી સીએમ બનાવવું કોંગ્રે ને યોગ્ય લાગ્યું નહીં. જેનું કારણ હતું કે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી પણ આ સમુદાયથી આવે છે. ડેપ્યુટી સીએમ પદ નહીં મળવા પર શિવકુમારે જણાવ્યું કે તેમને કોઈ પદની લાલચ નથી. પરંતુ ખરેખર શિવકુમારની નારાજગી પાર્ટીમાં તેમની સતત થતી અનદેખી છે. એવું કહેવામાં આવે છે કે રાહુલ ગાંધીના કર્ણાટક પ્રચાર દરમિયાન પણ તેમને યોગ્ય સમ્માન મળ્યું નહીં. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ડીકે શિવકુમાર નવી સરકારમાં બે મોટા મંત્રાલય અથવા પ્રદેશ અધ્યક્ષ પદ ઇચ્છતા હતા.

શિવકુમાર વિના કુમારસ્વામી બહુમત સાબિત નહીં કરી શકે

શિવકુમાર વિના કુમારસ્વામી બહુમત સાબિત નહીં કરી શકે

કોંગ્રેસ અને જેડીએસ કર્ણાટક વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો છે. જો શિવકુમાર તેમની સાથે પાંચ વિધાયક પણ લઇ ગયા તો તેમની સરકાર પડી ભાગશે. આ કારણ છે કે રાહુલ ગાંધી એ ગુલામ નબી આઝાદ અને અશોક ગેહલોત ને શિવકુમારને મનાવવાની જવાબદારી સોંપી છે.

કોંગ્રેસ માટે સંકટમોચન બન્યા હતા ડીકે શિવકુમાર

કોંગ્રેસ માટે સંકટમોચન બન્યા હતા ડીકે શિવકુમાર

કર્ણાટકમાં જેવા ત્રિશંકુ સરકાર બનવાના પરિણામ દેખાયા તેની સાથે જ કોંગ્રેસ પાર્ટી ઘ્વારા ગુલામ નબી આઝાદને કામે લગાડી દીધા. ડીકે શિવકુમારે પોતાની પાર્ટીના વિધાયકો બીજેપીથી બચાવ્યા. ડીકે શિવકુમારે નિર્દલીય વિધાયકો સાથે વાતચીત કરીને તેમને પોતાના પક્ષમાં લીધા. એટલું જ નહીં પરંતુ જે રિસોર્ટમાં કોંગ્રેસના 78 વિધાયકો રોકાયા હતા, તે રિસોર્ટ પણ ડીકે શિવકુમારનું છે.

English summary
Karnataka: Bad sign for congress before floor test, DK Shivkumar seems angry with party
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X