કર્ણાટક ભાજપના ધારાસભ્યોની 14 મેએ બેઠક

કર્ણાટકની રાજધાની બેંગલોરમાં મળી રહેલી બેઠકમાં કર્ણાટક ભાજપ પોતાના નવા નેતા પસંદ કરશે. પાર્ટીના નેતા એમ વેંકૈયા નાયડુએ બુધવારે આ માહિતી આપી હતી. નાયડુએ જણાવ્યું કે પાર્ટીના કેન્દ્રીય સંસદીય બોર્ડના પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરીને ધારાસભ્યોની બેઠકમાં સામેલ થવાનું કહેવામાં આવ્યું છે. પાર્ટીના નેતા ધર્મેન્દ્ર પ્રધાન પણ આ બેઠકમાં ભાગ લેશે. તેઓ કર્ણાટક ભાજપના નવા નેતાની પસંદગી થાય ત્યાં સુધી ગડકરીને સહયોગ આપશે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામોએ કર્ણાટક ભાજપને આકરો ઝાટકો આપ્યો છે. સતાતરૂઢ પાર્ટી માત્ર 40 બેઠકો મેળવી શકી છે. જ્યારે ગત ચૂંટણી એટલે કે વર્ષ 2008માં ભાજપને 110 બેઠકો પર વિજય પ્રાપ્ત થયો હતો.
આ અંગે નાયડુએ જણાવ્યું કે કોંગ્રેસને પૂર્ણ બહુમત મળ્યો એ સારી બાબત છે. આ કારમે રાજ્યમાં એક સ્થિર સરકારની આશા વધારે પ્રબળ બની છે. કોંગ્રેસે જો પોતાના વાયદા પૂરા ના કર્યા તો જનતા તેને પણ માફ નહીં કરે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં કોંગ્રેસના વિજયનો શ્રેય અગ્રણી નેતાગીરીને જાય છે.












Click it and Unblock the Notifications
