Karnataka Cabinet Minister List 2023: અહીં વાંચો મંત્રીઓની આખી યાદી, જેમણે આજે લીધા શપથ
Karnataka Cabinet Minister List 2023: કર્ણાટકમાં શપથ ગ્રહણ સમારોહ પૂર્ણ થઈ ગયો છે. સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે, જ્યારે ડીકે શિવકુમારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.
આ બે નેતાઓ ઉપરાંત, ડૉ જી પરમેશ્વર, કેએચ મુનિયપ્પા, કેજે જ્યોર્જ અને એમબી પાટીલે નવી ચૂંટાયેલી કર્ણાટક સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.

આ ઉપરાંત, સતીશ જરકીહોલી, પ્રિયંક ખડગે, રામલિંગા રેડ્ડી અને બીઝેડ ઝમીર અહેમદ ખાને પણ નવી ચૂંટાયેલી કર્ણાટક સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા. એટલે કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત કુલ 10 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા છે. શપથ ગ્રહણ સમારોહમાં અનેક વિરોધ પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. રાજ્યપાલે તમામ ધારાસભ્યોને પદના શપથ લેવડાવ્યા હતા.
શપથ ગ્રહણ દરમિયાન રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુખ સહિત ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા.
કોંગ્રેસે અખિલેશ યાદવ અને મમતા બેનર્જીને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ મોકલ્યું હતું પરંતુ બંને નેતાઓ કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા. બંનેએ પાર્ટી વતી પોતાના પ્રતિનિધિ મોકલ્યા હતા.
શપથ ગ્રહણ સમારોહ બાદ લોકોને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે હું કર્ણાટકની જનતાનો મારા હૃદયના ઊંડાણથી અને કોંગ્રેસ પક્ષ વતી આભાર માનું છું. તમે કોંગ્રેસ પાર્ટીને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. આપણે જાણીએ છીએ કે તમે છેલ્લા 5 વર્ષમાં કઈ મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. મીડિયામાં લખવામાં આવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી આ ચૂંટણી કેમ જીતી. આ જીતનું એક જ કારણ છે અને તે એ છે કે કોંગ્રેસ કર્ણાટકના ગરીબ, પછાત અને દલિતો સાથે ઉભી છે. આપણે પ્રેમની દુકાન ખોલીશુ.












Click it and Unblock the Notifications
