For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કુમારસ્વામીનો આરોપ, ભાજપે સ્પીકરને ખરીદવા માટે આપી 50 કરોડની ઓફર

કર્ણાટકના મુખ્યમંત્રા એચડી કુમારસ્વામીએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યુ કે ભાજપે વિધાનસભા સ્પીકરને ખરીદવા માટે 50 કરોડ રૂપિયાની ઓફર આપી છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકના મુખ્યમંત્રા એચડી કુમારસ્વામીએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યુ કે ભાજપે વિધાનસભા સ્પીકરને ખરીદવા માટે 50 કરોડ રૂપિયાની ઓફર આપી છે. કુમારસ્વામીએ શુક્રવારે પીએમ નરેન્દ્ર મોદી પર સરકાર પાડવાનો આરોપ પણ લગાવ્યો છે. કુમારસ્વામીએ કહ્યુ કે પીએમ મોદી અને ભાજપ નેતા લોકતંત્રને નષ્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે અને કર્ણાટક વિધાનસભા સ્પીકરને લાંચ આપવાની કોશિશ કરી છે.

કુમારસ્વામીએ ભાજપ પર લગાવ્યો સ્પીકરને ઓફર આપવાનો આરોપ

કુમારસ્વામીએ ભાજપ પર લગાવ્યો સ્પીકરને ઓફર આપવાનો આરોપ

શુક્રવારે રાજ્યનું બજેટ રજૂ કરતા પહેલા બેંગલુરુમાં પોતાના કાર્યાલયમાં એક પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે કુમારસ્વામીએ કહ્યુ કે ભાજપ કહી રહી છે કે તે વિધાનસભા અધ્યક્ષ કે આર રમેશ કુમારને 50 કરોડ રૂપિયા આપશે. કુમારસ્વામીએ કહ્યુ કે નોટબંધી બાદ તમને પૈસા ક્યાંથી મળી રહ્યા છે? શું તમે સફેદ ધન આપી રહ્યા છો કે પછી કાળુ ધન? તે પણ અધ્યક્ષને.

ઑડિયોટેપમાં રેકોર્ડ છે ખરીદ-વેચાણની વાતચીત

ઑડિયોટેપમાં રેકોર્ડ છે ખરીદ-વેચાણની વાતચીત

ભાજપ અને પીએમ મોદીનો અસલી ચહેરો છતો કરવાનો દાવો કરતા મુખ્યમંત્રી કુમારસ્વામીએ કથિત રીતે ભાજપને પોતાના પુત્રના માધ્યમથી જેડી (એસ) ધારાસભ્યને લલચાવવાની કોશિશની એક વીડિયો ક્લિપ વિશે પણ જણાવ્યુ. ઑડિયોટેપમાં કથિત રીતે ભાજપ નેતા બી એસ યેદિયુરપ્પા દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોના ખરીદ-વેચાણની વાતચીત રેકોર્ડ કરવામાં આવી છે. કુમારસ્વામીએ આરોપ લગાવ્યો કે ગુરમીતલાલ ધારાસભ્ય નંદનગૌડા કાંકુરના પુત્ર શરણ ગૌડાને શુક્રવારની સવારે યેદિયુરપ્પાના ફોન પણ આવ્યા હતા.

પ્રભારી મંત્રી પદ આપવાનુ વચન

પ્રભારી મંત્રી પદ આપવાનુ વચન

તમને જણાવી દઈએ કે ભાજપ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પાએ કહ્યુ છે કે શુક્રવારે બજેટ સત્ર દરમિયાન સરકારના 11-12 ધારાસભ્ય આવવાના નથી. તેમણે કહ્યુ કે તેમની પાર્ટી શુક્રવારે બજેટ રજૂ થવા દેશે. આના પર શરદ ગૌડા કે જે સીએમ સાથે પ્રેસ કોન્ફરન્સમાં શામેલ હતા તેમણે કહ્યુ કે યેદિયુરપ્પાએ મારા પિતાને પ્રભારી મંત્રી પદ આપવાનું વચન આપ્યુ છે. આ ઉપરાંત તેમણે મને અને મારા પિતાને મુંબઈ જવા માટે કહ્યુ અને 25 કરોડ રૂપિયાની રજૂઆત પણ કરી. સાથે તેમણે મને ચૂંટણી લડવા માટે ટિકિટ આપવાની પણ વાત કરી છે.

આ પણ વાંચોઃ મીટુમાં આલોકનાથ પર લાગેલા આરોપ પર માધુરી, 'હું તેમને જાણીને પણ અજાણ રહી'આ પણ વાંચોઃ મીટુમાં આલોકનાથ પર લાગેલા આરોપ પર માધુરી, 'હું તેમને જાણીને પણ અજાણ રહી'

English summary
Karnataka CM Kumaraswamy allegetion, BJP Offered bribe of 50 crores to Assembly Speaker KR Ramesh Kumar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X