For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક: 3 સપ્ટેમ્બરે નવા મુખ્યમંત્રી શપથ લેશે- કુમારસ્વામી

પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ઘ્વારા ફરીથી મુખ્યમંત્રી બનવાની ઈચ્છા પ્રગટ કરવામાં આવી છે તો બીજી બાજુ કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી પણ એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કર્ણાટકની રાજનીતિમાં છેલ્લા કેટલાક સમયથી ઘણા વળાંક આવી રહ્યા છે. એક તરફ જ્યાં પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ઘ્વારા ફરીથી મુખ્યમંત્રી બનવાની ઈચ્છા પ્રગટ કરવામાં આવી છે તો બીજી બાજુ કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી પણ એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે. કુમારસ્વામીએ કહ્યું કે તેમને જણાવવામાં આવ્યું છે કે નવા મુખ્યમંત્રી 3 સપ્ટેમ્બરે શપથગ્રહણ કરશે. કુમારસ્વામીના નિવેદન પછી રાજનીતિમાં હલચલ તેઝ થઇ ચુકી છે.

Karnataka cm Kumaraswamy

કુમારસ્વામી ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ બાબત જરૂરી નથી કે હું ક્યાં સુધી મુખ્યમંત્રી રહીશ, પરંતુ જે કામ મેં મુખ્યમંત્રી રૂપે કર્યા છે તે મારા ભવિષ્યને સુરક્ષિત કરશે. કુમારસ્વામીનું નિવેદન તેવા સમયે આવ્યું છે જયારે કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ઘ્વારા ફરીથી મુખ્યમંત્રી બનવાની ઈચ્છા પ્રગટ કરવામાં આવી છે. સિદ્ધારમૈયાના નિવેદન પર કુમારસ્વામી ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ લોકતંત્રમાં કોઈ પણ સીએમ બની શકે છે. અમારું સિસ્ટમ લોકતાંત્રિક છે.

સિદ્ધારમૈયા ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે વિપક્ષે ભેગા થઈને તેમને મુખ્યમંત્રી બનવાથી રોકી દીધા. રાજનીતિમાં જાતિ અને પૈસાની બોલબાલા થઇ ગયી છે. તેમને કહ્યું કે તેમને વિચાર્યું હતું કે લોકો તેમને ફરી એકવાર આશીર્વાદ આપીને મુખ્યમંત્રી બનાવશે, દુર્ભાગ્યવશ હું હારી ગયો. પરંતુ આ અંત નથી. રાજનીતિમાં હાર અને જીત સામાન્ય બાબત છે. જયારે સિદ્ધારમૈયા ઘ્વારા આપવામાં આવેલા નિવેદન પર વિવાદ વધ્યો ત્યારે તેમને કહ્યું કે તમે જે સમજો તેમ, પરંતુ આવનારા ઇલેક્શનમાં અમે ફરી સત્તામાં આવીશુ.

English summary
Karnataka cm Kumaraswamy big statement says I’m told new chief minister will take oath on September 3.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X