Karnataka CM : મોટાભાગના ધારાસભ્યો મારા પક્ષમાં, મને હાઈ કમાન્ડ પર વિશ્વાસ છે-સિદ્ધારમૈયા
કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર બનાવવા માટે મુખ્યમંત્રીની પસંદગી માટે વિચાર વિમર્શ કરી રહી છે. બીજી તરફ સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચેની ખેંચતાણને લઈને સિદ્ધારમૈયા દિલ્હી પહોંચ્યા છે.
કર્ણાટકમાં શાનદાર જીત બાદ આગામી મુખ્યમંત્રી માટે કેન્દ્રીય નિરીક્ષકોએ સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને તેમનો અહેવાલ સુપરત કર્યો છે. સૂત્રો અનુસાર, આગામી 24 કલાકમાં કર્ણાટકના આગામી સીએમના નામની જાહેરાત થઈ શકે છે.

અહેવાલો અનુસાર, કર્ણાટકના આગામી મુખ્યમંત્રીના નામની જાહેરાત આગામી 24 કલાકમાં થઈ શકે છે. કર્ણાટક માટે કોંગ્રેસના કેન્દ્રીય નિરીક્ષકોએ સીએમ ઉમેદવાર પર ધારાસભ્યોના અભિપ્રાય પર તેમનો અહેવાલ પાર્ટી અધ્યક્ષને સોંપ્યો છે.
હવે રિપોર્ટ સોંપાયા બાદ અંતિમ નિર્ણય માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે ચર્ચા કરાશે. સીએમને લઈને ચાલી રહેલી બેઠકો વચ્ચે પૂર્વ સીએમ સિદ્ધારમૈયા ટોચના નેતૃત્વને મળવા માટે દિલ્હી પહોંચ્યા છે.
#WATCH | Congress leader Siddaramaiah arrives in Delhi to meet the top leadership of the party as Congress engages in the process of picking the next Karnataka CM pic.twitter.com/bh6348lolO
— ANI (@ANI) May 15, 2023
સિદ્ધારમૈયા દિલ્હી પહોંચ્યા છે ત્યારે તેમણે ઈન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં દાવો કર્યો કે, મોટાભાગના ધારાસભ્યોએ તેમની તરફેણમાં મતદાન કર્યું છે. તેમણે કહ્યું કે, હું જાણું છું કે મોટાભાગના ધારાસભ્યોએ મારી તરફેણમાં મતદાન કર્યું છે. મને હાઈકમાન્ડમાં સંપૂર્ણ વિશ્વાસ છે.
અહીં તમને જણાવી દઈએ કે, કર્ણાટકમાં કોંગ્રેસના બે દિગ્ગજ નેતા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા મુખ્યમંત્રી પદ માટે રેસમાં છે. હાલ આખરી નિર્ણય હાઈ કમાન્ડ પર છોડાયો છે.












Click it and Unblock the Notifications
