કર્ણાટક કોંગ્રેસે કહ્યું 'મનમોહન ગાંધી'ને ધન્યવાદ

siddaramaiah
બેંગ્લોર, 8 મેઃ કર્ણાટક વિધાનસભામાં પૂર્ણ બહુમત તરફ વધી રહેલી કોંગ્રેસ પાર્ટીની જીત લગભગ નક્કી થઇ ગઇ છે. ઢોલ-નગારા વાગવા લાગ્યા છે અને શુભેચ્છાઓનો સિલસિલો શરૂ થઇ ચૂક્યો છે. આ દરમિયાન એક એવી શુભેચ્છા આવી કે જેને લઇને દેશ હસવાં પર મજબૂર થઇ ગયુ. આ શુભેચ્છા આપી હતી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધા રમૈયાએ, જેમા તેમણે મનમોહન સિંહને મનમોહન ગાંધી બનાવી નાંખ્યા હતા.

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધા રમૈયાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે હું ધન્યવાદ આપવા માગુ છુ કર્ણાટકની જનતાને, પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, રાહુલ ગાંધીને, મેડમ સોનિયા ગાંધીને, સર મનમોહન ગાંધીને અને તમામ દેશવાસીઓને કે જેમણે કોંગ્રેસ પર વિશ્વાસ કર્યો. ભલે આ સિદ્દા રમૈયાની નાની અમથી ભૂલ હતી, પરંતુ દક્ષિણના મીડિયાએ ઉછાળી છે.

આ દરમિયાન જ્યારે મુખ્યમંત્રી પદની વાત કરવામાં આવી તો સિદ્ધા રમૈયાએ કહ્યું તે તે 10 જનપથમાં નક્કી થશે. તેમણે કહ્યું કે આ જીત કેન્દ્રમાં કોંગ્રેસના સુશાસનના કારણે આવી છે. કર્ણાટકના લોકો સ્થાયી સરકાર ઇચ્છતા હતા અને તેમને તે કોંગ્રેસ આપશે. આ દરમિયાન સિદ્ધા રમૈયાએ કહ્યું કે, રાહુલ ગાંધીએ અહીં યુથ આકર્ષિત કરવામાં સફળતા પ્રાપ્ત કરી. મોદી પર પ્રશ્ન પૂછતા તેમણે કહ્યું કે મોદી હજુ પોતાના ગુજરાત સુધી જ સીમિત રહે, તેમનો જાદુ અહીં નથી ચાલવાનો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X