સિદ્ધારમૈયાએ જેડીએસ સાથે સરકાર પર આપ્યું ચોંકાવનારું નિવેદન
કર્ણાટકમાં જે પરિસ્થિતિમાં કોંગ્રેસ અને જેડીએસ ઘ્વારા સરકાર બનાવવામાં આવી છે અને જે પ્રકારે મંત્રી પદ માટે વિવાદ સામે આવી રહ્યો છે.
કર્ણાટકમાં જે પરિસ્થિતિમાં કોંગ્રેસ અને જેડીએસ ઘ્વારા સરકાર બનાવવામાં આવી છે અને જે પ્રકારે મંત્રી પદ માટે વિવાદ સામે આવી રહ્યો છે. તેના પછી ઘણીવાર કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકારના ભવિષ્ય અંગે સવાલો ઉભા થઇ રહ્યા છે. હાલમાં જ કર્ણાટકના પૂર્વ સીએમ સિદ્ધારમૈયાનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એક કુમારસ્વામીના નવા બજેટ અને દેવા માફીના નિર્ણયનો તેઓ વિરોધ કરી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ એક ટીવી ચેનલમાં બતાવવામાં આવેલા વીડિયોમાં સિદ્ધારમૈયા ઘ્વારા સરકાર અંગે ઘણી વાતો કરવામાં આવી છે જે કુમારસ્વાનીને હેરાન કરી શકે છે.

જોઈએ 2019 લોકસભા ઈલેક્શન પછી શુ થાય છે
કર્ણાટકના પૂર્વ સીએમ સિદ્ધારમૈયા ઘ્વારા આપવામાં આવેલું નિવેદન ગઠબંધન સરકાર પર ભારે પડી શકે છે અને બીજેપી તેને મુદ્દો બનાવી શકે છે. સિદ્ધારમૈયાને જયારે પૂછવામાં આવ્યું કે આટલા વિવાદો પછી શુ સરકાર 5 વર્ષ સુધી કામ કરી શકશે? તેનો જવાબ આપતી વધારે સિદ્ધારમૈયા થોડા અસહજ લાગ્યા. તેમને કહ્યું કે 5 વર્ષ તો ખુબ જ મુશ્કિલ છે. જોઈએ 2019 લોકસભા ઈલેક્શન પછી શુ થાય છે. લોકસભા ઈલેક્શન સુધી સરકારમાં છે પછી જે થશે તે જોયું જશે.

સરકાર 5 વર્ષ સુધી કામ કરશે: જી પરમેશ્વર
સિદ્ધારમૈયાનો વીડિયો ત્યારે વાયરલ થયો, જયારે તેમનો પહેલો એક વીડિઓ વાયરલ થઇ ચુક્યો હતો. જેમાં તેઓ કુમારસ્વામીના નવા બજેટ અને દેવા માફીના નિર્ણયનો તેઓ વિરોધ કરી રહ્યા છે. પરંતુ ડિપ્યુટી સીએમ જી પરમેશ્વર ઘ્વારા ખાતરી આપવામાં આવી છે કે સરકાર 5 વર્ષ સુધી કામ કરશે. આ બધા વિવાદો વચ્ચે સીએમ કુમારસ્વામી ઘ્વારા જણાવવામાં આવ્યું કે એવી પરિસ્થિતિ ઉભી કરવાની કોશિશ કરવામાં આવી રહી છે જેથી સરકાર પરેશાનીમાં હોય તેવું દેખાય.

2019 લોકસભા ઈલેક્શન સુધી કોઈ ખતરો નથી: કુમારસ્વામી
સીએમ કુમારસ્વામી ઘ્વારા પોતાની ચુપ્પી તોડીને જણાવ્યું કે ઓછામાં ઓછું વર્ષ 2019 લોકસભા ઈલેક્શન સુધી તો તેમને કોઈ પણ અડકી નહીં શકે. તેમ છતાં કર્ણાટકમાં બંને પક્ષો વચ્ચે વિવાદ ઓછો થવાનું નામ નથી લઇ રહ્યો.












Click it and Unblock the Notifications
