For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકનું નાટકઃ 14 ધારાસભ્યોના રાજીનામા પર આજે નિર્ણય, બધાની નજર સ્પીકર પર

કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસની ગઠબંધન સરકાર માટે આજનો દિવસ ખાસ છે. વાસ્તવમાં જે તમામ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે તેમના રાજીનામા પર વિધાનસભા સ્પીકર આજે પોતાનો નિર્ણય લઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસની ગઠબંધન સરકાર માટે આજનો દિવસ ખાસ છે. વાસ્તવમાં જે તમામ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે તેમના રાજીનામા પર વિધાનસભા સ્પીકર આજે પોતાનો નિર્ણય લઈ શકે છે. જો સ્પીકર તમામ ધારાસભ્યોનું રાજીનામુ સ્વીકારે તો કર્ણાટકની કુમારસ્વામી સરકાર ખતરામાં આવી શકે છે. કોંગ્રેસ, જેડીએસ અને ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓની સતત બેઠકો થઈ રહી છે. જેમાં તમામ રાજકીય ઉથલપાથલ પર ચર્ચાનો દોર ચાલુ છે.

Congress

કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યો રાજીનામુ આપ્યા બાદ મુંબઈ જતા રહ્યા હતા પરંતુ હવે તેમનુ નવુ સરનામુ ગોવા છે. આ ધારાસભ્યો સાથે મુલાકાત કરવા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડી કે શિવકુમાર મુંબઈ પહોંચવાના હતા પરંતુ એ અંગેની માહિતી મળતા જ તમામ ધારાસભ્ય ગોવા રવાના થઈ ગયા. સતત કોંગ્રેસ અને જેડીએસના નેતા એ અંગેની કોશિશમાં લાગ્યા છે કે કોઈ પણ રીતે રાજ્યની સરકારને બચાવી લેવાય. રસપ્રદ વાત એ છે કે કોંગ્રેસ અને જેડીએસના તમામ મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામુ પણ આપી દીધુ છે જેથી આ બાગી ધારાસભ્યોને મંત્રીપદ આપી શકાય.

એક તરફ જ્યાં કોંગ્રેસ અને જેડીએસ પોતાના આ બાગી ધારાસભ્યોને બચાવવામાં લાગ્યા છે તો બીજી તરફ પાર્ટીના અન્ય ધારાસભ્યોને બચાવવા માટે કર્ણાટકના કોડુગુના એક રિસોર્ટમાં 35 રૂમ બુક કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે જેડીએસ ઉપરાંત અપક્ષ ધારાસભ્ય એચ નાગેશે પણ પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ છે. તે રાજ્ય સરકારમાં મંત્રી હતા. પરંતુ આ તમામ રાજીકીય ઉથલપાથલ વચ્ચે માત્ર તેમણે જ રાજીનામુ નથી આપ્યુ પરંતુ સરકારમાંથી પણ સમર્થન પાછુ લઈ લીધુ છે.

આ પણ વાંચોઃ કર્ણાટકઃ 14 બાગી ધારાસભ્યએ મુંબઈ છોડ્યુ, બસથી રવાના થયા ગોવાઆ પણ વાંચોઃ કર્ણાટકઃ 14 બાગી ધારાસભ્યએ મુંબઈ છોડ્યુ, બસથી રવાના થયા ગોવા

English summary
Karnataka Crisis: All eyes on the speaker Congress JDS BJP:
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X