For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Karnataka Crisis: સ્પીકરે બાગી ધારાસભ્યોને નોટિસ આપી, કાલે સવારે ઑફિસ બોલાવ્યા

Karnataka Crisis: સ્પીકરે બાગી ધારાસભ્યોને નોટિસ આપી, કાલે સવારે ઑફિસ બોલાવ્યા

|
Google Oneindia Gujarati News

બેંગ્લોરઃ કર્ણાટકમાં રાજકીય ઘમાસાણ હજુ ચાલુ છે. આ વચ્ચે કર્ણાટક વિધાનસભાના સ્પીકર કેઆર રમેશ કુમારે કોંગ્રેસના 12 બાગી ધારાસભ્યોને 23 જુલાઈએ 11 વાગ્યે પોતાના કાર્યાલયમાં સમન કર્યા છે. ગઠબંધન નેતાઓ તરફથી બાગી ધારાસભ્યોને અયોગ્ય ઘોષિત કરવા માટે આપવામાં આવેલ અરજી પર આ નોટિસ જાહેર કરવામાં આવી છે.

karnataka

અગાઉ કર્ણાટકમાં જલદીમાં જલદી શક્તિ પરીક્ષણ કરાવવાની બે અપક્ષ ધારાસભ્યોની અરજી પર તત્કાલ સુનાવણી કરવાથી સુપ્રીમ કોર્ટે સોમવારે ઈનકાર કરી દીધો. જો કે સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેઓ મંગળવારે અરજી પર વિચાર કરી શકે છે. પ્રધાન ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી પીઠે કહ્યું કે, અસંભવ.

અમે અગાઉ ક્યારેયપણ આવું નથી કર્યું. આના પર અમે કાલે વિચાર કરી શકીએ છીએ. નિર્દળીય ધારાસભ્ય આર શંકર અને એચ નાગેશ તરફથી રજૂ થયેલ વરિષ્ઠ અધિવક્તા મુકુલ રોહતગીએ પીઠને કહ્યું કે તેમણે કર્ણાટક મામલામાં તાજી અરજી દાખલ કરી છે અને મામલાની તુરંત સુનાવણીનો અનુરોધ કરી રહ્યા છીએ. જેના પર જવાબ આપતા પીઠે ઉપરોક્ત વાત કહી.

ફ્લોર ટેસ્ટ પહેલા કોંગ્રેસ-જેડીએસે ખેલ્યો આખરી દાવ, સીએમ બદલવાનો પ્રસ્તાવફ્લોર ટેસ્ટ પહેલા કોંગ્રેસ-જેડીએસે ખેલ્યો આખરી દાવ, સીએમ બદલવાનો પ્રસ્તાવ

English summary
Karnataka Crisis: Speaker gives notice to rebel lawmakers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X