karnataka dgp om prakash : કર્ણાટકના પૂર્વ DGP ઓમ પ્રકાશની રહસ્યમય હત્યા, લોહીલુહાણ હાલમાં ઘરમાં મૃતદેહ મળ્યો
Karnataka dgp om prakash : કર્ણાટકના પૂર્વ DGP ઓમ પ્રકાશના રહસ્યમય મોતને કારણે કર્ણાટકમાં હંગામો સર્જાયો છે. રવિવારે બેંગલુરુ સ્થિત તેમના નિવાસસ્થાને તેમનો લોહીલુહાણ મૃતદેહ મળ્યો.
પ્રારંભિક તપાસમાં આ ઘટના હત્યા મનાઈ રહી છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે પોલીસને ઘટના અંગે જાણ તેમની પત્ની પલ્લવી દ્વારા કરવામાં આવી હતી. પરંતુ જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે પલ્લવીએ દરવાજો ખોલવાનો ઈન્કાર કરી દીધો. પોલીસ કોઈ રીતે ઘરમાં પ્રવેશી અને મૃતદેહનો કબ્જો લીધો.

અહેવાલો અનુસા, ઘટના સમયે ઘરમા પલ્લવી અને પુત્રી હાજર હતા, જેના કારણે શંકા પત્ની તરફ છે. હાલ પલ્લવીને પૂછપરછ માટે પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી છે. ઓમ પ્રકાશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, જેના આધારે મૃત્યુના ચોક્કસ કારણોની પુષ્ટિ થશે.
આ દંપતી વચ્ચે લાંબા સમયથી વૈવાહિક તણાવ ચાલતો હોવાની માહિતી મળી છે. પૈસાને લઈને વિવાદ અને ઘરેલુ ઝઘડાની પણ ઘટનાઓ અગાઉથી નોંધાઈ હતી. ઓમ પ્રકાશનો એક પુત્ર અને એક પુત્રી છે.
ઓમ પ્રકાશ 1981 બેચના ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી હતા અને મૂળ બિહારના રહેવાસી હતા. તેમણે પોતાના લાંબા કારકિર્દી દરમિયાન ઘણા મહત્વના પદો પર ફરજ બજાવી છે. 28 ફેબ્રુઆરી 2015ના રોજ તેઓ કર્ણાટક રાજ્યના DGP અને IGP તરીકે નિયુક્ત થયા હતા. તેઓ જાન્યુઆરી 2017માં નિવૃત્ત થયા હતા.
પોલીસ હાલ સમગ્ર મામલે ગંભીર તપાસ ચલાવી રહી છે. બेंગલુરુના એડિશનલ સીપી વિકાસ કુમારે જણાવ્યું કે, આજે બપોરે 4 થી 4:30 વચ્ચે ઓમ પ્રકાશના મૃત્યુના સમાચાર મળ્યા હતા. તેમના પુત્રનો સંપર્ક સાધવામાં આવ્યો છે અને તે ફરિયાદ નોંધાવી રહ્યા છે.
તેના આધારે FIR દાખલ કરવામાં આવશે. હાલ કોઈ ધરપકડ થઈ નથી પણ ફરિયાદ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી આ રહસ્યમય હત્યાનું ભેદ ખુલશે તેવી આશા છે.












Click it and Unblock the Notifications
